/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/js-Rohit-Sharma-personal-life-interview.jpg)
ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા (તસવીર - ANI)
IND vs PAK: ભારતીય ક્રિકેટ પ્રશંસકો હાલમાં 14મી ઓક્ટોબરે રમાનારી વર્લ્ડ કપની સૌથી હાઈવોલ્ટેજ મેચની રાહ જોઈ રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં યોજાનારી આ લીગ રાઉન્ડની મેચ પહેલા રણનીતિ અને તૈયારીઓનો દોર ચાલી રહ્યો છે. આ બધાથી દૂર ભારતીય કેપ્ટન રોહિત શર્મા પોતાના કોચિંગ સ્ટાફ સાથે ફરવા નીકળ્યા હતા.
વીડિયો થયો વાયરલ
રોહિત શર્માનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં રોહિત અમદાવાદની એક હોટલમાં જમવા આવ્યો હતો. રાહુલ દ્રવિડ, બેટિંગ કોચ વિક્રમ રાઠોડ અને ફિલ્ડિંગ કોચ ઈ દિલીપ તેની સાથે જોવા મળ્યા હતા. રોહિત સાથે તસવીરો પડાવવા માટે હોટલમાં ચાહકોની ભીડ જોવા મળી હતી. રોહિતે ચાહકોને ઓટોગ્રાફ પણ આપ્યા હતા.
Rohit Sharma, Rahul Dravid and Vikram Rathour spotted at Agashiye, House of MG in Ahmedabad.
It's a vegetarian Gujarati Thali fine dining restaurant.#CWC23#IndvPak#Ahmedabadpic.twitter.com/vjSOSDWtFo— Aditya (@forwardshortleg) October 12, 2023
શુભમન ગિલે પ્રેક્ટિસ કરી હતી
ભારતીય ટીમ ગુરુવારે અમદાવાદ પહોંચી હતી. આવી સ્થિતિમાં ટીમે કોઈ પ્રેક્ટિસ કરી ન હતી. જોકે બુધવારે મોડી રાત્રે અમદાવાદ પહોંચેલા શુભમન ગિલ ચોક્કસપણે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. 22 વર્ષીય ખેલાડી ડેન્ગ્યુના કારણે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામે પ્રથમ બે મેચ રમી શક્યો ન હતો, પરંતુ પાકિસ્તાન સામેની મહત્વપૂર્ણ મેચમાં તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે.
આ પણ વાંચો - વન-ડે વર્લ્ડ કપમાં ભારત ક્યારેય પાકિસ્તાન સામે હાર્યું નથી, ભારત- 7, પાકિસ્તાન – 0, જુઓ, બધી મેચોની માહિતી
ડૉક્ટરની દેખરેખ હેઠળ પ્રેક્ટિસ કરી
હકીકતમાં ટીમ મેનેજમેન્ટે ટીમ અમદાવાદ પહોંચતા પહેલા ગિલ માટે ખાસ પ્રેક્ટિસ સેશનનું આયોજન કર્યું હતું. આ જ કારણ તેને ડાબા હાથના થ્રોડાઉન નિષ્ણાંત નુવાન સેનેવિરત્નેને બુધવારે જ અમદાવાદ જવાનું કહ્યું હતું. ગિલ સવારે 11 વાગે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યો હતો અને ટીમ ડોક્ટર રિઝવાનની દેખરેખમાં થોડી કસરત કર્યા બાદ તેણે નેટ્સ પર પ્રેક્ટિસ કરી હતી.
આ સિવાય તેણે કેટલાક નેટ બોલરોનો પણ સામનો કર્યો હતો. આ સમય દરમિયાન તે સહજ લાગતો હતો. મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને મેડિકલ ટીમ શુક્રવારે પ્રેક્ટિસ સેશનમાં ગિલને ટીમમાં સામેલ કરવા અંગે નિર્ણય લેતા પહેલા તેની પ્રગતિ જોશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us