વર્લ્ડ કપ 2023 : પીસીબી ચેરમેને ભારતને ગણાવ્યો દુશ્મન દેશ! પાકિસ્તાનીઓએ ઝકા અશરફ સામે ખોલ્યો મોરચો

World Cup 2023 India vs Pakistan : સોશિયલ મીડિયા પર ઝકા અશરફના આ નિવેદનની ટીકા થઈ રહી છે. ઝકાના આ નિવેદનનો માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ વિરોધ થઇ રહ્યો છે

World Cup 2023 India vs Pakistan : સોશિયલ મીડિયા પર ઝકા અશરફના આ નિવેદનની ટીકા થઈ રહી છે. ઝકાના આ નિવેદનનો માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ વિરોધ થઇ રહ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
PCB Chief zaka ashraf | world cup 2023

પીસીબી ચેરમેન ઝકા અશરફ (ફોટો સોર્સ- ટ્વિટર સ્ક્રીનશોટ)

World Cup 2023 India vs Pakistan : વર્લ્ડ કપ 2023માં રમવા માટે ભારત આવેલી પાકિસ્તાની ટીમનું હૈદરાબાદમાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પાકિસ્તાની ખેલાડીઓના ભવ્ય સ્વાગતની પાકિસ્તાનમાં પણ ચર્ચા થઈ રહી છે. પ્રશંસકો ભારતીય મહેમાનગતિના વખાણ કરી રહ્યા છે. ખુદ પાકિસ્તાની ખેલાડીઓને ભારતનું ઉષ્માભર્યું સ્વાગત ગમ્યું હતું પણ તેના બદલામાં પાકિસ્તાન તરફથી કંઈક અલગ જ પ્રતિભાવ મળ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન ઝકા અશરફે નામ લીધા વગર ભારતને દુશ્મન દેશ કહીને સંબોધ્યો હતો.

Advertisment

શું કહ્યું ઝકા અશરફે?

સોશિયલ મીડિયા પર ઝકા અશરફનો એક વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેમણે નામ લીધા વગર ભારતને 'દુશ્મન દેશ' ગણાવ્યો હતો. વાયરલ વીડિયોમાં ઝકા અશરફ પાકિસ્તાની ખેલાડીઓના નવા કોન્ટ્રાક્ટ અંગે મીડિયાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે અમે આ કોન્ટ્રાક્ટ અમારા ખેલાડીઓને પ્રેમ અને સ્નેહથી આપ્યો છે. પાકિસ્તાનના ઈતિહાસમાં ક્યારેય પણ ખેલાડીઓને આટલી મોટી રકમ આપી નથી જેટલી મેં આપી છે. મારો ઉદ્દેશ એ હતો કે અમારા બધા ખેલાડીઓનું મનોબળ ઊંચું હોવું જોઈએ. જ્યારે તેઓ મેચ રમવા માટે દુશ્મન દેશ કે કોઈ પણ સ્થળે જાય તો તેમની અંદર ઉત્સાહ હોય.

આ પણ વાંચો - સચિન તેંડુલકરના નામે સૌથી વધારે રન, ગ્લેન મેકગ્રાના નામે સૌથી વધારે વિકેટ, જાણો રસપ્રદ વાતો

પાકિસ્તાનીઓએ ઝકા અશરફના નિવેદનનો કર્યો વિરોધ

સોશિયલ મીડિયા પર ઝકા અશરફના આ નિવેદનની ટીકા થઈ રહી છે. ઝકાના આ નિવેદનનો માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ વિરોધ થઇ રહ્યો છે. ફરીદ ખાન નામના એક્સ હેન્ડલથી ઝકા અશરફના વીડિયોને શેર કરતા કહ્યું કે સર મહેરબાની કરીને હૈદરાબાદમાં જેટલી હોસ્પિટેલિટીથી આપણા ખેલાડીઓનું સ્વાગત કર્યું છે તેને જોતા તેને દુશ્મન દેશ ના કહો. અન્ય એક યુઝરે કહ્યું છે કે ઝકા સાહેબ વર્લ્ડ કપ ટીમના ખરા દુશ્મન તો તમે છો, હું આશા કરું છું કે તમને વાત કરવાની યોગ્ય રીત આવડે.

Advertisment

પાકિસ્તાન ક્રિકેટ ટીમ 7 વર્ષ બાદ ભારત પહોંચી

પાકિસ્તાન ટીમ ODI વર્લ્ડ કપ 2023માં ભાગ લેવા ભારત પહોંચી ગઇ છે. બાબર આઝમની કપ્તાનીમાં 7 વર્ષ બાદ ભારતીય ધરતી પર ટૂર્નામેન્ટ રમશે. આ પહેલા પાકિસ્તાનની ટીમ 2016માં T20 વર્લ્ડ કપમાં ભાગ લેવા આવી હતી. પાકિસ્તાનની ટીમ હૈદરાબાદ પહોંચી હતી જ્યાં તે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ પ્રેક્ટિસ મેચ અને 3 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે તેની બીજી પ્રેક્ટિસ મેચ રમશે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમ World Cup 2023 સ્પોર્ટ્સ વર્લ્ડકપ