/indian-express-gujarati/media/media_files/2026/01/20/wpl-2026-dc-vs-mi-live-2026-01-20-18-36-13.jpg)
Women's Premier League 2026 Mumbai Indians vs Delhi Capitals LIVE Score : મહિલા પ્રીમિયર લીગ 2026, દિલ્હી કેપિટલ્સ વિ મુંબઈ ઇન્ડિયન્સ મેચ અપડેટ્સ
Mumbai Indians vs Delhi Capitals Match Updates : જેમિમાહ રોડ્રિગ્સની અણનમ અડધી સદી અને લિઝેલ લી ના 46 રનની મદદથી દિલ્હી કેપિટલ્સે મહિલા પ્રીમિયર લીગ 2026ની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટે 154 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 19 ઓવરમાં 5 વિકેટે 153 રન બનાવી લીધા હતા. જેમિમાહે 37 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 51 રન બનાવ્યા હતા.
બન્ને ટીમો આ પ્રમાણે છે
દિલ્હી કેપિટલ્સ : શેફાલી વર્મા, લિઝેલ લી, લૌરા વોલ્વાર્ડ, જેમિમાહ રોડ્રિગ્સ (કેપ્ટન), મેરિઝાન કેપ્પ, નિકી પ્રસાદ, દીયા યાદવ, સ્નેહ રાણા, લકી હેમિલ્ટન, એન શ્રી ચારાણી, નંદીની શર્મા.
મુંબઈ ઈન્ડિયન્સ : રાહીલા ફીરદોસ, હેલી મેથ્યુસ, નેટ સાયવર-બ્રન્ટ, હમરનપ્રીત કૌર (કેપ્ટન), અમનજોત કૌર, નિકોલા કેરી, એસ સજના, પૂનમ ખેમનાર, શબનીમ ઈસ્માઈલ, સંસ્કૃતિ ગુપ્તા, વૈષ્ણવી શર્મા.
- Jan 20, 2026 23:19 IST
WPL 2026 MI vs DC LIVE : દિલ્હી કેપિટલ્સનો 7 વિકેટે વિજય
જેમિમાહ રોડ્રિગ્સની અણનમ અડધી સદી અને લિઝેલ લી ના 46 રનની મદદથી દિલ્હી કેપિટલ્સે મહિલા પ્રીમિયર લીગ 2026ની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટે 154 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 19 ઓવરમાં 5 વિકેટે 153 રન બનાવી લીધા હતા. જેમિમાહે 37 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 51 રન બનાવ્યા હતા.
- Jan 20, 2026 23:14 IST
WPL 2026 MI vs DC LIVE : જેમિમાહ રોડ્રીગ્સની અડધી સદી
જેમિમાહ રોડ્રીગ્સે 36 બોલમાં 5 ફોર અને 1 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.
- Jan 20, 2026 22:21 IST
WPL 2026 MI vs DC LIVE : લીઝેલ લી 46 રને આઉટ
શેફાલી વર્મા 24 બોલમાં 6 ફોર સાથે 29 રને વૈષ્ણવી શર્મા કેચ આઉટ થઇ. લીઝેલ લી 28 બોલમાં 7 ફોર અને 1 સિક્સર સાથે 46 રને સ્ટમ્પિંગ આઉટ થઇ. દિલ્હીએ 84 રને બીજી વિકેટ ગુમાવી.
- Jan 20, 2026 21:54 IST
WPL 2026 MI vs DC LIVE : દિલ્હી કેપિટલ્સની આક્રમક શરૂઆત
દિલ્હી કેપિટલ્સે આક્રમક શરૂઆત કરી છે. 6 ઓવરમાં વિના વિકેટે 57 રન બનાવી લીધા છે. લીઝેલ વી 31 અને શેફાલી વર્મા 26 રને રમતમાં છે.
- Jan 20, 2026 21:08 IST
WPL 2026 MI vs DC LIVE : દિલ્હીને 155 રનનો પડકાર
મહિલા પ્રીમિયર લીગ 2026 ની 13મી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટે 154 રન બનાવી લીધા છે. દિલ્હીને જીતવા માટે 155 રનનો પડકાર મળ્યો છે.
- Jan 20, 2026 21:07 IST
WPL 2026 MI vs DC LIVE : નેટ સાયવર-બ્રન્ટના અણનમ 65 રન
નેટ સાયવર-બ્રન્ટના 45 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે અણનમ 65 રન. નિકોલો કેરી 12 રને આઉટ.
- Jan 20, 2026 20:40 IST
WPL 2026 MI vs DC LIVE : હરમનપ્રીત આઉટ
હરમનપ્રીત કૌર 33 બોલમાં 7 ફોર સાથે 41 રન બનાવી શ્રી ચારાણીનો શિકાર બની. મુંબઈએ 99 રને ત્રીજી વિકેટ ગુમાવી.
- Jan 20, 2026 20:00 IST
WPL 2026 MI vs DC LIVE : મુંબઈએ 21 રનમાં 2 વિકેટ ગુમાવી
સજીવન સંજના 9 બોલમાં 1 ફોર સાથે 9 રને નંદની શર્માનો શિકાર બની. જ્યારે હેલી મેથ્યુસ 15 બોલમાં 2 ફોર સાથે 12 રને મેરિઝાન કેપેની ઓવરમાં બોલ્ડ થઇ. મુંબઈએ 21 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી.
- Jan 20, 2026 19:44 IST
WPL 2026 MI vs DC LIVE : મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઇંગ ઇલેવન
રાહીલા ફીરદોસ, હેલી મેથ્યુસ, નેટ સાયવર-બ્રન્ટ, હમરનપ્રીત કૌર (કેપ્ટન), અમનજોત કૌર, નિકોલા કેરી, એસ સજના, પૂનમ ખેમનાર, શબનીમ ઈસ્માઈલ, સંસ્કૃતિ ગુપ્તા, વૈષ્ણવી શર્મા.
- Jan 20, 2026 19:44 IST
WPL 2026 MI vs DC LIVE : દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઇલેવન
શેફાલી વર્મા, લિઝેલ લી, લૌરા વોલ્વાર્ડ, જેમિમાહ રોડ્રિગ્સ (કેપ્ટન), મેરિઝાન કેપ્પ, નિકી પ્રસાદ, દીયા યાદવ, સ્નેહ રાણા, લકી હેમિલ્ટન, એન શ્રી ચારાણી, નંદીની શર્મા.
- Jan 20, 2026 19:18 IST
WPL 2026 MI vs DC LIVE : દિલ્હીએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
મહિલા પ્રીમિયર લીગ 2026 ની 13મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે દિલ્હી કેપિટલ્સની કેપ્ટન જેમિમાહ રોડ્રિગ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ વડોદરાના BCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે.
- Jan 20, 2026 19:16 IST
WPL 2026 MI vs DC LIVE : મુંબઇ વિ દિલ્હી મુકાબલો
મહિલા પ્રીમિયર લીગ 2026 ની 13મી મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચ વડોદરાના BCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ અને દિલ્હી બન્ને માટે આ મેચમાં જીત ઘણી જરુરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us