World Cup 2023 : ક્રિકેટર શુભમન ગિલ અને સારા તેંડુલકરના અફેરની ચર્ચાએ ફરી જોર પકડ્યું છે. ગઇકાલે 2 નવેમ્બરે ભારત-શ્રીલંકા વચ્ચે મેચ યોજાઇ હતી. ભારત-શ્રીલંકા (IND vs SL) વચ્ચેની મેચમાં ગિલે અદ્ભુત બેટિંગ કરી હતી. શુભમન ગિલ વર્લ્ડ કપ (World Cup 2023) માં તેની પ્રથમ સદી ફટકારવાની નજીક હતો ત્યારે તે ખરાબ શોટનો શિકાર બન્યો હતો. જે બાદ સારા તેંડુલકરની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
શુભમન ગિલે આ મેચમાં સ્થિર બેટિંગ કરી હતી. ગિલે 92 બોલમાં 92 રનની ઇનિંગ પૂરી કરી હતી, આ ઇનિંગમાં 11 ફોર અને 2 શાનદાર સિક્સ પણ જોવા મળી હતી. શુભમન ગિલ રન બનાવતાંની સાથે જ સ્ટેડિયમમાં હાજર સારા તેંડુલકર જોરથી તાળીઓ પાડતી જોવા મળી હતી.
જ્યારે ગિલ તેની સદીથી માત્ર 8 રન દૂર રહ્યો હતો. ત્યારે સારા તેંડુલકર નિરાશ દેખાઈ હતી. જેનો અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયો પરથી લગાવી શકાય છે. જેમાં તે વિકેટ બાદ પ્રતિક્રિયા આપતી જોવા મળી હતી. જો કે બાદમાં સારાએ પણ ઉભા થઈને તેની શાનદાર ઈનિંગને બિરદાવી હતી.
મહત્વનું છે કે, શુભમન ગિલ અને સારા તેંડુલકર તાજેતરમાં સાથે જોવા મળ્યા હતા. મેચ પહેલા શુભમન અને સારા મુંબઈમાં ‘Jio વર્લ્ડ પ્લાઝા’ના લોન્ચિંગ દરમિયાન સાથે જોવા મળ્યા હતા. તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સારા તેંડુલકર અને શુભમન ગિલ જિયો વર્લ્ડ પ્લાઝામાં ઈવેન્ટમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા, પરંતુ કેમેરામેનને જોઈને બંને ત્યાં જ રોકાઈ ગયા અને અલગ-અલગ બહાર આવી ગયા.





