વર્લ્ડ કપ 2023 : પાકિસ્તાને સેમિ ફાઇનલમાં પહોંચવા માટે ઇંગ્લેન્ડને આટલા રનથી હરાવવું પડશે

World Cup 2023 : શ્રીલંકા સામે 5 વિકેટે જીત મેળવ્યા પછી ન્યૂઝીલેન્ડની ટીમ સેમિ ફાઇનલમાં પહોંચનારી ચોથી ટીમ તરીકે સૌથી પ્રબળ દાવેદાર બની ગઇ છે

Written by Ashish Goyal
Updated : November 09, 2023 21:20 IST
વર્લ્ડ કપ 2023 : પાકિસ્તાને સેમિ ફાઇનલમાં પહોંચવા માટે ઇંગ્લેન્ડને આટલા રનથી હરાવવું પડશે
પાકિસ્તાનનું સેમિ ફાઈનલમાં પ્રવેશવું મુશ્કેલ બન્યું છે (photo by Nirmal Harindran)

World Cup 2023 Pakistan Semifinal Qualification Scenarios : ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે વન-ડે વર્લ્ડ કપ 2023ની પોતાની છેલ્લી લીગ મેચમાં શ્રીલંકાની ટીમને 5 વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે જ તે સેમિ ફાઇનલમાં પહોંચનારી ચોથી ટીમ તરીકે સૌથી પ્રબળ દાવેદાર બની હતી. આ વર્લ્ડ કપમાં ત્રણ ટીમો ભારત, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સેમિ ફાઇનલમાં પ્રવેશી ચૂકી છે, જ્યારે ચોથી ટીમ તરીકે ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સહિત ત્રણ ટીમો રેસમાં છે. જોકે શ્રીલંકા સામેના વિજય બાદ 99 ટકા નિશ્ચિત છે કે સેમિ ફાઇનલમાં પહોંચનારી ચોથી ટીમ અફઘાનિસ્તાન કે પાકિસ્તાન નહીં પણ ન્યૂઝીલેન્ડ હશે. પાકિસ્તાને સેમિ ફાઈનલમાં પ્રવેશવું હોય તો ઈંગ્લેન્ડને 287 રનથી હરાવવું પડશે, જે લગભગ અશક્ય જેવી વાત છે. જો ઇંગ્લેન્ડની પ્રથમ બેટિંગ આવશે તો પાકિસ્તાન ટોસ સમયે જ બહાર થઇ જશે.

ભારત વિ. ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમિ ફાઈનલ નિશ્ચિત

હાલની પરિસ્થિતિ અનુસાર વન-ડે વર્લ્ડકપ 2023ની પ્રથમ સેમિ ફાઈનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ પાછળનું કારણ એ છે કે ન્યૂઝીલેન્ડની ટીમે 5 જીત સાથે 10 પોઇન્ટ મેળવ્યા છે અને તે રનરેટના આધારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કરતા ઘણું આગળ છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાને હજુ એક મેચ રમવાની બાકી છે. પાકિસ્તાન ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે જ્યારે અફઘાનિસ્તાન સાઉથ આફ્રિકા સામે મેચ રમશે.

આ પણ વાંચો – સચિનના અભિનંદ મળ્યા પછી વિરાટ કોહલીએ કર્યો વાયદો, જણાવ્યું ક્યારે ફટકારશે 50મી સદી!

રનરેટના મામલે ન્યૂઝીલેન્ડ આગળ

જો પાકિસ્તાન ઈંગ્લેન્ડને હરાવે તો તેના 10 પોઈન્ટ ચોક્કસ થશે પણ તે રનરેટના મામલે ન્યૂઝીલેન્ડને પાછળ છોડી શકશે નહીં. આ સાથે જ અફઘાનિસ્તાનની સાથે પણ આ જ બાબત . જો તે દક્ષિણ આફ્રિકાને હરાવશે તો તેના 10 પોઇન્ટ થઇ જશે, પરંતુ તે રનરેટના આધારે ન્યૂઝીલેન્ડને પાછળ છોડી શકશે નહીં.

ન્યૂઝીલેન્ડની ટીમ 9માંથી 5 મેચ જીતી ચૂકી છે અને ટીમનો રનરેટ +0.922 છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના 8-8 પોઇન્ટ છે. પરંતુ તેઓ રનરેટના મામલે ન્યૂઝીલેન્ડની ટીમથી ઘણા પાછળ છે.

સેમિ ફાઇનલ-ફાઇનલ કાર્યક્રમ

15 નવેમ્બર – પ્રથમ સેમિ ફાઇનલ – મુંબઈ16 નવેમ્બર – બીજી સેમિ ફાઇનલ – કોલકાતા19 નવેમ્બર – ફાઇનલ – મુંબઈ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ