WPL 2025 GG Women vs MI Women Score : હેલી મેથ્યુઝ સહિત બોલરોના શાનદાર પ્રદર્શન બાદ નેટ સાયવર-બ્રન્ટની અડધી સદીની (57)મદદથી મુંબઈ ઇન્ડિયન્સે વુમેન્સ પ્રીમિયર લીગ 2025માં ગુજરાત જાયન્ટ્સ સામે 5 વિકેટે વિજય મેળવ્યો છે. ગુજરાત 20 ઓવરમાં 120 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં મુંબઈએ 16.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. મુંબઈનો આ સિઝનમાં પ્રથમ વિજય થયો છે.
મુંબઈ ઇન્ડિયન્સ ઇનિંગ્સ
-નેટ સાયવર-બ્રન્ટના 39 બોલમાં 11 ફોર સાથે 57 રન.
-એમેલિયા કેર 19 રને કાશવી ગૌતમની ઓવરમાં આઉટ.
-નેટ સાયવર-બ્રન્ટે 33 બોલમાં 10 ફોર સાથે અડધી સદી ફટકારી.
-હરમનપ્રીત કૌર 4 રને કાશવી ગૌતમની ઓવરમાં એલબી આઉટ.
-યાસ્તિકા ભાટિયા 10 બોલમાં 1 ફોર સાથે 8 રને પ્રિયા મિશ્રાનો શિકાર બની.
-હેલી મેથ્યુસ 19 બોલમાં 3 ફોર સાથે 17 રન બનાવી તુનજા કંવરની ઓવરમાં આઉટ થઇ.
આ પણ વાંચો – ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમો, સંપૂર્ણ કાર્યક્રમ, ફોર્મેટ, પ્રાઇઝ મની અને લાઇવ સ્ટ્રીમિંગ ડિટેલ્સ, અહીં જાણો
ગુજરાત જાયન્ટ્સ ઇનિંગ્સ
-મુંબઈ તરફથી હેલી મેથ્યુસે સૌથી વધારે 3 વિકેટ ઝડપી.
-ગુજરાત જાયન્ટ્સ 20 ઓવરમાં 120 રનમાં ઓલઆઉટ.
-તનુજા કંવર 12 બોલમાં 2 ફોર સાથે 13 રન બનાવી અમેલિયા કેરની ઓવરમાં આઉટ
-હરલીન દેઓલ 31 બોલમાં 4 ફોર સાથે 32 રન બનાવી અમનજોત કૌરનો શિકાર બની.
-સિમરન શેખ 8 બોલમાં 3 રને મેથ્યુસની ઓવરમાં કેચ આઉટ થઇ.
-કાશવી ગૌતમ 15 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે મેથ્યુસનો શિકાર બની.
-ડોટ્ટીન 6 બોલમાં 1 ફોર સાથે 7 રન બનાવી અમેલિયા કેરની ઓવરમાં આઉટ.
-એશલે ગાર્ડનર 10 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 10 રન બનાવી આઉટ.
-હેમલતા 11 બોલમાં 1 ફોર સાથે 9 રન બનાવી મેથ્યુસનો શિકાર બની.
-લૌરા વોલ્વાર્ડટ 7 બોલમાં 1 ફોર સાથે 4 રન બનાવી ઇસ્માઇલની ઓવરમાં કેચઆઉટ.
-બેથ મૂની 3 બોલમાં 1 રન બનાવી નેટ સાયવર-બ્રન્ટની ઓવરમાં કેચઆઉટ.
-મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.
બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન
મુંબઈ ઇન્ડિયન્સ વુમન્સ : યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), હેલી મેથ્યુઝ, નેટ સાયવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), એમેલિયા કેર, જી કમલિની, એસ સજના, અમનજોત કૌર, સંસ્કૃતિ ગુપ્તા, શબનીમ ઈસ્માઈલ, પારુણિકા સિસોદિયા.
ગુજરાત જાયન્ટ્સ વુમન્સ : લૌરા વોલ્વાર્ડટ, બેથ મૂની (વિકેટકીપર), દયાલન હેમલતા, એશલે ગાર્ડનર (કેપ્ટન), ડિંડ્રા ડોટ્ટીન, હરલીન દેઓલ, સિમરન શેખ, તનુજા કંવર, સયાલી સતઘરે, પ્રિયા મિશ્રા, કાશવી ગૌતમ





