WPL 2025 GG vs RCB : ઋચા ઘોષની આક્રમક બેટિંગ, આરસીબીનો ગુજરાત જાયન્ટ્સ સામે વિજય

WPL 2025 GG vs RCB Women Score : ઋષા ઘોષ (અણનમ 64)અને એલિસા પેરીની (57) અડધી સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વુમન્સ પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો

WPL 2025 GG vs RCB Women Score : ઋષા ઘોષ (અણનમ 64)અને એલિસા પેરીની (57) અડધી સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વુમન્સ પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
GG Women vs RCB Women, WPL 2025

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વુમન્સ પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો (તસવીર - આરસીબી ટ્વિટર)

WPL 2025 GG Women vs RCB Women Score : ઋષા ઘોષ (અણનમ 64)અને એલિસા પેરીની (57) અડધી સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વુમન્સ પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો હતો. ગુજરાત જાયન્ટ્સે વુમન્સે 20 ઓવરમાં 5 વિકેટે 201 રન બનાવ્યા હતા. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 18.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

Advertisment

સ્મૃતિ મંધાના સસ્તામાં આઉટ

આરસીબીની કેપ્ટન સ્મૃતિ મંધાના 7 બોલમાં 2 ફોર સાથે 9 રન બનાવી ગાર્ડનરની ઓવરમાં આઉટ થઇ હતી. ડેનિયલ વ્યાટ 4 રને બોલ્ડ થયા આરસીબીએ 14 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. રાઘવી બિષ્ટે 25 અને એલિસા પેરીએ 57 રન બનાવી બાજી સંભાળી હતી. એલિસા 34 બોલમાં 6 ફોર 2 સિક્સર સાથે 57 રને સયાલી સતઘરેનો શિકાર બની હતી.

ઋષા ઘોષની અણનમ અડધી સદી

ઋષા ઘોષે 27 બોલમાં 7 ફોર 4 સિક્સરની મદદથી અણનમ 64 રન બનાવ્યા હતા. કનિકા આહુજાએ 13 બોલમાં 4 ફોર સાથે અણનમ 30 રન બનાવ્યા હતા. ઋષા ઘોષ અને કનિકાએ 37 બોલમાં અણનમ 93 રનની ભાગીદારી નોંધાવીને જીત અપાવી હતી.

બેથ મૂની અને અશલે ગાર્ડનરની અડધી સદી

વિમેન્સ પ્રીમિયર લીગની ત્રીજી સીઝનની પ્રથમ મેચમાં ગુજરાત જાયન્ટ્સ સામે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લૌરા વોલ્વાડર્ટ 6 રન બનાવીને રેણુકા સિંહની ઓવરમાં બોલ્ડ થઇ હતી. હેમલથા 4 રન બનાવી આઉટ થઇ હતી. બેથ મૂનીએ અડધી સદી ફટકારીને બાજી સંભાળી હતી.

Advertisment

આ પણ વાંચો - પ્રશંસકો હવે મોબાઇલ પર મફતમાં આઈપીએલ મેચોની લાઇવ સ્ટ્રીમિંગ નહીં જોઇ શકે, જાણો કેમ

બેથ મૂની42 બોલમાં 8 ફોર સાથે 56 રન બનાવી રાવતની ઓવરમાં આઉટ થઇ હતી. ડોટ્ટીન 13 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે 25 રને રેણુકા સિંહનો શિકાર બની હતી. અશલે ગાર્ડનર 37 બોલમાં 3 ફોર 8 સિક્સર સાથે 79 રને અણનમ રહી હતી.

બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન

આરસીબી- સ્મૃતિ મંધાના (કેપ્ટન), ડેનિયલ વ્યાટ-હોજ, એલિસ પેરી, રાઘવી બિષ્ટ, ઋચા ઘોષ (વિકેટકીપર), કનિકા આહુજા, જ્યોર્જિયા વેયરહમ, કિમ ગર્થ, પ્રેમા રાવત, જોશિતા વીજે, રેણુકા ઠાકુર સિંહ.

ગુજરાત જાયન્ટ્સ - લૌરા વોલ્વાર્ડટ, બેથ મૂની (વિકેટકીપર), દયાલન હેમલતા, એશલે ગાર્ડનર (કેપ્ટન), ડિંડ્રા ડોટ્ટીન, હરલીન દેઓલ, સિમરન શેખ, તનુજા કંવર, સયાલી સતઘરે, પ્રિયા મિશ્રા, કાશવી ગૌતમ.

વિમેન્સ પ્રીમિયર લીગ રોયલ ચેલેન્જર્સ બેંગલોર ક્રિકેટ સ્પોર્ટ્સ