WPL 2026 RCB vs GG : મહિલા પ્રીમિયર લીગ 2026, આરસીબીનો સતત પાંચમો વિજય, ગુજરાત જાયન્ટ્સને હરાવ્યું

RCB vs GG Score Updates, WPL 2026 : મહિલા પ્રીમિયર લીગ 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત જાયન્ટ્સ સામે 61 રને વિજય મેળવ્યો, ગૌતમી નાઇકના 73 રન

RCB vs GG Score Updates, WPL 2026 : મહિલા પ્રીમિયર લીગ 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત જાયન્ટ્સ સામે 61 રને વિજય મેળવ્યો, ગૌતમી નાઇકના 73 રન

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
WPL 2026 Royal Challengers Bengaluru vs Gujarat Giants

Women's Premier League 2026 RCB vs GG LIVE Score : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ ગુજરાત જાયન્ટ્સ મેચ અપડેટ્સ

WPL 2026 Royal Challengers Bengaluru vs Gujarat Giants Match Updates : ગૌતમી નાઇકના 72 રન પછી બોલરોના શાનદાર પ્રદર્શનની મહિલા પ્રીમિયર લીગ 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત જાયન્ટ્સ સામે 61 રને વિજય મેળવ્યો છે. આરસીબીએ 20 ઓવરમાં 6 વિકેટે 178 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત 20 ઓવરમાં 8 વિકેટે 117 રન બનાવી શક્યું હતું. આરસીબીએ સતત પાંચમો વિજય મેળવ્યો છે.  

Advertisment

બન્ને ટીમો આ પ્રમાણે છે

ગુજરાત જાયન્ટ્સ : સોફી ડિવાઇન, બેથ મૂની, અનુષ્કા શર્મા, એશ્લે ગાર્ડનર (કેપ્ટન), જ્યોર્જિયા વેરહામ, ભારતી ફુલમાલી, કનિકા આહુજા, કાશ્વી ગૌતમ, તનુજા કંવર, હેપ્પી કુમારી, રેણુકા સિંહ.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : ગ્રેસ હેરિસ, સ્મૃતિ મંધાના (કેપ્ટન), જ્યોર્જિયા વોલ, રિચા ઘોષ, ગૌતમી નાઈક, રાધા યાદવ, નદીન ડી ક્લાર્ક, સયાલી સાતઘરે, શ્રેયંકા પાટિલ, પ્રેમા રાવચત, લોરેન બેલ.

  • Jan 19, 2026 23:11 IST

    WPL 2026 RCB vs GG LIVE : આરસીબીનો 61 રને વિજય

    ગૌતમી નાઇકના 72 રન પછી બોલરોના શાનદાર પ્રદર્શનની મહિલા પ્રીમિયર લીગ 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત જાયન્ટ્સ સામે 61 રને વિજય મેળવ્યો છે. આરસીબીએ 20 ઓવરમાં 6 વિકેટે 178 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત 20 ઓવરમાં 8 વિકેટે 117 રન બનાવી શક્યું હતું. આરસીબીએ સતત પાંચમો વિજય મેળવ્યો છે. 



  • Jan 19, 2026 22:34 IST

    WPL 2026 RCB vs GG LIVE : ગાર્ડનરની અડધી સદી

    એશ્લે ગાર્ડનરે 39 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.



  • Advertisment
  • Jan 19, 2026 22:29 IST

    WPL 2026 RCB vs GG LIVE : ગુજરાતે 56 રનમાં છઠ્ઠી વિકેટ ગુમાવી

    અનુષ્કા શર્મા 20 બોલમાં 3 ફોર સાથે 18 રને ડી ક્લાર્કનો શિકાર બની. કાશ્વી ગૌતમ 8 બોલમાં 4 રન અને જ્યોર્જિયા બેરહામ 6 બોલમાં 2 રને આઉટ થઇ. ગુજરાતે 56 રનમાં છઠ્ઠી વિકેટ ગુમાવી.



  • Jan 19, 2026 21:50 IST

    WPL 2026 RCB vs GG LIVE : ગુજરાત જાયન્ટ્સે 5 રનમાં 3 વિકેટ ગુમાવી

    બેથ મુની 4 બોલમાં 3 રને સયાલીનો શિકાર બની. સોફી ડિવાઇન 4 બોલમાં ખાતું ખોલાયા વિના અને કનિકા આહુજા 3 બોલમાં ખાતું ખોલાયા વિના આઉટ. ગુજરાત જાયન્ટ્સે 5 રનમાં 3 વિકેટ ગુમાવી.



  • Jan 19, 2026 21:09 IST

    WPL 2026 RCB vs GG LIVE : ગુજરાત જાયન્ટ્સને 179 રનનો પડકાર

    મહિલા પ્રીમિયર લીગ 2026ની 12 મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 6 વિકેટે 178 રન બનાવી લીધા છે. ગુજરાત જાયન્ટ્સને જીતવા માટે 179 રનનો પડકાર મળ્યો છે.



  • Jan 19, 2026 20:59 IST

    WPL 2026 RCB vs GG LIVE : ગૌતમી નાઇક 73 રને આઉટ

    રિચા ઘોષ 20 બોલમાં 3 સિક્સર સાથે 27 રને આઉટ થઇ. ગૌતમી નાઇક 55 બોલમાં 7 ફોર અને 1 સિક્સર સાથે 73 રન બનાવી ગાર્ડનરની ઓવરમાં બોલ્ડ થઇ. આરસીબીએ 142 રને પાંચમી વિકેટ ગુમાવી.



  • Jan 19, 2026 20:31 IST

    WPL 2026 RCB vs GG LIVE : સ્મૃતિ મંધાના આઉટ

    સ્મૃતિ મંધાના 23 બોલમાં 4 ફોર સાથે 26 રન બનાવી ગાર્ડનરની ઓવરમાં એલબી આઉટ થઇ. આરસીબીએ 69 રને ત્રીજી વિકેટ ગુમાવી. 



  • Jan 19, 2026 20:02 IST

    WPL 2026 RCB vs GG LIVE : આરસીબીએ 9 રનમાં 2 વિકેટ ગુમાવી

    ગ્રેસ હેરિસ 3 બોલમાં 1 રન બનાવી રેણુકા સિંહની ઓવરમાં કેચ આઉટ થઇ. જ્યોર્જિયા વોલ 3 બોલમાં 1 રન બનાવી કાશ્વી ગૌતમનો શિકાર બની. આરસીબીએ 9 રને 2 વિકેટ ગુમાવી દીધી છે.



  • Jan 19, 2026 19:08 IST

    WPL 2026 RCB vs GG LIVE : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઇંગ ઇલેવન

    ગ્રેસ હેરિસ, સ્મૃતિ મંધાના (કેપ્ટન), જ્યોર્જિયા વોલ, રિચા ઘોષ, ગૌતમી નાઈક, રાધા યાદવ, નદીન ડી ક્લાર્ક, સયાલી સાતઘરે, શ્રેયંકા પાટિલ, પ્રેમા રાવચત, લોરેન બેલ.



  • Jan 19, 2026 19:08 IST

    WPL 2026 RCB vs GG LIVE : ગુજરાત જાયન્ટ્સ પ્લેઇંગ ઇલેવન

    સોફી ડિવાઇન, બેથ મૂની, અનુષ્કા શર્મા, એશ્લે ગાર્ડનર (કેપ્ટન), જ્યોર્જિયા વેરહામ, ભારતી ફુલમાલી, કનિકા આહુજા, કાશ્વી ગૌતમ, તનુજા કંવર, હેપ્પી કુમારી, રેણુકા સિંહ.



  • Jan 19, 2026 19:06 IST

    WPL 2026 RCB vs GG LIVE : ગુજરાતે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    મહિલા પ્રીમિયર લીગ 2026ની 12 મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ગુજરાત જાયન્ટ્સની કેપ્ટન એશ્લે ગાર્ડનરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં રમાઇ રહી છે



  • Jan 19, 2026 19:04 IST

    WPL 2026 RCB vs GG LIVE : ગુજરાત વિ આરસીબી વચ્ચે મેચ

    મહિલા પ્રીમિયર લીગ 2026ની 12 મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં રમાશે. સ્મૃતિ મંધાનાની કેપ્ટન્સી હેઠળની આરસીબીનો દેખાવ અત્યાર સુધી ખૂબ જ સારો રહ્યો છે અને આ ટીમ અત્યાર સુધી રમાયેલી ચારેય મેચ જીતી ચૂકી છે. ગુજરાતની વાત કરીએ તો આ ટીમ અત્યાર સુધી 4 મેચ રમી ચૂકી છે, જેમાં તે 2 મેચ જીતી છે અને 2 મેચમાં પરાજય થયો છે. 



સ્પોર્ટ્સ ક્રિકેટ વિમેન્સ પ્રીમિયર લીગ રોયલ ચેલેન્જર્સ બેંગલોર