RCB vs UPW Highlights: વિમેન્સ પ્રીમિયર લીગ આશા શોભનાની કમાલ, રોયલ ચેલેન્જર્સ બેંગલોરની યૂપી વોરિયર્સ સામે રોમાંચક જીત

WPL 2024 RCB vs UPW Highlights: વિમેન્સ પ્રીમિયર લીગ બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની બોલર આશા શોભનાએ કમાલ બતાવતાં યુપી વોરિયર્સના હાથમાંથી જીત હારમાં પલટાઇ. રોયલ ચેલેન્જર્સ બેંગલોરની યુવા બોલર આશા શોભનાએ યૂપીની પાંચ વિકેટ લીધી હતી.

WPL 2024 RCB vs UPW Highlights: વિમેન્સ પ્રીમિયર લીગ બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની બોલર આશા શોભનાએ કમાલ બતાવતાં યુપી વોરિયર્સના હાથમાંથી જીત હારમાં પલટાઇ. રોયલ ચેલેન્જર્સ બેંગલોરની યુવા બોલર આશા શોભનાએ યૂપીની પાંચ વિકેટ લીધી હતી.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
WPL 2024 | Royal Challengers Bangalore | UP Warriorz

WPL 2024 RCB vs UPW Highlights: વિમેન્સ પ્રીમિયર લીગની બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો યૂપી સામે વિજય

મહિલા પ્રીમિયર લીગ ની બીજી મેચ શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) અને યૂપી વોરિયર્સ વચ્ચે રમાઇ હતી. બેંગલોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ભારે રસાકસીના અંતે રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો 2 રનથી વિજય થયો હતો. યૂપી વોરિયર્સે જીત માટે મરણિયો પ્રયાસ કર્યો હતો. પરંતુ આરસીબીની બોલર શોભના આશા યૂપી વોરિયર્સને ભારે પડી હતી.

Advertisment

વિમેન્સ પ્રીમિયર લીગની બીજી મેચમાં ટોસ જીતી યૂપી વોરિયર્સે ફિલ્ડીંગ લીધી હતી. સ્મૃતિ મંધાનાના નેતૃત્વમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પ્રથમ દાવ લેતાં 20 ઓવરમાં છ વિકેટ પર 157 રન બનાવ્યા હતા. જેમાં રિચા ઘોષ 62 રન અને સબ્બિનેની મેઘનાએ 53 રનની શાનદાર ઇનિંગ રમી હતી. કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 13 રન, સોફી ડિવાઇને 1 રન, એલિસ પૈરીએ 8 રન, જોજ્રિયા વેયરહમ શૂન્ય રન, સોફી મોલિનેક્સ 9 અને શ્રેયંકા પાટિલે 8 રન બનાવ્યા હતા.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર દ્વારા અપાયેલ 158 રનનો પીછો કરતાં બેટીંગમાં ઉતરેલ યૂપી વોરિયર્સની ટીમ શરુઆતમાં ખાસ કંઇ દમ બતાવી શકી ન હતી. 20 ઓવરના અંતે ટીમ 155 રન બનાવી શકી હતી અને બેંગલોરનો 2 રનથી વિજય થયો હતો. યૂપી તરફથી સૌથી વધુ રન ગ્રેસ હેરિસે 38 રન બનાવ્યા હતા. શ્વેતા શેહરાવત 31 રન, તહિલા મેકગ્રાથ 22 રન, વ્રિન્દા ડેનિશ 18 રન, પૂનમ ખેમ્નાર 14 રન બનાવી શકી હતી. કેપ્ટન એલિસા હીલી માત્ર 5 રન બનાવી આઉટ થઇ હતી.

આ પણ વાંચો - WPL 2024 પ્રથમ મેચમાં મુંબઇએ દિલ્હીને હરાવ્યું

રોયલ ચેલેન્જર્સ બેંગલોરની બોલર આશા શોભના યૂપી વોરિયર્સ માટે જાણે કાળ બની હતી. આશા શોભનાએ બોલિંગમાં શાનદાર દેખાવ કર્યો હતો. આશા શોભનાએ 4 ઓવરમાં 22 રન આપી 5 વિકેટ લીધી હતી. આશાએ 17મી ઓવરમાં 2 રન આપી 3 વિકેટ લીધી હતી. જ્યોર્જિયા વેરહામે 3 ઓવરમાં 23 રન આપી એક વિકેટ ઝડપી હતી. સોફિ મોલિનેક્સે 4 ઓવરમાં 36 રન આપી એક વિકેટ ઝડપી હતી.

Advertisment

આશા શોભના જેણે સૌના દિલ જીત્યા

આશા શોભના રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બોલિંગ આલરાઉન્ડર છે. આશા શોભનાનો જન્મ 1 જાન્યુઆરી 1991માં કેરળના ત્રિવેન્દ્રમ ખાતે થયો હતો. 32 વર્ષિય આશા શોભના લેગબ્રેક ગુગલી બોલર છે. વિમેન્સ પ્રીમીયર લીગ પ્રથમ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આશા શોભનાને 10 લાખ રુપિયામાં કરારબધ્ધ કરી હતી. ગત સિઝનમાં આશાએ 5 મેચમાં 5 વિકેટ લીધી હતી. જ્યારે આશા શોભનાએ બીજી સિઝનમાં પહેલી મેચમાં જ 5 વિકેટ લઇ સૌના દિલ જીતી લીધા છે. આશાએ એક ઓવરમાં ત્રણ વિકેટ લીધી હતી.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા આયોજિત વિમેન્સ પ્રીમિયર લીગ 2024 શુક્રવારને 23 ફ્રેબ્રુઆરીથી પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ મેચ મુંબઇ અને દિલ્હી વચ્ચે રમાઇ હતી. જેમાં મુંબઇ ઇન્ડિયન્સનો વિજય થયો હતો.

વિમેન્સ પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પોર્ટ્સ