Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/WPL-2024-RCB-Champion-Records.jpg)
WPL 2024 Records : વુમન પ્રીમિયર લીગ 2024 માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર ચેમ્પિયન બન્યું અને સમગ્ર ટુર્નામેન્ટમાં બન્યા અનેક રેકોર્ડ્સ (ફોટો ક્રેડિટ - wplt20)
WPL 2024 RCB Champion : વિમેન્સ પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ ચેમ્પિયન બની છે. આરસીબીની ટીમ પ્રથમ વખત ચેમ્પિયન બનવા સફળ રહી છે. ફાઇનલમાં આરસીબીની મહિલા ટીમે દિલ્હી કેપિટલ્સની મહિલા ટીમ સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. દિલ્હી 18.3 ઓવરમાં 113 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં આરસીબીએ 19.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ ટૂર્નામેન્ટમાં હવે ખતમ થઇ ગઇ છે. અમે તમને ટૂર્નામેન્ટની મોસ્ટ સિક્સ, મોસ્ટ ફોર, સૌથી વધારે વિકેટ જેવા રેકોર્ડ વિશે જણાવી રહ્યા છીએ.
Advertisment
વિમેન્સ પ્રીમિયર લીગ 2024 રેકોર્ડ્સ
- સૌથી વધુ રન (ઓરેન્જ કેપ) - એલિસા પેરી (347 રન), આરસીબી
- સૌથી વધારે વિકેટ (પર્પલ કેપ) - શ્રેયંકા પાટીલ (13 વિકેટ), આરસીબી
- સૌથી વધારે સિક્સ - શેફાલી વર્મા (20 સિક્સ), દિલ્હી કેપિટલ્સ
- સૌથી વધારે બેટિંગ સ્ટ્રાઇકરેટ - ઇશ વોંગ (250), મુંબઈ ઇન્ડિયન્સ
- સૌથી વધારે ફોર - મેગ લેનિંગ (47), દિલ્હી કેપિટલ્સ
- એક ઇનિંગ્સમાં સૌથી વધારે સિક્સર - હરમનપ્રીત કૌર (5), મુંબઈ ઇન્ડિન્સ
- સૌથી વધારે અડધી સદી - મેગ લેનિંગ (4), દિલ્હી કેપિટલ્સ
- સૌથી ઝડપી અડધી સદી - કિરન નવગિરે (25 બોલમાં), યુપી વોરિયર્સ
- હાઇએસ્ટ સ્કોર - હરમનપ્રીત કૌર (95 અણનમ), મુંબઈ ઇન્ડિન્સ
- બેસ્ટ બેટિંગ એવરેજ - દિપ્તી શર્મા (98.33), યુવી વોરિયર્સ
- સૌથી વધારે મેઇડન - મારિઝેન કેપ (2), દિલ્હી કેપિટલ્સ
- સૌથી વધારે ડોટ બોલ - શબનીમ ઇસ્માઇલ (97), મુંબઈ ઇન્ડિયન્સ
આ પણ વાંચો - મહિલા પ્રીમિયર લીગમાં આરસીબી પ્રથમ વખત ચેમ્પિયન, દિલ્હી કેપિટલ્સને ફાઇનલમાં હરાવ્યું
- બેસ્ટ બોલિંગ એવરેજ - સજીવન સંજના (11.50) મુંબઈ ઇન્ડિયન્સ
- બેસ્ટ ઇકોનોમી રેટ -એલિસ કાપ્સેય (6.12), દિલ્હી કેપિટલ્સ
- બેસ્ટ બોલિંગ - એલિસા પેરી (15 રનમાં 6 વિકેટ), આરસીબી
- હેટ્રિક - દિપ્તી શર્મા, યુપી વોરિયર્સ
- ફેયરપ્લે એવોર્ડ - સ્મૃતિ મંધાના (102 પોઇન્ટ), આરસીબી
- મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર - દિપ્તી શર્મા (214.5 પોઇન્ટ), યુપી વોરિયર્સ
- ટીમનો બેસ્ટ સ્કોર - ગુજરાત જાયન્ટ્સ (199/5)
- ટૂર્નામેન્ટમાં કુલ સિક્સર - 66
- ટૂર્નામેન્ટમાં કુલ ફોર - 295
Advertisment


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us