WPL 2025 : આઈપીએલ પહેલા WPL નો રોમાંચ, જુઓ ટીમ, કાર્યક્રમ અને લાઇવ સ્ટ્રીમિંગ માહિતી

WPL 2025 Date, Schedule : વિમેન્સ પ્રીમિયર લીગ 2025ની શરૂઆત 14 ફેબ્રુઆરીથી થશે. પાંચ ટીમો ફરી એકવાર ટાઇટલ જીતવા માટે પોતાની તાકાત બતાવશે. પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે વડોદરામાં રમાશે

WPL 2025 Date, Schedule : વિમેન્સ પ્રીમિયર લીગ 2025ની શરૂઆત 14 ફેબ્રુઆરીથી થશે. પાંચ ટીમો ફરી એકવાર ટાઇટલ જીતવા માટે પોતાની તાકાત બતાવશે. પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે વડોદરામાં રમાશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
wpl 2025 schedule, wpl 2025

WPL 2025 : વિમેન્સ પ્રીમિયર લીગ 2025ની શરૂઆત 14 ફેબ્રુઆરીથી થશે (તસવીર - @wplt20)

WPL 2025 Date, Players List, Venues And Live Streaming: વિમેન્સ પ્રીમિયર લીગ 2025ની શરૂઆત 14 ફેબ્રુઆરીથી થશે. પાંચ ટીમો ફરી એકવાર ટાઇટલ જીતવા માટે પોતાની તાકાત બતાવશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વર્તમાન ચેમ્પિયન છે. આ વખતે ટૂર્નામેન્ટની તમામ 22 મેચ ચાર શહેરોમાં રમાશે. તમામ મેચો સાંજે 7:30 વાગ્યાથી શરુ થશે. આ મેચો વડોદરા, બેંગ્લુરુ, લખનઉ અને મુંબઇમાં રમાશે. વધુ દર્શકોને આકર્ષવા માટે લખનઉને નવા સ્થળ તરીકે સમાવવામાં આવ્યું છે.

Advertisment

વિમેન્સ પ્રીમિયર લીગનું ફોર્મેટ

વિમેન્સ પ્રીમિયર લીગનું ફોર્મેટ પણ ગત વર્ષ જેવું જ છે. લીગ રાઉન્ડની તમામ મેચો બાદ ગ્રુપ સ્ટેજના અંતે ટેબલમાં ટોચનું સ્થાન મેળવનારી ટીમ સીધી જ ફાઈનલમાં સ્થાન મેળવશે. બીજા અને ત્રીજા સ્થાને રહેનારી ટીમો ફાઈનલ માટે એલિમિનેટર મેચ રમશે.

ટીમની કેપ્ટન

  • દિલ્હી કેપિટલ્સ - મેગ લેનિંગ (ઓસ્ટ્રેલિયા)
  • ગુજરાત જાયન્ટ્સ - એશલે ગાર્ડનર (ઓસ્ટ્રેલિયા)
  • મુંબઇ ઇન્ડિયન્સ - હરમનપ્રીત કૌર (ભારત)
  • યુપી વોરિયર્સ -દીપ્તિ શર્મા (ભારત)
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર -સ્મૃતિ મંધાના (ભારત)

ડબલ્યુપીએલ 2025ની તમામ ટીમો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : સ્મૃતિ મંધાના (કેપ્ટન), સબભિનેની મેઘના, જ્યોર્જિયા વેરેહમ, શ્રેયંકા પાટિલ, આશા શોભના જોય, કીમ ગાર્થ, રેણુકા સિંહ, હેથર ગ્રેહામ, કનિકા આહુજા, ડેની વ્યાટ, ચાર્લી ડીન, એકતા બિષ્ટ, રિચા ઘોષ, એલિસ પેરી, પ્રેમ રાવત, જોશીથા વિજે, રાઘવી બિસ્ટ, જગરવી પવાર.

Advertisment

ગુજરાત જાયન્ટ્સ : એશલે ગાર્ડનર (કેપ્ટન), બેથ મૂની, દયાલન હેમલથા, હરલીન દેઓલ, લૌરા વોલ્વાર્ડટ, શબનમ શકીલ, તનુજા કંવેર, ફોબી લિચફિલ્ડ, મેઘના સિંઘ, કાશવી ગૌતમ, સયાલી સતઘરે, ડીંડ્રા ડોટ્ટિન, સિમરન શેખ, ડેનિયલ ગિબ્સન, પ્રકાશિકા નાઇક, પ્રિયા મિશ્રા, મન્નત કશ્યપ, ભારતી ફુલમાલી.

મુંબઈ ઈન્ડિયન્સ : હરમનપ્રીત કૌર (કેપ્ટન), અમનજોત કૌર, એમેલિયા કેર, ક્લો ટ્રાયોન, પૂજા વસ્ત્રાકર, સૈકા ઈશાક, યાસ્તિકા ભાટિયા, શબનીમ ઈસ્માઈલ, અમનદીપ કૌર, એસ.સજના, કિર્તન, નાદીન ડી ક્લર્ક, જી.કમલિની, સંસ્કૃતિ ગુપ્તા, અક્ષિતા મહેશ્વરી, હેલી મેથ્યૂસ, જિન્તિમની કાલિતા, નતાલી સાઇવર.

આ પણ વાંચો - રજત પાટીદાર RCB નો આઠમો કેપ્ટન બન્યો, કોહલીએ પ્રશંસકોને કરી ખાસ અપીલ

યુપી વોરિયર્સ : દીપ્તિ શર્મા(કેપ્ટન), એલિસા હિલી, અંજલિ સરવાની, ગ્રેસ હેરિસ, કિરણ નવગિરે, તાહલિયા મેકગ્રા, વૃંદા દિનેશ, સાયમા ઠાકોર, પૂનમ ખેમનાર, ગૌહર સુલ્તાના, ચમારી અથાપથ્થુ, ઉમા છેત્રી, રાજેશ્વરી ગાયકવાડ, શ્વેતા સેહરાવત, સોફી એક્લેસ્ટોન, ક્રાંતિ ગૌડ, આરુષિ ગોયલ, અલાના કિંગ.

દિલ્હી કેપિટલ્સ : મેગ લેનિંગ (કેપ્ટન), એલિસ કેપ્સી, અરુંધતી રેડ્ડી, જેમિમાહ રોડ્રિગ્સ, જેસ જોનાસેન, મારિઝેને કપ્પ, મિન્નુ મણિ, રાધા યાદવ, શેફાલી વર્મા, શિખા પાંડે, નંદિની કશ્યપ, એન.ચરાની, સારા બ્રાઇસ, નિકી પ્રસાદ, સ્નેહા દીપ્તિ, તાનિયા ભાટિયા, તિતાસ સાધુ, અન્નાબેલ સધરલેન્ડ.

વિમેન્સ પ્રીમિયર લીગ 2025 કાર્યક્રમ

14 ફેબ્રુઆરીરોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ ગુજરાત જાયન્ટ્સવડોદરા
15 ફેબ્રુઆરીદિલ્હી કેપિટલ્સ વિ મુંબઇ ઈન્ડિયન્સવડોદરા
16 ફેબ્રુઆરીગુજરાત જાયન્ટ્સ વિ યુપી વોરિયર્સવડોદરા
17 ફેબ્રુઆરીદિલ્હી કેપિટલ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરવડોદરા
18 ફેબ્રુઆરીગુજરાત જાયન્ટ્સ વિ મુંબઈ ઈન્ડિયન્સવડોદરા
19 ફેબ્રુઆરીયુપી વોરિયર્સ વિ દિલ્હી કેપિટલ્સવડોદરા
21 ફેબ્રુઆરીરોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ મુંબઈ ઈન્ડિયન્સબેંગ્લોર
22 ફેબ્રુઆરીદિલ્હી કેપિટલ્સ વિ યુપી વોરિયર્સબેંગ્લોર
24 ફેબ્રુઆરીરોયલ ચેલેન્જર્સ વિ વિરુદ્ધ યુપી વોરિયર્સબેંગ્લોર
25 ફેબ્રુઆરીદિલ્હી કેપિટલ્સ વિ ગુજરાત જાયન્ટ્સબેંગ્લોર
26 ફેબ્રુઆરીમુંબઈ ઈન્ડિયન્સ વિ યુપી વોરિયર્સબેંગ્લોર
27 ફેબ્રુઆરીરોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ ગુજરાત જાયન્ટ્સબેંગ્લોર
28 ફેબ્રુઆરીદિલ્હી કેપિટલ્સ વિ મુંબઈ ઈન્ડિયન્સબેંગ્લોર
1 માર્ચરોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ દિલ્હી કેપિટલ્સબેંગ્લોર
3 માર્ચયુપી વોરિયર્સ વિ ગુજરાત જાયન્ટ્સલખનૌ
6 માર્ચયુપી વોરિયર્સ વિ મુંબઇ ઇન્ડિયન્સલખનૌ
7 માર્ચગુજરાત જાયન્ટ્સ વિ દિલ્હી કેપિટલ્સલખનૌ
8 માર્ચયુપી વોરિયર્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરલખનૌ
10 માર્ચમુંબઈ ઈન્ડિયન્સ વિ ગુજરાત જાયન્ટ્સમુંબઈ
11 માર્ચમુંબઈ ઈન્ડિયન્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમુંબઈ
13 માર્ચએલિમિનેટરમુંબઈ
15 માર્ચફાઇનલમુંબઈ

વિમેન્સ પ્રીમિયર લીગ લાઇવ સ્ટ્રીમિંગ ડિટેલ્સ

વિમેન્સ પ્રીમિયર લીગ 2025નું લાઇવ સ્ટ્રીમિંગ ભારતમાં જિઓસિનેમા એપ્લિકેશન અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર લીગની તમામ મેચોનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

વિમેન્સ પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પોર્ટ્સ