WPL 2026 Auction ગુજરાત જાયન્ટ્સ ટીમ સંપૂર્ણ સૂચિ: વિમેન્સ પ્રીમિયર લીગ 2026 મેગા ઓક્શનમાં, ગુજરાત જાયન્ટ્સ (Gujarat Giants) ₹ 9 કરોડ સાથે હરાજીમાં ઉતર્યું હતું. તેણે બે ખેલાડીઓ એશ્લે ગાર્ડનર અને બેથ મૂનીને રિટેઇન કર્યા હતા. જ્યારે આ મેગા હરાજીમાં ટીમે 16 ખેલાડીઓ ખરીદ્યા છે. ટીમે આ માટે ₹ 8.85 કરોડ ખર્ચ કર્યા છે. ગુજરાત જાયન્ટ્સ માટે સોફી ડિવાઇન ₹ 2.00 કરોડ) અને જ્યોર્જિયા વેરહામ ₹ 1.00 કરોડ સૌથી મોંઘા ખેલાડીઓ રહ્યા.
WPL હરાજી 2026: ગુજરાત જાયન્ટ્સે આ ખેલાડીઓને ખરીદ્યા
- સોફી ડિવાઇન (2 કરોડ), રેણુકા સિંહ ઠાકુર (60 લાખ રૂપિયા), ભારતી ફુલમાલી (70 લાખ રૂપિયા), તિતાસ સાધુ (30 લાખ રૂપિયા)
- કશ્વી ગૌતમ (65 લાખ રૂપિયા), કનિકા આહુજા (30 લાખ), તનુજા કંવર (45 લાખ), જ્યોર્જિયા વેરહામ (1 કરોડ)
- અનુષ્કા શર્મા (45 લાખ), હેપ્પી કુમારી (10 લાખ), કિમ ગાર્થ (50 લાખ રૂપિયા) યાસ્તિકા ભાટિયા (50 લાખ)
- શિવાની સિંહ (10 લાખ), ડેની વોટ-હોજ (50 લાખ), રાજેશ્વરી ગાયકવાડ (40 લાખ), આયુષી સોની (30 લાખ)
- રિટેન કરેલ ખેલાડીઓ: એશ ગાર્ડનર અને બેથ મૂની.
WPL 2026 ગુજરાત જાયન્ટ્સ સ્ક્વોડ
એશ ગાર્ડનર, બેથ મૂની, સોફી ડિવાઇન, રેણુકા સિંહ ઠાકુર, ભારતી ફુલ્માલી, તિતાસ સાધુ, કશ્વી ગૌતમ, કનિકા આહુજા, તનુજા કંવર, જ્યોર્જિયા વેરહામ, અનુષ્કા શર્મા, હેપ્પી કુમારી, કિમ ગાર્થ, યાસ્તિકા ભાટિયા, શિવાની સિંહ, ડેની વોટ-હોજ, રાજેશ્વરી ગાયકવાડ, આયુષી સોની.
WPL 2026 Auction અંગેની તમામ વિગત જાણો
રિલીઝ કરેલ ખેલાડીઓ
ગુજરાત જાયન્ટ્સ ટીમે WPL 2026 પૂર્વે હરલીન દેઓલ, કશ્વી ગૌતમ, ભારતી ફુલમાલી, લૌરા વોલ્વાર્ડ, ડીઆન્દ્રા ડોટિન, તનુજા કંવર, દયાલન હેમલતા, ડેનિયલ ગિબ્સન, મેઘના સિંહ, ફોબી લિચફિલ્ડ, મન્નત કશ્યપ, પ્રકાશિકા નાઈક, સિમરન શેખ, સયાલી સતઘારે, પ્રિયા મિશ્રા અને શબનમ શકીલ સહિતને રિલીઝ કર્યા હતા.





