WPL Auction 2026 : વિમેન્સ પ્રીમિયર લીગ 2026 માટે યોજાયેલી હરાજીમાં પ્રથમ બિડ જ અનસોલ્ડ રહી હતી. છ વખતની વર્લ્ડ ચેમ્પિયન અને ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન એલિસા હિલી પર કોઈએ દાવ લગાવ્યો ન હતો. તેની બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા હતી.
જ્યારે આઇસીસી વિમેન્સ ટી-20 વર્લ્ડ કપની વિજેતા અને ભારતીય ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા ફરી યૂપી વોરિયર્સ ટીમમાં આવી ગઇ છે. તેને 3.2 કરોડ રુપિયામાં યુપી વોરિયર્સે ખરીદી હતી. ફ્રેન્ચાઇઝીએ તેને આરટીએમ કાર્ડનો ઉપયોગ કરીને ખરીદી હતી.
દીપ્તિ શર્માની બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા
શરુઆતમાં જ્યારે દીપ્તિ શર્માનું નામ બોલાવવામાં આવ્યું ત્યારે થોડા સમય માટે કોઈ ફ્રેન્ચાઈઝીએ રસ દાખવ્યો ન હતો. એક સમયે એવું લાગતું હતું કે દીપ્તિ શર્મા પણ અનસોલ્ડ રહી જશે, પરંતુ તે પછી દિલ્હી કેપિટલ્સ આગળ આવી હતી. દીપ્તિ શર્માની બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા હતી.
આ પણ વાંચો – મહિલા પ્રીમિયર લીગ હરાજી 2026 લાઇવ અપડેટ્સ
થોડી જ સેકન્ડ બાદ દિલ્હી કેપિટલ્સે દીપ્તિ માટે 50 લાખ રૂપિયાની પહેલી બોલી લગાવી હતી. આ પછી યુપી વોરિયર્સે આરટીએમ કાર્ડનો ઉપયોગ કરવાની વાત કરી હતી. દિલ્હી કેપિટલ્સે 3.2 કરોડ રૂપિયાની કિંમત નક્કી કરી હતી. યુપી વોરિયર્સે આ કિંમત પર પોતાનો સ્ટેમ્પ લગાવ્યો હતો અને દીપ્તિ શર્મા ફરી તેની જૂની ટીમમાં પહોંચી ગઇ હતી.





