વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ઇનામી રકમમાં જંગી વધારો, ચેમ્પિયન ટીમને મળશે આટલા કરોડ રૂપિયા

WTC Final Prize Money : જય શાહની અધ્યક્ષતાવાળી આઈસીસીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2025 માટે બમ્પર ઇનામી રકમની જાહેરાત કરી. ફાઇનલ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 11 થી 15 જૂન દરમિયાન લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે

WTC Final Prize Money : જય શાહની અધ્યક્ષતાવાળી આઈસીસીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2025 માટે બમ્પર ઇનામી રકમની જાહેરાત કરી. ફાઇનલ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 11 થી 15 જૂન દરમિયાન લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
World Test Championship | વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ

World Test Championship: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (Photo: સોશિયલ મીડિયા)

WTC Final Prize Money : જય શાહની અધ્યક્ષતાવાળી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ગુરુવારે (15 મે) વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2025 માટે બમ્પર ઇનામી રકમની જાહેરાત કરી છે. ભારતને બે વખત ફાઇનલ રમવા માટે એટલી રકમ મળી ન હતી જેટલી આ વખતે ન રમવા પર મળી રહી છે. આઇસીસીએ ડબલ્યુટીસી સાઇકલ 2023-25માં ઇનામી રકમ 5.76 મિલિયન ડોલર (49.31 કરોડ રૂપિયા) કરી દીધી છે. આ રકમ અગાઉના 2 વર્ઝન કરતા ડબલ છે.

Advertisment

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 11 થી 15 જૂન દરમિયાન લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ચેમ્પિયનને 3.6 મિલિયન ડોલર (30.82 કરોડ રૂપિયા) મળશે, જે 2021 અને 2023 બંનેમાં 1.6 મિલિયન ડોલર (13.23 કરોડ રૂપિયા)થી ઘણા વધારે છે.

રનર્સ અપને મળશે 18.49 કરોડ રૂપિયા

રનર્સ-અપને 2.16 મિલિયન ડોલર (18.49 કરોડ રૂપિયા) મળશે. 2023માં આ રકમ 800,000 ડોલર (6.61 કરોડ રૂપિયા) હતી. દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. પાકિસ્તાન, વેસ્ટ ઇન્ડીઝ, બાંગ્લાદેશ અને શ્રીલંકા સામેની શ્રેણી જીત અને ભારત સામેની ઘરઆંગણાની શ્રેણી ડ્રો કર્યા બાદ ફાઇનલમાં પ્રવેશ કરનારી પ્રથમ ટીમ બની હતી.

આ પણ વાંચો - રોહિત શર્મા અને કોહલી હવે ભારત તરફથી ક્યારે રમશે, આવો છે 2025-26નો ટીમ ઇન્ડિયાનો વન-ડે કાર્યક્રમ

Advertisment

ભારતને મળશે 12.31 કરોડ રૂપિયા

ઓસ્ટ્રેલિયાએ આ વર્ષના પ્રારંભે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતને 3-1થી હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય કર્યું હતું. પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રહેલી બે વખતની રનર્સ અપ ટીમ ઈન્ડિયાને 1.44 કરોડ ડોલર (રુપિયા 12.31 કરોડ)ની ત્રીજી સૌથી મોટી ઈનામી રકમ મળશે. આ રકમ 2023માં મળેલી રકમ કરતા ડબલ છે.

આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 પ્રાઇઝ મની પૂલ

પોઝિશનટીમઇનામની રકમ (અમેરિકન ડોલર)રૂપિયા
ચેમ્પિયનઓસ્ટ્રેલિયા/દક્ષિણ આફ્રિકા3,600,00030.82 કરોડ રૂપિયા
રનર્સ-અપઓસ્ટ્રેલિયા/દક્ષિણ આફ્રિકા2,160,00018.49 કરોડ રૂપિયા
3ભારત1,440,00012.31 કરોડ રૂપિયા
4ન્યૂઝીલેન્ડ1,200,00010.26 કરોડ રૂપિયા
5ઇંગ્લેન્ડ960,0008.21 કરોડ રૂપિયા
6શ્રીલંકા840,0007.18 કરોડ રૂપિયા
7બાંગ્લાદેશ720,0006.15 કરોડ રૂપિયા
8વેસ્ટ ઇન્ડિઝ600,0005.13 કરોડ રૂપિયા
9પાકિસ્તાન480,0004.10 કરોડ રૂપિયા
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ