World Cup 2023, Ind vs AUS: ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયા સામે મેચમાં વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. આ ઇનિંગ્સ દરમિયાન વિરાટ કોહલી ભારત માટે આઇસીસીની ઈવેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. આ મેચમાં ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ નિરાશાજનક રહી હતી અને ટીમના ત્રણ ટોચના બેટ્સમેન ઈશાન કિશન, રોહિત શર્મા અને શ્રેયસ ઐયર શૂન્ય પર આઉટ થઈ ગયા હતા. આ પછી કોહલીએ કેએલ રાહુલ સાથે મળીને ઇનિંગ્સને સંભાળી હતી અને કેટલાક શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો
વિરાટ કોહલી હવે ભારત તરફથી આઇસીસી ઇવેન્ટ્સ (વન-ડે અને ટી-20)માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. સચિને અત્યાર સુધીમાં ભારત માટે વન-ડે અને ટી-20માં મળીને કુલ 2719 રન બનાવ્યા હતા. હવે વિરાટ કોહલીએ 2720 રન બનાવીને આ રકોર્ડ તોડી નાખ્યો છે. આ લિસ્ટમાં રોહિત શર્મા 2422 રન સાથે ત્રીજા નંબર પર છે. વિરાટ કોહલીએ 65મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. જ્યારે 52 ઇનિંગ્સમાં આટલા રન બનાવ્યા હતા જ્યારે રોહિતે 46 ઇનિંગ્સમાં રન બનાવ્યા છે.
આઇસીસી વ્હાઇટ બોલ ટૂર્નામેન્ટમાં ભારત માટે સૌથી વધુ રન
2720 રન – વિરાટ કોહલી2719 રન – સચિન તેંડુલકર2422 રન – રોહિત શર્મા1707 રન – યુવરાજ સિંહ1671 રન – સૌરવ ગાંગુલી1492 રન – એમએસ ધોની1487 રન – રાહુલ દ્રવિડ
આ પણ વાંચો – ભારતે જીત સાથે અભિયાનની શરૂઆત કરી, વિરાટ કોહલી, કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા ઝળક્યા
કોહલીએ સંગાકારાનો રેકોર્ડ તોડ્યો
વર્લ્ડ કપમાં નોન ઓપનર તરીકે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં (વન-ડે અને ટી-20 સહિત) પણ વિરાટ કોહલી પ્રથમ ક્રમે આવી ગયો છે અને તેણે કુમાર સંગાકારાને પાછળ રાખી દીધો છે. કોહલીના હવે 2205 રન (સમાચાર લખતા સમયે) છે જ્યારે કુમાર સંગાકારાના નામે 2193 રન હતા. શાકિબ અલ હસન 1893 રન સાથે ત્રીજા જ્યારે રિકી પોન્ટિંગ 1829 રન સાથે ચોથા ક્રમે છે.
વર્લ્ડ કપમાં (વન-ડે અને ટી-20 વર્લ્ડ કપ)નોન-ઓપનર તરીકે સૌથી વધુ રન
2205 રન – વિરાટ કોહલી2193 રન – કુમાર સંગાકારા1893 રન – શાકિબ અલ હસન1829 રન – રિકી પોન્ટિંગ





