Indian Cricket Team Knockout Records : ICC વર્લ્ડ કપ 2023 હવે નોકઆઉટ તબક્કામાં છે. ભારત, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગયા છે. ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.
આ મેચ જીતીને ભારતીય ટીમ પાસે 2019ની સેમિ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે મળેલી હારનો બદલો લેવાની તક પણ છે. ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. ભારતીય ટીમને ફાઇનલમાં પહોંચવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
જોકે નોકઆઉટનું દબાણ સહન કરવા અંગે ક્રિકેટ નિષ્ણાંતો વચ્ચે પણ ચર્ચા છે. ઘણા લોકો માને છે કે ભારતીય ટીમ નોકઆઉટના દબાણમાં રમી શકતી નથી. જોકે ટીમ ઈન્ડિયાના રેકોર્ડ પર નજર કરીએ તો આંકડા તેનાથી વિપરિત કહાની કહે છે. નોકઆઉટ સ્ટેજમાં ભારતના ખરાબ પ્રદર્શનની વાત ખોટી સાબિત થતી જોવા મળી રહી છે.
ભારતે 84માંથી 44 મેચ જીતી હતી
ભારતીય ક્રિકેટ ટીમે વન-ડે ઈન્ટરનેશનલના નોકઆઉટ તબક્કામાં અત્યાર સુધી 89 મેચ રમી છે. જેમાંથી તેણે 44માં જીત મેળવી છે, જ્યારે 40માં હારનો સામનો કરવો પડ્યો છે. પાંચ મેચ અનિર્ણિત રહી હતી. આ રીતે તેણે 84 માંથી 44 મેચ જીતી છે, જેનો અર્થ છે કે તેની સફળતાનો દર 52% થી વધુ છે.
આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023 : સેમિ ફાઇનલ મેચ પહેલા કોચ રાહુલ દ્રવિડે કહ્યું – ક્રિકેટમાં જીતની કોઇ ગેરન્ટી હોતી નથી
છેલ્લી 10 મેચમાં ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે હાર્યું
જો આપણે ભારતની છેલ્લી 10 નોકઆઉટ મેચોની વાત કરીએ તો પણ ભારતનો હાથ ઉપર હોય તેવું લાગે છે. ભારતે છેલ્લી 10 નોકઆઉટ મેચોમાંથી 7 માં જીત મેળવી છે, જ્યારે 3 મેચ હારનો સામનો કરવો પડ્યો છે. આ સિવાય ભારતે છેલ્લી 13 નોકઆઉટ મેચોમાંથી 10 મેચમાં જીત મેળવી છે.
વન-ડે માં છેલ્લી 10 નોકઆઉટ મેચોમાં ભારતનું પ્રદર્શન
તારીખ હરિફ પરિણામ મેદાન ટૂર્નામેન્ટ 20 જૂન 2013 શ્રીલંકા 8 વિકેટે જીત કાર્ડિફ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 23 જૂન 2013 ઈંગ્લેન્ડ 5 રનથી જીત બર્મિંગહામ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 11 જુલાઈ 2013 શ્રીલંકા એક વિકેટે વિજય પોર્ટ ઓફ સ્પેન ટ્રાઇ નેશન શ્રેણી 19 માર્ચ 2015 બાંગ્લાદેશ 109 રનથી જીત મેલબોર્ન ICC ક્રિકેટ વર્લ્ડ કપ 26 માર્ચ 2015 ઓસ્ટ્રેલિયા 95 રનથી પરાજય સિડની ICC ક્રિકેટ વર્લ્ડ કપ 15 જૂન 2017 બાંગ્લાદેશ 9 વિકેટે જીત બર્મિંગહામ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 18 જૂન 2017 પાકિસ્તાન 180 રનથી પરાજય ઓવલ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 28 સપ્ટેમ્બર 2018 બાંગ્લાદેશ 3 વિકેટે જીત દુબઈ (DSC) એશિયા કપ 09 જુલાઈ 2019 ન્યૂઝીલેન્ડ 18 રનથી પરાજય માન્ચેસ્ટર ICC ક્રિકેટ વર્લ્ડ કપ 17 સપ્ટેમ્બર 2023 શ્રીલંકા 10 વિકેટે વિજય કોલંબો (RPS) એશિયા કપ





