બ્રિસબેનમાં વરસાદ, ત્રીજી ટેસ્ટ ધોવાઇ જાય તો WTC ફાઇનલમાં કેવી રીતે પહોંચશે ભારત, આવું છે સમીકરણ

WTC Points Table: બ્રિસબેનના ગાબા ખાતે યોજાનારી ત્રીજી ટેસ્ટ પર વરસાદનો ખતરો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલના કારણે રસપ્રદ બની છે

Written by Ashish Goyal
December 12, 2024 18:25 IST
બ્રિસબેનમાં વરસાદ, ત્રીજી ટેસ્ટ ધોવાઇ જાય તો WTC ફાઇનલમાં કેવી રીતે પહોંચશે ભારત, આવું છે સમીકરણ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ફાઇલ ફોટો)

ICC World Test Championship Points Table : બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 1-1થી બરાબરી પર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલના કારણે રસપ્રદ બની છે. જોકે બ્રિસબેનના ગાબા ખાતે યોજાનારી ત્રીજી ટેસ્ટ પર વરસાદનો ખતરો છે. બ્રિસબેનમાં બુધવારે (11 ડિસેમ્બર) 75.8 મીટર વરસાદ થયો હતો.

2024માં બ્રિસબેનનો આ બીજો સૌથી વધુ વરસાદવાળો દિવસ હતો. સામાન્ય રીતે ડિસેમ્બરમાં અહીં વરસાદ પડતો નથી. આવી સ્થિતિમાં શનિવારથી (14 ડિસેમ્બર)ગાબા ખાતે રમાનાર મેચ પર વરસાદમાં ધોવાઈ જવાનું જોખમ છે. જો ટેસ્ટ મેચ ધોવાઇ જાય તો ડબલ્યુટીસી ફાઇનલની રેસ પર શું અસર પડશે.

ડબ્લ્યુટીસીની ફાઇનલમાં પહોંચવા માટે ભારતનું સમીકરણ

ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરવા માટે ભારતે ઓસ્ટ્રેલિયા સામે બાકી રહેલી ત્રણ ટેસ્ટ મેચોમાંથી બે માં જીત અને એક મેચ ડ્રો કરવી જરુરી છે. તેનાથી ભારતનો પીસીટી 60.53 ટકા થઈ જશે અને તે દક્ષિણ આફ્રિકા પછી ઓછામાં ઓછું બીજા ક્રમે રહેશે. આવું થયા પછી ઓસ્ટ્રેલિયા શ્રીલંકામાં 2-0થી જીત મેળવે છતા તેના 57.02 પીસીટી થઇ શકે છે.

આ પણ વાંચો – Year Ender 2024 : ટીમ ઇન્ડિયા 2024માં અત્યાર સુધીમાં કુલ 14 ટેસ્ટ મેચ રમ્યું, આવો રહ્યો છે રેકોર્ડ

ડબલ્યુટીસીની ફાઇનલમાં પહોંચવા માટે ઓસ્ટ્રેલિયાનું સમીકરણ

ઓસ્ટ્રેલિયાએ ડબલ્યુટીસી ફાઇનલમાં પહોંચવા માટે 3માંથી 2 મેચ જીતવી જરૂરી છે. જો ગાબા ટેસ્ટ ધોવાઈ જાય તો તેણે બંને મેચ જીતવી પડશે. જો આમ થશે તો શ્રીલંકામાં તે બંને મેચ હારી જશે તો પણ તે લોર્ડ્ઝની ટિકિટ ફાઇનલ કરી લેશે. તેનો પીસીટી 55.26નો રહેશે. ભારતનો 53.51 પીસીટી અને શ્રીલંકાનો 53.85 પીસીટી હશે.

દક્ષિણ આફ્રિકાને 1 જીતની જરૂર

દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને 2-0થી ક્લિન સ્વીપ કરતાં ડબલ્યુટીસીની ફાઈનલમાં પ્રવેશવાની શક્યતા વધુ મજબુત કરી હતી. તેણે પાકિસ્તાન સામેની શ્રેણીમાં માત્ર એક જ મેચ જીતવાની છે અને તે ફાઈનલમાં પ્રવેશ કરી લેશે. 1-1થી શ્રેણી ડ્રો રહેવા પર તેનો પીસીટી 61.11 થશે. ભારત કે ઓસ્ટ્રેલિયામાંથી ફક્ત એક જ ટીમ તેની આગળ નીકળી શકશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ