WPL 2025 Prize Money: વુમેન્સ પ્રીમિયમ લીગ 2025 (WPL 2025)ની ત્રીજી સીઝનમાં મુંબઇ ઈન્ડિયન્સ ટીમ દિલ્હી કેપિટલને 8 રનથી હટાવી બીજી વખત વિજેતા બની છે. દિલ્હી કેપિટલ ટીમ સતત ત્રીજી વખત ફાઇનલમાં હારી છે. ત્રણેય સીઝનમાં દિલ્હી કેપિટલ ટીમે ફાઇનલમાં સીધો પ્રવેશ મેળવ્યો, પરંતુ વિજેતા બની શકી નથી. હરમનપ્રીત કોરની આગેવાનીમાં મુંબઇ ઈન્ડિયન્સે બીજી વખત ટ્રોફી જીતી છે. આ અગાઉ 2023માં WPL સીઝન જીતી હતી. બીજી સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિજેતા થઇ હતી. મુંબઇ ઈન્ડિયન્સે WPL 2025 સીઝન જીતવાની સાથે સાથે વધુ 5 એવોર્ડ જીત્યા છે.
WPL 2025માં ક્યા ખેલાડીને કેટલું ઇનામ મળશે?
WPL 2025 સીઝન જીતનાર મુંબઇ ઈન્ડિયન્સ ટીમને 6 કરોડ રૂપિયા મળશે. આ મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓને લિમિટેડ એડિશનની વોચ પણ મળશે.
WPL 2025 રનરઅપ ટીમ દિલ્હી કેપિટલ્સને 3 કરોડ રૂપિયા ઇનામમાં મળશે.
મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર : નટ સાઇવર બ્રંટ, 5 લાખ રૂપિયા ઇનામ, (મુંબઇ ઈન્ડિયન્સ)
ઓરેન્જ કેપ : નટ સાઇવર બ્રંટ, 5 લાખ રૂપિયા ઇનામ, (મુંબઇ ઈન્ડિયન્સ)
પર્પલ કેપ : એમેલિયા કેરે આ સીઝનમાં 18 વિકેટ ઝડપી, 5 લાખ રૂપિયા ઇનામ, (મુંબઇ ઈન્ડિયન્સ)
ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન : અમનજોત કોર, 5 લાખ રૂપિયા ઇનામ (મુંબઇ ઈન્ડિયન્સ)
સૌથી વધુ સ્ટાઇક રેટ : ચિનેલ હેનરી, 5 લાખ રૂપિયા ઈનામ, (યુપી વોરિયર્સ)
એશ ગાર્ડનરે આ સીઝનમાં સૌથી વધુ 18 સિક્સર ફટકારી છે. 5 લાખ રૂપિયા ઇનામ, (ગુજરાત જાયન્ટ્સ)
અનાબેલ સદરલેન્ડે આ સીઝનમાં સૌથી વધુ કેચ પકડ્યા છે, 5 લાખ રૂપિયા ઇનામ, (દિલ્હી કેપિટલ વિ મુંબઇ ઈન્ડિયન્સ)
શબનીમ ઇસ્માઇલે આ સીઝનમાં સૌથી વધુ ડોટ બોલ ફેંક્યા છે. 5 લાખ રૂપિયા ઇનામ, મુંબઇ ઈન્ડિયન્સ
ગુજરાત જાયન્ટ્સ ટીમે ફેરપ્લે એવોર્ડ જીત્યો છે. ટીમને 5 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું છે.





