WPL 2025 Eliminator: મહિલા આઈપીએલ 2025 અંતિમ તબક્કામાં છે. એલિમિનેટર અને ફાઇનલ મેચ જ બાકી છે. પોઇન્ટ ટેબલ પર મોખરે રહેલ દિલ્હી કેપિટલ્સ ટીમ સીધી ફાઇનલમાં પહોંચી છે. દિલ્હી સામે કોણ ટકરાશે? એ માટે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે ગુરુવારે ખરાખરીનો જંગ ખેલાશે. જે ટીમ જીતશે એ 15 માર્ચે દિલ્હી સામે ફાઇનલ મેચ રમશે.
વેલેન્ટાઇન ડે 14 ફેબ્રુઆરીથી મહિલા આઈપીએલ 2025 નો જંગ શરુ થયો હતો. જેમાં દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત જાયન્ટ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને યુપી વોરિયર્સ એમ પાંચ ટીમો એકબીજા સામે બે-બે મેચ રમી. 8 માંથી 5 મેચ જીતી 10 પોઇન્ટ્સ સાથે દિલ્હી કેપિટલ્સ પોઇન્ટ ટેબલ પર સૌથી મોખરે રહી છે. વાઇલ્ડ એન્ટ્રી બેનિફેટ સાથે દિલ્હી ફાઇનલમાં પ્રવેશી છે.
મુંબઈ ઈન્ડિયન્સ મંગળવારે રમાયેલી આખરી લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે હારતાં ફાઇનલમાં સીધા પ્રવેશ માટેની તકથી વંચિત રહ્યું. મુંબઈ ઈન્ડિયન્સ પણ 8માંથી 5 મેચ જીત્યું છે પરંતુ સરેરાશ રનરેટમાં દિલ્હી કરતાં પાછળ છે. હવે ફાઇનલમાં પ્રવેશવા માટે મુંબઈ માટે એલિમિનેટર મેચ જીતવાની એક તક છે.
મહિલા આઈપીએલ 2025 પોઇન્ટ ટેબલ – WPL 2025 Points Table
ટીમ મેચ જીત હાર પોઇન્ટ રનરેટ દિલ્હી કેપિટલ્સ 8 5 3 10 0.396 મુંબઈ ઈન્ડિયન્સ 8 5 3 10 0.192 ગુજરાત જાયન્ટ્સ 8 4 4 8 0.228 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 8 3 5 6 -0.196 યુપી વોરિયર્સ 8 3 5 6 -0.624
મુંબઈ ઈન્ડિયન્સ વિ ગુજરાત જાયન્ટ્સ હેડ ટુ હેડ
ગુરુવારે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે ખરાખરીનો એલિમિનેટર જંગ ખેલાશે. જે ટીમ જીતશે એ ફાઇનલમાં દિલ્હી સામે ટકરાશે. મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે સિઝન 2025 માં બે મેચ રમાઇ જેમાં મુંબઈ ઈન્ડિયન્સ બંને મેચ જીત્યું છે. બંને ટીમોની છેલ્લી ત્રણ સિઝનની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સ બધી મેચ જીત્યું છે.
તારીખ વિજેતા જીત સ્થળ 10 માર્ચ 2025 મુંબઈ ઈન્ડિયન્સ 9 રન મુંબઈ 18 ફેબ્રુઆરી 2025 મુંબઈ ઈન્ડિયન્સ 5 વિકેટ વડોદરા 9 માર્ચ 2024 મુંબઈ ઈન્ડિયન્સ 7 વિકેટ દિલ્હી 25 ફેબ્રુઆરી 2024 મુંબઈ ઈન્ડિયન્સ 5 વિકેટ બેંગલુરુ 14 માર્ચ 2023 મુંબઈ ઈન્ડિયન્સ 55 રન મુંબઈ 4 માર્ચ 2023 મુંબઈ ઈન્ડિયન્સ 143 રન મુંબઈ
મહિલા આઈપીએલ 2025 સિઝનમાં મોટો અપસેટ સર્જાયો છે. વુમન્સ પ્રીમિયર લીગ 2024 ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આ સિઝનમાં એલિમિનેટર રાઉન્ડમાં પણ પ્રવેશ કરી શકી નથી. RCB આઠ મેચમાંથી માત્ર 3 મેચ જ જીતી શક્યું અને પોઇન્ટ ટેબલમાં 6 પોઇન્ટ સાથે 4થા ક્રમે રહ્યું.





