WPL 2025, GG vs UPW : ગુજરાત જાયન્ટ્સે પ્રથમ વિજય નોંધાવ્યા, યુપી વોરિયર્સનો પરાજય

WPL 2025 GG Women vs UPW Women Score : ગુજરાત જાયન્ટ્સે વુમેન્સ પ્રીમિયર લીગમાં યુપી વોરિયર્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો

WPL 2025 GG Women vs UPW Women Score : ગુજરાત જાયન્ટ્સે વુમેન્સ પ્રીમિયર લીગમાં યુપી વોરિયર્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
GG Women vs UPW Women, WPL 2025

WPL 2025, GG vs UPW : ગુજરાત જાયન્ટ્સ વિ યુપી વોરિયર્સ વુમેન્સ પ્રીમિયર લીગ

WPL 2025 GG Women vs UPW Women Score : પ્રિયા મિશ્રાની શાનદાર બોલિંગ (3 વિકેટ) પછી એશલે ગાર્ડનરની (52)અડધી સદીની મદદથી ગુજરાત જાયન્ટ્સે વુમેન્સ પ્રીમિયર લીગમાં યુપી વોરિયર્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો હતો. યુપી વોરિયર્સે 20 ઓવરમાં 9 વિકેટે 143 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત જાયન્ટ્સે 18 ઓવરમાં 4 વિકેટે 144 રન બનાવી લીધા હતા. આ સિઝનમાં ગુજરાતે પ્રથમ જીત નોંધાવી છે.

Advertisment

ગુજરાત જાયન્ટ્સ ઇનિંગ્સ

-ડિંડ્રા ડોટ્ટીનના 18 બોલમાં 3 ફોર 2 સિક્સર સાથે અણનમ 33 રન.

-હરલીન દેઓલના 30 બોલમાં 4 ફોર સાથે અણનમ 33 રન.

-અશલે ગાર્ડનર 32 બોલમાં 5 ફોર 3 સિક્સરની મદદથી 52 રન બનાવી મેકગ્રાની ઓવરમાં કેચ આઉટ થઇ.

-લૌરા વોલ્વાર્ડટ 24 બોલમાં 2 ફોર 1 સિક્સરની મદદથી 22 રન બનાવી સોફી એક્લેસ્ટોનની ઓવરમાં બોલ્ડ.

-દયાલન હેમલતા 3 બોલમાં ખાતું ખોલાયા વિના સોફી એક્લેસ્ટોનની ઓવરમાં બોલ્ડ થઇ.

Advertisment

-બેથ મૂની પ્રથમ ઓવરમાં ખાતું ખોલાયા વિના ગ્રેસ હેરિસનો શિકાર બની.

યુપી વોરિયર્સ ઇનિંગ્સ

-ગુજરાત જાયન્ટ્સ તરફથી પ્રિયા મિશ્રાએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી.

-યુપી વોરિયર્સના 20 ઓવરમાં 9 વિકેેટે 143 રન.

-અલાના કિંગ 14 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 19 રને અણનમ રહી.

-સાયમા ઠાકોર 7 બોલમાં 3 ફોર સાથે 15 રન બનાવી રન આઉટ થઇ.

-એક્લેસ્ટોન 7 બોલમાં 2 રન બનાવી કાશવી ગૌતમની ઓવરમાં બોલ્ડ.

-શ્વેતા શેહરાવત 18 બોલમાં 1 ફોર સાથે 16 રન બનાવી ગાર્ડનરની ઓવરમાં બોલ્ડ થઇ.

-દિપ્તી શર્મા 27 બોલમાં 6 ફોર સાથે 39 રન બનાવી પ્રિયા મિશ્રાનો શિકાર બની.

-ગ્રેસ હેરિસ 2 બોલમાં 1 ફોર સાથે 4 રન બનાવી પ્રિયા મિશ્રાની ઓવરમાં બોલ્ડ થઇ.

-તાહલિયા મેકગ્રા 2 બોલમાં ખાતું ખોલાયા વિના પ્રિયા મિશ્રાની ઓવરમાં એલબી આઉટ થઇ.

-ઉમા છેત્રી 27 બોલમાં 4 ફોર સાથે 24 રન બનાવી ડોટ્ટીનનો શિકાર બની.

-દિનેશ વૃંદા 8 બોલમાં 1 ફોર સાથે 6 રન બનાવી એશલે ગાર્ડનરની ઓવરમાં બોલ્ડ.

-કિરણ નવગીરે 8 બોલમાં 3 ફોર સાથે 15 રને ડોટ્ટીનની ઓવરમાં એલબી આઉટ થઇ.

-ગુજરાત જાયન્ટ્સની કેપ્ટન એશલે ગાર્ડનરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

આ પણ વાંચો - આઈપીએલ 2025 કાર્યક્રમ જાહેર, ઓપનિંગ મેચ 22 માર્ચે રમાશે, જાણો બધી જ માહિતી

બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન

યુપી વોરિયર્સ : ઉમા છેત્રી (વિકેટકીપર), વૃંદા દિનેશ, શ્વેતા સેહરાવત, કિરણ નવગીરે, ગ્રેસ હેરિસ, દીપ્તિ શર્મા (કેપ્ટન), તાહલિયા મેકગ્રા, અલાના કિંગ, સોફી એક્લેસ્ટોન, સાયમા ઠાકોર, ક્રાંતિ ગૌડ.

ગુજરાત જાયન્ટ્સ : લૌરા વોલ્વાર્ડટ, બેથ મૂની (વિકેટકીપર), દયાલન હેમલતા, એશલે ગાર્ડનર (કેપ્ટન), ડિંડ્રા ડોટ્ટીન, હરલીન દેઓલ, સિમરન શેખ, તનુજા કંવર, સયાલી સતઘરે, પ્રિયા મિશ્રા, કાશવી ગૌતમ.

વિમેન્સ પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પોર્ટ્સ