RCB vs DC WPL 2026 Final : મહિલા પ્રીમિયર લીગ 2026માં આરસીબી ચેમ્પિયન, દિલ્હી કેપિટલ્સનો સતત ચોથી ફાઇનલમાં પરાજય

RCB vs DC Cricket Score, WPL 2026 Final Today Match Score Updates: રોયલ ચેલેન્જર્લ બેંગ્લોર મહિલા પ્રીમિયર લીગ 2026માં ચેમ્પિયન બન્યું છે. સ્મૃતિ મંધાના (87) અને જ્યોર્જિયા વોલની (79) અડધી સદીની મદદથી રોયલ ચેલેન્જર્લ બેંગ્લોરે ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો

RCB vs DC Cricket Score, WPL 2026 Final Today Match Score Updates: રોયલ ચેલેન્જર્લ બેંગ્લોર મહિલા પ્રીમિયર લીગ 2026માં ચેમ્પિયન બન્યું છે. સ્મૃતિ મંધાના (87) અને જ્યોર્જિયા વોલની (79) અડધી સદીની મદદથી રોયલ ચેલેન્જર્લ બેંગ્લોરે ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
WPL Final RCB vs DC Live Cricket Score in Gujarati

Royal Challengers Bangalore vs Delhi Capitals Live Match Score : મહિલા પ્રીમિયર લીગ 2026 ફાઇનલ, આરસીબી વિ દિલ્હી મેચ અપડેટ્સ

Royal Challengers Bengaluru vs Delhi Capitals WPL 2026 Final Live Cricket Score :   રોયલ ચેલેન્જર્લ બેંગ્લોર મહિલા પ્રીમિયર લીગ 2026માં ચેમ્પિયન બન્યું છે. સ્મૃતિ મંધાના (87) અને જ્યોર્જિયા વોલની (79) અડધી સદીની મદદથી રોયલ ચેલેન્જર્લ બેંગ્લોરે ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે.  દિલ્હીએ 20 ઓવરમાં 4 વિકેટે 203 રન બનાવ્યા હતા. જવાબમાં આરસીબીએ 19.4 ઓવરમાં 4 વિકેટે પડકાર મેળવી લીધો હતો. આરસીબી બીજી વખત ચેમ્પિયન બન્યું છે. જ્યારે દિલ્હીનો સતત ચોથી વખત ફાઇનલમાં પરાજય થયો છે. આરસીબી મહિલા પ્રીમિયર લીગમાં બીજી વખત ચેમ્પિયન બન્યું છે.

Advertisment

બન્ને ટીમો આ પ્રમાણે છે

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : ગ્રેસ હેરિસ, સ્મૃતિ મંધાના (કેપ્ટન), જ્યોર્જિયા વોલ, પૂજા વસ્ત્રાકર, રિચા ઘોષ, રાધા યાદવ, નદીન ડી ક્લાર્ક, સયાલી સાતઘરે, અરુંધતિ રેડ્ડી, શ્રેયંકા પાટિલ, લોરેન બેલ.

દિલ્હી કેપિટલ્સ : શેફાલી વર્મા, લિઝેલ લી, લૌરા વોલ્વાર્ડ, જેમિમાહ રોડ્રિગ્સ (કેપ્ટન), મેરિઝાન કેપ્પ, નિકી પ્રસાદ, ચિનેલી હેનરી, મિનુ માની, સ્નેહ રાણા, શ્રી ચારાણી, નંદીની શર્મા.

  • Feb 05, 2026 23:13 IST

    WPL 2026 Final RCB vs DC Live : આરસીબી ચેમ્પિયન

    રોયલ ચેલેન્જર્લ બેંગ્લોર મહિલા પ્રીમિયર લીગ 2026માં ચેમ્પિયન બન્યું છે. સ્મૃતિ મંધાના (87) અને જ્યોર્જિયા વોલની (79) અડધી સદીની મદદથી રોયલ ચેલેન્જર્લ બેંગ્લોરે ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે.  દિલ્હીએ 20 ઓવરમાં 4 વિકેટે 203 રન બનાવ્યા હતા. જવાબમાં આરસીબીએ 19.4 ઓવરમાં 4 વિકેટે પડકાર મેળવી લીધો હતો. આરસીબી બીજી વખત ચેમ્પિયન બન્યું છે. જ્યારે દિલ્હીનો સતત ચોથી વખત ફાઇનલમાં પરાજય થયો છે. 



  • Feb 05, 2026 23:07 IST

    WPL 2026 Final RCB vs DC Live : સ્મૃતિ મંધાના 87 રને આઉટ

    સ્મૃતિ મંધાના 41 બોલમાં 12 ફોર અને 3 સિક્સર સાથે 87 રન બનાવી હેનરીની ઓવરમાં બોલ્ડ થઇ. આરસીબીએ 191 રને ચોથી વિકેટ ગુમાવી.



  • Advertisment
  • Feb 05, 2026 22:59 IST

    WPL 2026 Final RCB vs DC Live : રિષા ઘોષ 6 રને આઉટ

    રિષા ઘોષ 6 બોલમાં 1 ફોર સાથે 6 રન બનાવી નંદની શર્માની ઓવરમા કેચ આઉટ થઇ. આરસીબીએ 181 રને ત્રીજી વિકેટ ગુમાવી.



  • Feb 05, 2026 22:53 IST

    WPL 2026 Final RCB vs DC Live : જ્યોર્જિયા વોલ 79 રને આઉટ

    જ્યોર્જિયા વોલ 54 બોલમાં 14 ફોર સાથે 79 રને માનીની ઓવરમાં કેચ આઉટ થઇ. આરસીબીએ 174 રને બીજી વિકેટ ગુમાવી. વોલ અને સ્મૃતિ મંધાના વચ્ચે બીજી વિકેટ માટે 165 રનની ભાગીદારી નોંધાઇ.



  • Feb 05, 2026 22:43 IST

    WPL 2026 Final RCB vs DC Live : આરસીબીના 15 ઓવરમાં 162 રન

     આરસીબીના 15 ઓવરમાં 1 વિકેટે 162 રન. સ્મૃતિ મંધાના 75 અને જ્યોર્જિયા વોલ 74 રને રમતમાં છે. આરસીબીએ 14 ઓવરમાં 150 રન પુરા કર્યા.



  • Feb 05, 2026 22:27 IST

    WPL 2026 Final RCB vs DC Live : સ્મૃતિ મંધાનાની અડધી સદી

    જ્યોર્જિયા વોલે 37 બોલમાં 9 ફોર સાથે અડધી સદી ફટકારી. સ્મૃતિ મંધાનાએ 23 બોલમાં 5 ફોર અને 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી. 



  • Feb 05, 2026 22:21 IST

    WPL 2026 Final RCB vs DC Live : આરસીબીના 100 રન

    આરસીબીના 10 ઓવરમાં 1 વિકેટે 100 રન. જ્યોર્જિયા વોલ 28 અને સ્મૃતિ મંધાના 39 રને રમતમાં છે.



  • Feb 05, 2026 21:49 IST

    WPL 2026 Final RCB vs DC Live : ગ્રેસ હેરિસ આઉટ

    ગ્રેસ હેરિસ 7 બોલમાં 2 ફોર સાથે 9 રને હેનરીની ઓવરમાં બોલ્ડ થઇ. આરસીબીએ 9 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • Feb 05, 2026 21:18 IST

    WPL 2026 Final RCB vs DC Live : આરસીબીને 204 રનનો પડકાર

    વિમેન્સ પ્રીમિયર લીગ 2026ની ફાઇનલ મેચમાં દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 4 વિકેટે 203 રન બનાવી લીધા છે.  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીતવા માટે 204 રનનો પડકાર મળ્યો છે.  આ મેચ વડોદરાના બીસીએ સ્ટેડિયમમાં રમાઇ રહી છે  દિલ્હી કેપિટલ્સે 19.5 ઓવરમાં 200 રન પુરા કર્યા હતા. લૌરા વોલ્વાર્ડ 25 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે 44 રને રન આઉટ.ચિનેલી હેનરીના 15 બોલમાં 4 ફોર અને 2 સિક્સર સાથે અણનમ 35 રન.



  • Feb 05, 2026 20:56 IST

    WPL 2026 Final RCB vs DC Live : જેમિમાહ 57 રને આઉટ

    જેમિમાહ રોડ્રિગ્સ 37 બોલમાં 8 ફોર સાથે 57 રન બનાવી સયાલીની ઓવરમાં કેચ આઉટ થઇ. દિલ્હીએ 148 રને ત્રીજી વિકેટ ગુમાવી.



  • Feb 05, 2026 20:49 IST

    WPL 2026 Final RCB vs DC Live : જેમિમાહની અડધી સદી

    જેમિમાહ રોડ્રીગ્સે 32 બોલમાં 7 ફોર સાથે અડધી સદી ફટકારી. દિલ્હી કેપિટલ્સે 11 ઓવરમાં 100 રન પુરા કર્યા.



  • Feb 05, 2026 20:20 IST

    WPL 2026 Final RCB vs DC Live : લિઝેલ લી આઉટ

    લિઝેલ લી 30 બોલમાં 3 ફોર અને 3 સિક્સર સાથે 37 રને નદીન ડી ક્લાર્કની ઓવરમાં કેચ આઉટ થઇ. દિલ્હીએ 72 રને બીજી વિકેટ ગુમાવી.



  • Feb 05, 2026 20:17 IST

    WPL 2026 Final RCB vs DC Live : શેફાલી વર્મા 20 રને આઉટ

    શેફાલી વર્મા 13 બોલમાં 3 ફોર સાથે 20 રને અરુંધતિ રેડ્ડીની ઓવરમાં કેચ આઉટ થઇ. દિલ્હીએ 49 રને પ્રથમ વિકેટ ગુમાવી. દિલ્હીએ 6 ઓવરમાં 50 રન પુરા કર્યા.



  • Feb 05, 2026 20:07 IST

    WPL 2026 Final RCB vs DC Live : દિલ્હીના 5 ઓવરમાં વિના વિકેટે 36 રન

    દિલ્હી કેપિટલ્સની લિઝેલ લી અને શેફાલી વર્માની શાનદાર શરૂઆત. દિલ્હીએ 5 ઓવરમાં વિના વિકેટે 36 રન બનાવી લીધા છે.



  • Feb 05, 2026 19:42 IST

    WPL 2026 Final RCB vs DC Live : ક્લોઝિંગ સેરેમનીમાં તલવિંદર સિંહનું પર્ફોમન્સ



  • Feb 05, 2026 19:41 IST

    WPL 2026 Final RCB vs DC Live : ક્લોઝિંગ સેરેમનીમાં મલ્લિકા અરોરોનું પર્ફોમન્સ



  • Feb 05, 2026 18:50 IST

    WPL 2026 Final RCB vs DC Live : આરસીબીએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    વિમેન્સ પ્રીમિયર લીગ 2026ની ફાઇનલ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ વડોદરાના બીસીએ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.



  • Feb 05, 2026 17:57 IST

    WPL 2026 Final RCB vs DC Live : આ સિઝનમાં દિલ્હી વિ આરસીબી મેચનું પરિણામ

    આ સિઝનમાં આરસીબી અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે બે મેચ રમાઇ હતી. બન્નેનો 1-1 મેચમાં વિજય થયો છે. એક મેચમાં આરસીબીએ 8 વિકેટથી વિજય મેળવ્યો હતો. બીજી મેચમાં દિલ્હીનો 7 વિકેટથી વિજય થયો હતો.



  • Feb 05, 2026 17:55 IST

    WPL 2026 Final RCB vs DC Live : મહિલા પ્રીમિયર લીગ 2026 ફાઇનલ, આરસીબી વિ દિલ્હી વચ્ચે મુકાબલો

    વિમેન્સ પ્રીમિયર લીગ 2026નો ફાઇનલ મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. દિલ્હી સતત ચોથી ફાઇનલ રમશે. દિલ્હી પ્રથમ વખત ચેમ્પિયન બનવા માટે મેદાનમાં ઉતરશે. બીજી તરફ સ્મૃતિ મંધાનાની કેપ્ટનશિપ હેઠળ બેંગલુરુ પોતાના બીજા ટાઇટલ માટે મેદાનમાં ઉતરશે. RCB લીગ સ્ટેજમાં ટોચ પર રહીને આઠમાંથી છ મેચ જીતીને સીધી ફાઇનલ માટે ક્વોલિફાય થઈ હતી. દિલ્હી કેપિટલ્સ લીગ સ્ટેજમાં ત્રીજા સ્થાને રહી હતી. દિલ્હીએ એલિમિનેટરમાં ગુજરાત જાયન્ટ્સને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો



સ્પોર્ટ્સ ક્રિકેટ વિમેન્સ પ્રીમિયર લીગ