/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/MS-Dhoni.jpg)
ભારતનો પૂર્વ કેપ્ટન એમએસ ધોની (BCCI/Twitter)
World Cup 2023 : ભારતીય ટીમ ધર્મશાળામાં વન-ડે વર્લ્ડકપ 2023ની પોતાની પાંચમી લીગ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે રમી રહી છે. આ મેચમાં ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે અને હાર્દિક પંડ્યાના સ્થાને સૂર્યકુમાર યાદવનો અને શાર્દુલ ઠાકુરના સ્થાને મોહમ્મદ શમીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મેચ પહેલા ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે જો ભારત કિવી ટીમ સામે આ મેચ હારે તો પણ તેને વધારે મુશ્કેલી નહીં પડે.
રવિ શાસ્ત્રીએ સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાતચીતમાં કહ્યું હતું કે 2011ના વન-ડે વર્લ્ડ કપમાં ભારત એક મેચ હાર્યું હતું અને તે મેચ લીગ મેચ હતી. જોકે આમ છતા ભારત વર્લ્ડ કપ જીતવા સફળ રહ્યું હતું. મને યાદ છે કે જ્યારે એમએસ ધોની કેપ્ટન હતો ત્યારે તેમણે એક વખત કહ્યું હતું કે કેટલીક વખત મોટી ટૂર્નામેન્ટમાં એક મેચ ગુમાવવી સારી બાબત હોય છે કારણ કે તમે અચાનક સેમિ ફાઈનલ કે ફાઈનલમાં જવા માંગતા નથી.
આ પણ વાંચો - વર્લ્ડ કપ 2023 : હાર્દિક પંડ્યાની ઈજા પર આવી અપડેટ, જાણો કેટલા દિવસ રહેશે ટીમમાંથી બહાર
શાસ્ત્રીએ કહ્યું કે તેનો કહેવાનો મતલબ એ હતો કે મેચ હાર્યા બાદ તમને તમારી ખામીઓ વિશે ખબર પડે છે અને તમે તેના પર કામ કરો છો અને પછી મેચમાં ઉતરો છો. જો તમે બધી જ મેચ જીતીને સેમિ ફાઈનલ અને ફાઈનલમાં પહોંચો અને પછી તમને એક ખામીની ખબર પડે તો તમે તેને તરત જ દૂર કરી શકતા નથી અને ત્યાં મુશ્કેલ બની જાય છે.
તમને જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા ભારતીય ટીમે સતત ચાર જીત મેળવી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની અનુભવી જોડીએ અત્યાર સુધી રમાયેલી ચાર મેચમાં કુલ 524 રન ફટકારીને આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. કોહલીનો દેખાવ શાનદાર રહ્યો છે. વિરાટે 48મી વન ડે સદીને સહારે ભારતે બાંગ્લાદેશ સામે સતત ચોથી જીત મેળવી હતી. બીજી તરફ ટીમ ઈન્ડિયા 2003 બાદ વન ડે વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે કોઈ મેચ જીતી શકી નથી. ટીમ પોતાના 20 વર્ષના ખરાબ ઈતિહાસને બદલવાની કોશિશ કરશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us