India vs Australia World Cup 2023 Final Match in Ahmedabad : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ પહેલા 9 દિગ્ગજ ખેલાડીઓએ ભારતની જીતની ભવિષ્યવાણી કરી છે. આશ્ચર્યની વાત એ છે કે આમાં ઓસ્ટ્રેલિયાના બે પૂર્વ કેપ્ટન પણ સામેલ છે. શેન વોટસન અને એરોન ફિન્ચે ભારતની જીતનો દાવો કર્યો છે. વોટસને કહ્યું છે કે ટીમ ઈન્ડિયા આ સમયે શાનદાર ફોર્મમાં છે. તેમના બેટ્સમેન અને બોલરો સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા માટે તેને રોકવો ખૂબ મુશ્કેલ હશે.
વોટસન અને ફિન્ચે શું કહ્યું?
ઓસ્ટ્રેલિયાના અન્ય એક પૂર્વ કેપ્ટન એરોન ફિન્ચે પણ ભારતીય ટીમની જીતનો દાવો કર્યો છે. તેણે કહ્યું છે કે આ વર્લ્ડ કપમાં ભારતે અવિશ્વસનીય ક્રિકેટ મેચ રમી છે, તેથી ટીમ ઈન્ડિયા ફાઇનલમાં મજબૂત દેખાઈ રહી છે. વોટસન અને ફિન્ચ ઉપરાંત ઈમરાન તાહિરે કહ્યું છે કે રોમાંચક ફાઈનલ જોવા મળશે, પરંતુ ટીમ ઈન્ડિયા મજબૂત દાવેદાર છે. ભારતે દરેક વિભાગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જો તમે મને પૂછશો તો હું ભારતને ક્રિકેટની બ્રાન્ડ તરીકે પસંદ કરીશ.
આ અનુભવીઓ પણ ભારતને મજબૂત દાવેદાર માનતા હતા
આ સિવાય માઈકલ વોન, ઈયાન બિશપ, પાર્થિવ પટેલ, ગૌતમ ગંભીર, દિનેશ કાર્તિક અને ઈરફાન પઠાણે પણ ફાઇનલમાં ટીમ ઈન્ડિયાની જીતનો દાવો કર્યો છે. તમને જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 20 વર્ષ પછી વર્લ્ડ કપની ફાઈનલ રમાશે. આ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા 2003ના વર્લ્ડ કપની ફાઇનલમાં ટકરાયા હતા. ત્યાં ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે એ પ્રથમ બેટિંગ કરીને 359 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 234 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
આ પણ વાંચો | વર્લ્ડ કપ 2023 ફાઈનલમાં વિરાટ કોહલીનું બેટ કમાલ દેખાડશે? ઓસ્ટ્રેલિયા ટીમ સામે કોહલીની બેટિંગ પર એક નજર
ICC એ અમ્પાયરોના નામ જાહેર કર્યા (ICC Umpire For IND VS AUS World Cup 2023 Final)
આઈસીસીએ શુક્રવારે વર્લ્ડ કપ મેચ માટે અમ્પાયરોના નામની ઘોષણા કરી છે. ઈંગ્લેન્ડના રિચાર્ડ ઈલિંગવર્થ અને રિચર્ડ કેટલબર્ગને ઓન-ફીલ્ડ અમ્પાયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. કેટલબર્ગ બીજી વખત વર્લ્ડ કપ ફાઇનલમાં જોવા મળશે. છેલ્લી વખત તેણે શ્રીલંકાના કુમાર ધર્મસેના સાથે અમ્પાયરિંગ કર્યું હતું. આ બંને આ વર્ષે સેમિફાઇનલમાં પણ આમને-સામને છે. જ્યારે જોયલ વિલ્સન થર્ડ અમ્પાયર અને ક્રિસ ગેફેન ચોથા અમ્પાયર હશે. એન્ડી પાયક્રોફ્ટ મેચ રેફરી હતા.