South Africa vs Australia Sem-Final, World Cup 2023 : બોલરોના શાનદાર પ્રદર્શન બાદ ટ્રેવિસ હેડની અડધી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023ની સેમિ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે 3 વિકેટે વિજય મેળવ્યો હતો. દક્ષિણ આફ્રિકા 49.4 ઓવરમાં 212 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 47.2 ઓવરમાં 7 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં પહોંચી ગયું છે. હવે તે 19 નવેમ્બરે ભારત સામે ફાઇનલમાં રમશે. બીજી તરફ દક્ષિણ આફ્રિકાનું ફાઇનલમાં પહોંચવાનું સપનું ફરી એક વખત રોળાયું છે.
ઓસ્ટ્રેલિયા ઇનિંગ્સ
-દક્ષિણ આફ્રિકા તરફથી કોત્ઝે અને શમ્સીએ સૌથી વધારે 2-2 વિકેટ ઝડપી.
-મિચેલ સ્ટાર્કના અણનમ 16 અને પેટ કમિન્સના અણનમ 14 રન.
ઓસ્ટ્રેલિયાએ 41.3 ઓવરમાં 200 રન પુરા કર્યા.
-જોશ ઇંગ્લિશ 49 બોલમાં 3 ફોર સાથે 28 રન બનાવી કોત્ઝેની ઓવરમાં બોલ્ડ થયો.
-સ્ટિવન સ્મિથ 62 બોલમાં 2 ફોર સાથે 30 રન બનાવી કોત્ઝેની ઓવરમાં આઉટ થયો.
-ઓસ્ટ્રેલિયાએ 27 ઓવરમાં 150 રન પુરા કર્યા.
-ગ્લેન મેક્સવેલ 5 બોલમાં 1 રન બનાવી શમ્સીની ઓવરમાં બોલ્ડ.
-લાબુશેન 31 બોલમાં 18 રન બનાવી શમ્સીની ઓવરમાં એલબી આઉટ થયો.
-ટ્રેવિસ હેડ 48 બોલમાં 9 ફોર 2 સિક્સર સાથે 62 રન બનાવી મહારાજની ઓવરમાં બોલ્ડ થયો.
-ઓસ્ટ્રેલિયાએ 13.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-ટ્રેવિસ હેડે 40 બોલમાં 8 ફોર 2 સિક્સર સાથે 50 રન પુરા કર્યા.
-મિચેલ માર્શ 6 બોલમાં ખાતું ખોલાયા વિના રબાડાનો શિકાર બન્યો.
-ડેવિડ વોર્નર 18 બોલમાં 1 ફોર 4 સિક્સર સાથે 29 રન બનાવી આઉટ થયો.
-ઓસ્ટ્રેલિયાએ 5.2 ઓવરમાં 50 રન પુરા કર્યા
આ પણ વાંચો – ભારતીય ક્રિકેટ ટીમનું અમદાવાદમાં આગમન, 19 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ
દક્ષિણ આફ્રિકા ઇનિંગ્સ
-ઓસ્ટ્રેલિયા તરફથી કમિન્સ અને સ્ટાર્કે 3-3 વિકેટ ઝડપી. હેઝલવુડ અને ટ્રેવિસ હેડને 2-2 વિકેટ મળી
-દક્ષિણ આફ્રિકા 49.4 ઓવરમાં 212 રનમાં ઓલઆઉટ.
-કાગિસો રબાડા 10 રન બનાવી કમિન્સનો શિકાર બન્યો.
-ડેવિડ મિલર 116 બોલમાં 8 ફોર 5 સિક્સર સાથે 101 રન બનાવી કમિન્સની ઓવરમાં કેચ આઉટ થયો.
-ડેવિડ મિલરે 115 બોલમાં 8 ફોર 5 સિક્સર સાથે સદી ફટકારી.
-દક્ષિણ આફ્રિકાએ 47.1ઓવરમાં 200 રન પુરા કર્યા.
-કેશવ મહારાજ 8 બોલમાં 4 રન બનાવી સ્ટાર્કની ઓવરમાં કેચ આઉટ થયો.
-ગેરાલ્ડ 39 બોલમાં 2 ફોર સાથે 19 રન બનાવી કમિન્સનો શિકાર બન્યો.
-દક્ષિણ આફ્રિકાએ 38.2 ઓવરમાં 150 રન પુરા કર્યા.
-ડેવિડ મિલરે 70 બોલમાં 4 ફોર 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-માર્કો જાન્સેન પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના હેડની ઓવરમાં એલબી આઉટ.
-ક્લાસેન 48 બોલમાં 4 ફોર 2 સિક્સર સાથે 47 રન બનાવી હેડની ઓવરમાં બોલ્ડ થયો.
-દક્ષિણ આફ્રિકાએ 28 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-દક્ષિણ આફ્રિકાએ 16.5 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-વાન ડેર ડુસેન 31 બોલમાં 6 રન બનાવી હેઝલવુડનો શિકાર બન્યો.
-માર્કરામ 20 બોલમાં 2 ફોર સાથે 10 રન બનાવી સ્ટાર્કની ઓવરમાં કેચ આઉટ થયો.
-ક્વિન્ટોન ડી કોક 14 બોલમાં 3 રન બનાવી હેઝલવુડનો શિકાર બન્યો.
-ટેમ્બા બાવુમા 4 બોલમાં ખાતું ખોલાયા વિના સ્ટાર્કની ઓવરમાં કેચ આઉટ થયો.
-દક્ષિણ આફ્રિકાના કેપ્ટન બાવુમાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ઓસ્ટ્રેલિયા : ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટિવન સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ, પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.
દક્ષિણ આફ્રિકા : ક્વિન્ટન ડી કોક, ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાસી વાન ડેર ડ્યુસેન, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જાન્સેન, કેશવ મહારાજ, ગેરાલ્ડ કોએત્ઝી, કાગિસો રબાડા, તબરેઝ શમ્સી





