WPL 2026 GG vs DC : મહિલા પ્રીમિયર લીગ 2026, દિલ્હી કેપિટલ્સનો સતત ચોથી વખત ફાઇનલમાં પ્રવેશ

GG vs DC Score Updates, WPL 2026 Eliminator : દિલ્હી કેપિટલ્સે મહિલા પ્રીમિયર લીગ 2026માં ગુજરાત જાયન્ટ્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો. આ જીત સાથે દિલ્હીએ સતત ચોથી વખત ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે તે આરસીબી સામે 5 ફેબ્રુઆરીએ ફાઇનલમાં રમશે

GG vs DC Score Updates, WPL 2026 Eliminator : દિલ્હી કેપિટલ્સે મહિલા પ્રીમિયર લીગ 2026માં ગુજરાત જાયન્ટ્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો. આ જીત સાથે દિલ્હીએ સતત ચોથી વખત ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે તે આરસીબી સામે 5 ફેબ્રુઆરીએ ફાઇનલમાં રમશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
WPL 2026 Eliminator Gujarat Giants vs Delhi Capitals Live Scorecard in Gujarati

Women's Premier League 2026 GG vs DC Eliminator LIVE Score : મહિલા પ્રીમિયર લીગ 2026, ગુજરાત વિ દિલ્હી એલિમિનેટર મેચ અપડેટ્સ

WPL 2026 Eliminator, Gujarat Giants vs Delhi Capitals Match Updates : ચિનેલી હેનરી (3 વિકેટ) અને નંદીની શર્માની (2 વિકેટ) ચુસ્ત બોલિંગ પ્રદર્શન પછી લિઝેલ લી ના 43 અને જેમિમાહ રોડ્રીગ્સના 41 રનની મદદથી દિલ્હી કેપિટલ્સે મહિલા પ્રીમિયર લીગ 2026માં ગુજરાત જાયન્ટ્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો. ગુજરાતે 20 ઓવરમાં 7 વિકેટે 168 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 15.4 ઓવરમાં 3 વિકેટે 169 રન બનાવી લીધા હતા. આ જીત સાથે દિલ્હીએ સતત ચોથી વખત ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે તે આરસીબી સામે 5 ફેબ્રુઆરીએ ફાઇનલમાં રમશે.

Advertisment

બન્ને ટીમો આ પ્રમાણે છે

ગુજરાત જાયન્ટ્સ : સોફી ડિવાઇન, બેથ મૂની, અનુષ્કા શર્મા, એશ્લે ગાર્ડનર (કેપ્ટન), જ્યોર્જિયા વેરહામ, ભારતી ફુલમાલી, કનિકા આહુજા, કાશ્વી ગૌતમ, તનુજા કંવર, રેણુકા સિંહ, રાજેશ્વરી ગાયકવાડ.

દિલ્હી કેપિટલ્સ : શેફાલી વર્મા, લિઝેલ લી, લૌરા વોલ્વાર્ડ, જેમિમાહ રોડ્રિગ્સ (કેપ્ટન), મેરિઝાન કેપ્પ, નિકી પ્રસાદ, ચિનેલી હેનરી, મિનુ માની, સ્નેહ રાણા, શ્રી ચારાણી, નંદીની શર્મા.

  • Feb 03, 2026 23:21 IST

    WPL 2026 GG vs DC LIVE : દિલ્હી કેપિટલ્સ સતત ચોથી વખત ફાઇનલમાં



  • Feb 03, 2026 23:14 IST

    WPL 2026 GG vs DC LIVE : દિલ્હી કેપિટલ્સ ફાઇનલમાં

    ચિનેલી હેનરી (3 વિકેટ) અને નંદીની શર્માની (2 વિકેટ) ચુસ્ત બોલિંગ પ્રદર્શન પછી લિઝેલ લી ના 43 અને જેમિમાહ રોડ્રીગ્સના 41 રનની મદદથી દિલ્હી કેપિટલ્સે મહિલા પ્રીમિયર લીગ 2026માં ગુજરાત જાયન્ટ્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો. ગુજરાતે 20 ઓવરમાં 7 વિકેટે 168 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 15.4 ઓવરમાં 3 વિકેટે 169 રન બનાવી લીધા હતા. આ જીત સાથે દિલ્હીએ સતત ચોથી વખત ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે તે આરસીબી સામે 5 ફેબ્રુઆરીએ ફાઇનલમાં રમાશે.



  • Advertisment
  • Feb 03, 2026 23:07 IST

    WPL 2026 GG vs DC LIVE : જેમિમાહ રોડ્રિગ્સ 41 રને આઉટ

    જેમિમાહ રોડ્રિગ્સ 23 બોલમાં 4 ફોર અને 1 સિક્સર સાથે 41 રને રાજેશ્વરી ગાયકવાડનો શિકાર બની. લૌરા વોલ્વાર્ડના 24 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 32 રન.



  • Feb 03, 2026 22:24 IST

    WPL 2026 GG vs DC LIVE : શેફાલી વર્મા આઉટ

    શેફાલી વર્મા 21 બોલમાં 7 ફોર સામે 31 રને વેરહામની ઓવરમાં બોલ્ડ થઇ. દિલ્હીએ 92 રને બીજી વિકેટ ગુમાવી.



  • Feb 03, 2026 22:05 IST

    WPL 2026 GG vs DC LIVE : લિઝેલ લી 43 રને આઉટ

    લિઝેલ લી 24 બોલમાં 8 ફોર અને 1 સિક્સર સાથે 43 રન બનાવી જ્યોર્જિયા વેરહમની ઓવરમાં એલબી આઉટ થઇ. દિલ્હીએ 89 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • Feb 03, 2026 21:10 IST

    WPL 2026 GG vs DC LIVE : દિલ્હી કેપિટલ્સને 169 રનનો પડકાર

    મહિલા પ્રીમિયર લીગ 2026 ની એલિમિનેટર મેચમાં ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં 7 વિકેટે 168 રન બનાવી લીધા છે. દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 169 રનનો પડકાર મળ્યો છે. બેથ મૂનીના 51 બોલમાં 6 ફોર સાથે અણનમ 62 રન.



  • Feb 03, 2026 21:06 IST

    WPL 2026 GG vs DC LIVE : બેથ મૂનીની અડધી સદી

    બેથ મૂનીએ 47 બોલમાં 4 ફોર સાથે અડધી સદી ફટકારી. જ્યોર્જિયા વેરહામે 25 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે હેનરીનો શિકાર બની. ભારતી ફુલમાલી ખાતું ખોલાયા વિના આઉટ થઇ.



  • Feb 03, 2026 20:31 IST

    WPL 2026 GG vs DC LIVE : ગુજરાતે 59 રને ચોથી વિકેટ ગુમાવી

    અનુષ્કા શર્મા 13 બોલમાં 2 ફોર સાથે 16 રન બનાવી નંદની શર્માનો શિકાર બની. એશ્લે ગાર્ડનર પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના નંદીની શર્માનો બીજો શિકાર બની. કનિકા આહુજા 13 બોલમાં 1 ફોર સાથે 13 રને સ્ટમ્પ આઉટ થઇ. ગુજરાતે 59 રને ચોથી વિકેટ ગુમાવી.



  • Feb 03, 2026 19:49 IST

    WPL 2026 GG vs DC LIVE : સોફી ડિવાઇન આઉટ

    સોફી ડિવાઇન 9 બોલમાં 1 ફોર સાથે 6 રને હેનરીની ઓવરમાં કેચ આઉટ થઇ. ગુજરાત જાયન્ટ્સે 9 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • Feb 03, 2026 19:08 IST

    WPL 2026 GG vs DC LIVE : ગુજરાત જાયન્ટ્સ પ્લેઇંગ ઇલેવન

    સોફી ડિવાઇન, બેથ મૂની, અનુષ્કા શર્મા, એશ્લે ગાર્ડનર (કેપ્ટન), જ્યોર્જિયા વેરહામ, ભારતી ફુલમાલી, કનિકા આહુજા, કાશ્વી ગૌતમ, તનુજા કંવર, રેણુકા સિંહ, રાજેશ્વરી ગાયકવાડ.



  • Feb 03, 2026 19:07 IST

    WPL 2026 GG vs DC LIVE : દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઇલેવન

    શેફાલી વર્મા, લિઝેલ લી, લૌરા વોલ્વાર્ડ, જેમિમાહ રોડ્રિગ્સ (કેપ્ટન), મેરિઝાન કેપ્પ, નિકી પ્રસાદ, ચિનેલી હેનરી, મિનુ માની, સ્નેહ રાણા, શ્રી ચારાણી, નંદીની શર્મા.



  • Feb 03, 2026 19:04 IST

    WPL 2026 GG vs DC LIVE : દિલ્હીએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    મહિલા પ્રીમિયર લીગ 2026 ની એલિમિનેટર મેચમાં ગુજરાત જાયન્ટ્સ સામે દિલ્હી કેપિટલ્સની કેપ્ટન જેમિમાહ રોડ્રિગ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ વડોદરાના બીસીએ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.



  • Feb 03, 2026 18:30 IST

    WPL 2026 GG vs DC LIVE : ગુજરાત વિ દિલ્હી વચ્ચે એલિમિનેટર મુકાબલો

    મહિલા પ્રીમિયર લીગ 2026 ના એલિમિનેટર મેચમાં ગુજરાત જાયન્ટ્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે. આ મેચ ફાઇનલમાં સ્થાન મેળવવા માટેનો જંગ હશે. આ મેચની વિજેતા ટીમ ફાઇનલમાં RCB સામે ટકરાશે. ગુજરાતની ટીમ લીગ સ્ટેજ પછી પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહી હતી અને દિલ્હી કેપિટલ્સ ત્રીજા સ્થાને રહી હતી. લીગ રાઉન્ડમાં ગુજરાતે આઠમાંથી પાંચ મેચ જીતી હતી અને દિલ્હીએ આઠમાંથી ચાર મેચ જીતી હતી.



વિમેન્સ પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પોર્ટ્સ