વર્લ્ડ કપ 2023 : પાકિસ્તાને જીત સાથે અભિયાનની શરૂઆત કરી, નેધરલેન્ડ્સ સામે 81 રને વિજય મેળવ્યો

World Cup 2023, Pakistan vs Netherlands : મોહમ્મદ રિઝવાન 75 બોલમાં 8 ફોર સાથે 68 રન, સઉદ શકીલના 52 બોલમાં 9 ફોર 1 સિક્સર સાથે 68 રન

Written by Ashish Goyal
Updated : October 06, 2023 21:46 IST
વર્લ્ડ કપ 2023 : પાકિસ્તાને જીત સાથે અભિયાનની શરૂઆત કરી, નેધરલેન્ડ્સ સામે 81 રને વિજય મેળવ્યો
વર્લ્ડ કપ 2023, પાકિસ્તાન વિ. નેધરલેન્ડ્સ લાઇવ સ્કોર (PCB Twitter)

World Cup 2023, Pakistan vs Netherlands Score: મોહમ્મદ રિઝવાન (68)અને સઉદ શકીલની (68)અડધી સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી પાકિસ્તાને વર્લ્ડ કપ 2023માં નેધરલેન્ડ્સ સામે 81 રને વિજય મેળવ્યો છે. પાકિસ્તાન 49 ઓવરમાં 286 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં નેધરલેન્ડ્સની ટીમ 41 ઓવરમાં 205 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આ જીત સાથે પાકિસ્તાનને 2 પોઇન્ટ મળ્યા છે.

નેધરલેન્ડ્સ ઇનિંગ્સ

-પાકિસ્તાન તરફથી હરિસ રઉફે સૌથી વધારે 3 વિકેટ ઝડપી.

-મીકેરેન 7 રને રઉફની ઓવરમાં બોલ્ડ.

-આર્યન દત્ત 1 રને હસન અલીની ઓવરમાં બોલ્ડ.

-વાન ડેર 4 રને રન આઉટ

-બાસ ડી લીડેના 68 બોલમાં 6 ફોર 2 સિક્સર સાથે 67 રન.

-શકિબ ઝુલ્ફિકાર 10 રને એલબી આઉટ.

-રઉફની એક ઓવરમાં તેજા અને સ્કોટ એડવર્ડ્સ આઉટ

-વિક્રમજીત સિંહ 67 બોલમાં 4 ફોર 1 સિક્સર સાથે 52 રન બનાવી શાદાબ ખાનનો શિકાર બન્યો.

-નેધરલેન્ડ્સે 20.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-કોલિન એકરમેન 21 બોલમાં 3 ફોર સાથે 17 રન બનાવી ઇફ્તિખાર અહેમદનો શિકાર બન્યો.

-નેધરલેન્ડ્સે 10.4 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-મેક્સ ઓડાડ 5 રન બનાવી હસન અલીનો શિકાર બન્યો.

આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023 : જિમી નીશમના ટીચરને વર્લ્ડ કપમાં 44 વર્ષ પછી મળ્યો મિત્ર, વન-ડે ક્રિકેટના ઉદય અને અસ્તની કહાની કહે છે દોસ્તી

પાકિસ્તાન ઇનિંગ્સ

-નેધરલેન્ડ્સ તરફથી બાસ ડી લીડે સૌથી વધારે 4 વિકેટ ઝડપી.

-પાકિસ્તાન 286 રનમાં ઓલઆઉટ, નેધરલેન્ડ્સને જીતવા માટે 287 રનનો પડકાર મળ્યો

-હરિસ રાઉફ 16 રને કેચ આઉટ થયો.

-મોહમ્મદ નવાઝ 43 બોલમાં 4 ફોર સાથે 39 રન બનાવી રન આઉટ.

-હસન અલી પ્રથમ બોલે બાસ ડી લીડેની ઓવરમાં એલબી આઉટ થયો.

-શાદાબ ખાન 34 બોલમાં 32 રન બનાવી બાસ ડી લીડેનો શિકાર બન્યો.

-પાકિસ્તાને 36.1 ઓવરમાં 200 રન પુરા કર્યા.

-ઇફ્તિખાર અહેમદ 11 બોલમાં 9 રન બનાવી કેચ આઉટ થયો.

-મોહમ્મદ રિઝવાન 75 બોલમાં 8 ફોર સાથે 68 રન બનાવી બોલ્ડ થયો.

-સઉદ શકીલના 52 બોલમાં 9 ફોર 1 સિક્સર સાથે 68 રન.

-પાકિસ્તાને 19.3 ઓવરમાં 100 રન પુરા કર્યા

-પાકિસ્તાને 11 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-ઇમામ ઉલ હક 2 ફોર સાથે 15 રન બનાવી મીકેરેનનો શિકાર બન્યો.

-કેપ્ટન બાબર આઝમ 18 બોલમાં 5 રન બનાવી એકરમેનની ઓવરમાં કેચ આઉટ થયો.

-પાકિસ્તાનને પ્રથમ ફટકો, ફખર ઝમાન 3 ફોર સાથે 12 રન બનાવી લોગોન વાન બીકનો શિકાર બન્યો.

-નેધરલેન્ડ્સના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

બન્ને ટીમો આ પ્રમાણે છે

પાકિસ્તાન : ઇમામ-ઉલ હક, ફખર ઝમાન, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, સઉદ શકીલ, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, હસન અલી, શાહીન આફ્રિદી, હરિસ રઉફ

નેધરલેન્ડ્સ : વિક્રમજીત સિંહ, મેક્સ ઓડાડ, કોલિન એકરમેન, સ્કોટ એડવર્ડ્સ(કેપ્ટન), બાસ ડી લીડે, તેજા નિદામાનુરુ, સાકિબ ઝુલ્ફીકાર, લોગાન વાન બીક, રોલોફ વાન ડેર, આર્યન દત્ત, પોલ વાન મીકેરેન.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ