WPL 2025 Teams : મહિલા પ્રીમિયર લીગ 2025 14 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ વખતે ટૂર્નામેન્ટની ત્રીજી સિઝન રમાશે. ટૂર્નામેન્ટની પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે. આ મેચ વડોદરામાં યોજાશે. આ સિઝનમાં પાંચ ટીમો વચ્ચે કુલ 22 મેચો રમાશે.
આ વખતે પ્રીમિયર લીગની મેચો લખનઉના એકાના સ્ટેડિયમ, વડોદરાના કોટંબી સ્ટેડિયમ, બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ અને મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય મુજબ બધી મેચો સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આ વખતે કઇ ટીમમાં કયા પ્લેયર્સ છે તેની માહિતી જણાવી રહ્યા છીએ.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ
સ્મૃતિ મંધાના (કેપ્ટન), સબભિનેની મેઘના, જ્યોર્જિયા વેરેહમ, શ્રેયંકા પાટિલ, આશા શોભના જોય, કીમ ગાર્થ, રેણુકા સિંહ, હેથર ગ્રેહામ, કનિકા આહુજા, ડેની વ્યાટ, ચાર્લી ડીન, એકતા બિષ્ટ, રિચા ઘોષ, એલિસ પેરી, પ્રેમ રાવત, જોશીથા વિજે, રાઘવી બિસ્ટ, જગરવી પવાર.
સ્ટાર પ્લેયર – સ્મૃતિ મંધાના, ડેની વ્યાટ, એલિસ પેરી
ગુજરાત જાયન્ટ્સ ટીમ
એશલે ગાર્ડનર (કેપ્ટન), બેથ મૂની, દયાલન હેમલથા, હરલીન દેઓલ, લૌરા વોલ્વાર્ડટ, શબનમ શકીલ, તનુજા કંવેર, ફોબી લિચફિલ્ડ, મેઘના સિંઘ, કાશવી ગૌતમ, સયાલી સતઘરે, ડીંડ્રા ડોટ્ટિન, સિમરન શેખ, ડેનિયલ ગિબ્સન, પ્રકાશિકા નાઇક, પ્રિયા મિશ્રા, મન્નત કશ્યપ, ભારતી ફુલમાલી.
સ્ટાર પ્લેયર – એશલે ગાર્ડનર, હરલીન દેઓલ, બેથ મૂની
મુંબઈ ઈન્ડિયન્સ ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), અમનજોત કૌર, એમેલિયા કેર, ક્લો ટ્રાયોન, પૂજા વસ્ત્રાકર, સૈકા ઈશાક, યાસ્તિકા ભાટિયા, શબનીમ ઈસ્માઈલ, અમનદીપ કૌર, એસ.સજના, કિર્તન, નાદીન ડી ક્લર્ક, જી.કમલિની, સંસ્કૃતિ ગુપ્તા, અક્ષિતા મહેશ્વરી, હેલી મેથ્યૂસ, જિન્તિમની કાલિતા, નતાલી સાઇવર.
સ્ટાર પ્લેયર – હરમનપ્રીત કૌર, પૂજા વસ્ત્રાકર, હેલી મેથ્યૂસ
યુપી વોરિયર્સ ટીમ
એલિસા હિલી (કેપ્ટન), અંજલિ સરવાની, દીપ્તિ શર્મા, ગ્રેસ હેરિસ, કિરણ નવગિરે, તાહલિયા મેકગ્રા, વૃંદા દિનેશ, સાયમા ઠાકોર, પૂનમ ખેમનાર, ગૌહર સુલ્તાના, ચમારી અથાપથ્થુ, ઉમા છેત્રી, રાજેશ્વરી ગાયકવાડ, શ્વેતા સેહરાવત, સોફી એક્લેસ્ટોન, ક્રાંતિ ગૌડ, આરુષિ ગોયલ, અલાના કિંગ.
સ્ટાર પ્લેયર – એલિસા હિલી, સોફી એક્લેસ્ટોન, ચમારી અથાપથ્થુ, રાજેશ્વરી ગાયકવાડ
આ પણ વાંચો – હર્ષિત રાણાએ રચ્યો ઇતિહાસ, આવી સિદ્ધિ મેળવનાર ભારતનો પ્રથમ બોલર બન્યો
દિલ્હી કેપિટલ્સ ટીમ
મેગ લેનિંગ (કેપ્ટન), એલિસ કેપ્સી, અરુંધતી રેડ્ડી, જેમિમાહ રોડ્રિગ્સ, જેસ જોનાસેન, મારિઝેને કપ્પ, મિન્નુ મણિ, રાધા યાદવ, શેફાલી વર્મા, શિખા પાંડે, નંદિની કશ્યપ, એન.ચરાની, સારા બ્રાઇસ, નિકી પ્રસાદ, સ્નેહા દીપ્તિ, તાનિયા ભાટિયા, તિતાસ સાધુ, અન્નાબેલ સધરલેન્ડ.
સ્ટાર પ્લેયર -મેગ લેનિંગ, જેમિમાહ રોડ્રિગ્સ, શેફાલી વર્મા





