World Cup 2023 | વર્લ્ડ કપ 2023 : સેમિ-ફાઇનલ મેચનું શેડ્યૂલ, રોહિત શર્મા 4 વર્ષ પછી લેશે વિરાટ કોહલીનો બદલો!

World Cup 2023 Semi Final Schedule : ભારત અને ન્યૂઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે સેમિફાઈનલ મેચ રવામાં આવશે. તો જોઈએ સેમિફાઈનલ મેચોનું શિડ્યુલ.

World Cup 2023 Semi Final Schedule : ભારત અને ન્યૂઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે સેમિફાઈનલ મેચ રવામાં આવશે. તો જોઈએ સેમિફાઈનલ મેચોનું શિડ્યુલ.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
World Cup 2023 Semi Final Schedule | India vs New Zealand

ક્રિકેટ વર્લ્ડ કપ 2023 સેમિ ફાઈનલ શિડ્યુલ

World Cup 2023 Semi Final Schedule : પાકિસ્તાન ક્રિકેટ ટીમ ODI વર્લ્ડ કપ 2023 માંથી બહાર થઈ ગઈ છે અને ભારત સિવાય દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડે સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે. પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમ નંબર વન અને ન્યુઝીલેન્ડની ટીમ ચોથા નંબરે છે. પ્રથમ સેમીફાઈનલમાં ભારતીય ટીમ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે અને બંને ટીમો વચ્ચેની આ મેચ 15મી નવેમ્બરે રમાશે. 4 વર્ષ બાદ ODI વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ભારત અને કિવી ટીમ ફરી એક બીજા સામે ટકરાશે અને રોહિત શર્મા પાસે વિરાટ કોહલીનો બદલો લેવાની તક હશે.

Advertisment

વિરાટ કોહલીનો બદલો રોહિત શર્મા લેશે

ચાર વર્ષ પહેલા, ODI વર્લ્ડ કપ 2019 માં, પ્રથમ સેમિફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં રમાઈ હતી. આ મેચમાં કીવી ટીમે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટે 239 રન બનાવ્યા હતા. આ મેચમાં કિવી ટીમના કેપ્ટન કેન વિલિયમસને 60 રન બનાવ્યા હતા, જ્યારે રોસ ટેલરે 74 રન બનાવ્યા હતા. ભારતને જીતવા માટે 240 રનનો ટાર્ગેટ હતો, પરંતુ ટીમ 49.3 ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને 18 રનથી હારી ગઈ હતી અને ફાઇનલમાં પહોંચવાનું ચૂકી ગઈ હતી. વિરાટ કોહલીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાને આ હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ હવે 4 વર્ષ બાદ રોહિત શર્મા પાસે વિરાટ કોહલીની તે હારનો બદલો લેવાની શાનદાર તક છે.

સેમી-ફાઇનલ મેચો ક્યારે રમાશે?

તમને જણાવી દઈએ કે ODI વર્લ્ડ કપ 2023 ની પ્રથમ સેમી ફાઈનલ મેચ 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે, જ્યારે બીજી સેમીફાઈનલ મેચ 16 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાશે. જ્યારે ભારત અને ન્યુઝીલેન્ડ પ્રથમ સેમિફાઇનલમાં ટકરાશે, જ્યારે દક્ષિણ આફ્રિકા બીજી સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. બંને વિજેતા ટીમો વચ્ચે ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

આ પણ વાંચો - IND vs NZ : ભારત ન્યૂઝીલેન્ડ સેમિ ફાઇનલ મેચમાં વરસાદ પડે તો શું આવે પરિણામ, જાણો ICC ના નિયમો શું કહે છે

Advertisment

સેમિ-ફાઇનલ મેચોનું સમયપત્રક

1લી સેમી-ફાઇનલ – ભારત વિ ન્યુઝીલેન્ડ – 15 નવેમ્બર, વાનખેડે સ્ટેડિયમ (મુંબઈ)
બીજી સેમી-ફાઇનલ - દક્ષિણ આફ્રિકા વિ ઓસ્ટ્રેલિયા - 16 નવેમ્બર, ઇડન ગાર્ડન્સ (કોલકાતા)

ભારત ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ World Cup 2023 ગુજરાતી ન્યૂઝ ક્રિકેટ