વર્લ્ડ કપ કવર કરવા આવેલી પાકિસ્તાનની એેન્કર ઝૈનબ અબ્બાસને ભારતમાંથી હાંકી કાઢી, જાણો કેમ

Zainab Abbas : આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ને કવર કરવા માટે ભારત આવેલી પાકિસ્તાની મહિલા એન્કરને અહીંથી ડિપોર્ટ કરવામાં આવી

Written by Ashish Goyal
October 09, 2023 21:06 IST
વર્લ્ડ કપ કવર કરવા આવેલી પાકિસ્તાનની એેન્કર ઝૈનબ અબ્બાસને ભારતમાંથી હાંકી કાઢી, જાણો કેમ
પાકિસ્તાની સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ઝૈનબ અબ્બાસ (તસવીર - ઝૈનબ અબ્બાસ ઇન્સ્ટાગ્રામ)

World Cup 2023 : આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ને કવર કરવા માટે ભારત આવેલી પાકિસ્તાની મહિલા એન્કરને અહીંથી ડિપોર્ટ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાની સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ઝૈનબ અબ્બાસને પોતાના કેટલાક જૂના ટ્વિટને લઈને ભારતમાંથી ડિપોર્ટ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના એડવોકેટ અને સામાજિક કાર્યકર્તા વિનીત જિંદાલે તેના જૂના ટ્વિટને લઈને દિલ્હી પોલીસના સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. જે પછી તેને અહીં ભારતમાંથી બહાર કરવામાં આવી છે.

ઝૈનબ પર લાગ્યા છે આ આરોપો

અહેવાલો અનુસાર ઝૈનબ અબ્બાસ પર હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવાનો અને ભારત વિરોધી વાતો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનો આરોપ છે. તેના જૂના ટ્વિટર એકાઉન્ટથી કરવામાં આવેલા ટ્વિટ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે, જેમાં હિન્દુ-દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે અને ભારત વિરોધી પોસ્ટ પોસ્ટ કરવામાં આવી રહી છે. એડવોકેટ વિનીત જિંદાલે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી અને ઝૈનબ ઉતાવળમાં ભારત છોડીને ચાલી ગઇ છે. જણાવવામાં આવી રહ્યું છે કે તે ભારતથી દુબઈ ગઈ છે.

આ પણ વાંચો – વિરાટ કોહલીને ડ્રેસિંગ રૂમમાં આપવામાં આવ્યો ગોલ્ડ મેડલ

9 વર્ષ જૂની પોસ્ટ થઈ વાયરલ

ઝૈનબ પર આરોપ છે કે તેણે નવ વર્ષ પહેલા પોતાના જૂના ટ્વિટર હેન્ડલ પરથી હિન્દુ વિરોધી અને ભારત વિરોધી ટ્વિટ્સ પોસ્ટ કર્યા હતા, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વિનીત જિંદાલે આ વાંધાજનક ટ્વિટ્સ અંગે ફરિયાદ નોંધાવી હતી. વિનીત જિંદાલે દિલ્હી પોલીસના સાયબર સેલને વિનંતી કરી છે કે તેઓ ઝૈનબ વિરુદ્ધ આઈપીસીની કલમ 153એ, 295, 506, 121 અને 67 આઈટી એક્ટની કલમ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવે.

ઝૈનબને લઈને પાકિસ્તાની મીડિયામાં શું ચાલી રહ્યું છે?

પાકિસ્તાની મીડિયાએ ઝૈનબનો બચાવ કર્યો છે. સમા ટીવીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ઝૈનબના ટ્વિટ્સ ઘણા વર્ષો જૂના છે અને હાલમાં તેના કામ સાથે કોઈ લેવાદેવા નથી. તેમ છતાં તેને ભારતમાંથી દેશનિકાલ કરવામાં આવી છે. ઝૈનબ હાલ દુબઈમાં છે. જણાવી દઈએ કે ઝૈનબના જે જૂના ટ્વિટ્સ વાયરલ થઈ રહ્યા છે તે તેના જૂના યુઝરનેમ ‘ઝૈનબ્લોવ્સર્ક’ કરવામાં આવ્યા છે. હવે તેનું એકાઉન્ટ અપડેટ કરવામાં આવ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ