PAK vs SL : મોહમ્મદ રિઝવાન (અણનમ 131)અને અબ્દુલ્લા શફીકની (113)સદીની મદદથી પાકિસ્તાને વર્લ્ડ કપ 2023માં શ્રીલંકા સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. શ્રીલંકાએ 50 ઓવરમાં 9 વિકેટે 344 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને 48.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. કુસલ મેન્ડિસ અને સાદિરા સમરવિક્રમાની સદીની મદદથી શ્રીલંકાની ટીમે 50 ઓવરમાં 9 વિકેટે 344 રન બનાવ્યા હતા. કુસલ મેન્ડિસે 77 બોલમાં 122 રન અને સદિરા સમરવિક્રમાએ 89 બોલમાં 108 રન બનાવ્યા હતા. આ સિવાય પથુમ નિસાન્કાએ 51 રન બનાવ્યા હતા. પાકિસ્તાને વર્લ્ડ કપમાં સૌથી વધારે રન ચેઝ કરી જીત મેળવી છે.
વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે આ સૌથી મોટો સ્કોર છે. આ રેકોર્ડ પહેલા ભારતના નામે હતો. 2019માં ટીમ ઈન્ડિયાએ માન્ચેસ્ટરમાં 336 રન બનાવ્યા હતા. 2019માં જ ઈંગ્લેન્ડે 334 રન બનાવ્યા હતા. આ સિવાય ઓસ્ટ્રેલિયાએ 2003માં 310 રન બનાવ્યા હતા. આ વર્લ્ડ કપમાં શ્રીલંકાનો ત્રીજો સૌથી મોટો સ્કોર હતો.
કેન્યા સામે શ્રીલંકાનો સર્વોચ્ચ સ્કોર
શ્રીલંકાનો સર્વોચ્ચ સ્કોર કેન્યા સામે 5 વિકેટે 398 રન છે. જે તેણે 1996માં કેન્ડીમાં આ સ્કોર બનાવ્યો હતો. 2015માં તેણે હોબાર્ટમાં સ્કોટલેન્ડ સામે 9 વિકેટે 363 રન બનાવ્યા હતા. 2019માં તેણે ચેસ્ટર લી સ્ટ્રીટ ખાતે વેસ્ટ ઈન્ડીઝ સામે 6 વિકેટે 338 રન બનાવ્યા હતા. પાકિસ્તાન સામે વર્લ્ડ કપ મેચમાં બીજી વખત બે સદી ફટકારી છે.
આ પણ વાંચો – શુભમન ગિલ વર્લ્ડ કપમાંથી પણ થઈ શકે છે બહાર, ભારત-અફઘાનિસ્તાન મેચ બાદ પસંદગીકારોની બેઠક
વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે સદીની ભાગીદારી
અગાઉ 2019માં જો રૂટ અને જોસ બટલરે નોટિંગહામમાં સદી ફટકારી હતી. રૂટે 107 અને બટલરે 103 રન બનાવ્યા હતા. ચોથી વખત શ્રીલંકા તરફથી વર્લ્ડ કપની મેચમાં બે સદીની ભાગીદારી થઈ હતી. પ્રથમ વખત 1996માં કેન્યા સામે, 2015માં મેલબોર્નમાં બાંગ્લાદેશ, 2015માં વેલિંગ્ટનમાં ઈંગ્લેન્ડ સામે અને 2023માં હૈદરાબાદમાં પાકિસ્તાન સામે આ ભાગીદારી થઇ છે.
સાદિરા સમરવિક્રમાની વન-ડે માં પ્રથમ સદી
સાદિરા સમરવિક્રમાની વન-ડેમાં આ પ્રથમ સદી હતી. શ્રીલંકાની ઇનિંગ્સના અંત પછી તેણે કહ્યું કે આ મેચમાં પ્રદર્શનથી ખરેખર ખુશ છું. મેં આ પહેલા સદી ફટકારી ન હતી. હું મારી કારકિર્દીમાં સદી ફટકારવા માંગતો હતો, આજે હું ખરેખર ખુશ છું. પથુમ નિસાંકા અને કુસલ મેન્ડિસે સારી બેટિંગ કરી હતી. મારી યોજના સકારાત્મક બેટિંગ કરવાની હતી અને કુસલને સ્ટ્રાઇક આપવાની હતી. આ એક શાનદાર ભાગીદારી હતી. પ્રથમ કેટલીક ઓવરોમાં, જ્યારે હું બેટિંગ કરતો હતો, ત્યારે વિકેટ ખરેખર સારી હતી. ફાસ્ટ બોલરોને છેલ્લી 15 ઓવરમાં થોડી મદદ મળી. મને લાગે છે કે છેલ્લી કેટલીક ઓવરો બેટિંગ કરવા માટે સરળ ન હતી. નવા બોલ પછી આ વિકેટ પર પેસ ઓફ સારો વિકલ્પ છે.





