/indian-express-gujarati/media/media_files/2026/01/10/wpl-2026-mi-vs-dc-live-score-2026-01-10-18-22-10.jpg)
Women's Premier League 2026 Mumbai Indians vs Delhi Capitals LIVE Score : મહિલા પ્રીમિયર લીગ 2026, મુંબઇ વિ દિલ્હી મેચ અપડેટ્સ
Mumbai Indians vs Delhi Capitals Match Updates : નેટ સાયવર-બ્રન્ટ અને હમરનપ્રીત કૌરની અડધી સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી મહિલા પ્રીમિયર લીગ 2026માં મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ સામે 50 રને વિજય મેળવ્યો હતો. મુંબઈએ પ્રથમ જીત નોંધાવી છે. મુંબઈએ 20 ઓવરમાં 4 વિકેટે 195 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી 19 ઓવરમાં 145 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. મુંબઈ તરફથી એમેલિયા કેર અને નિકોલા કેરીએ સૌથી વધારે 3-3 વિકેટ ઝડપી હતી.
બન્ને ટીમો આ પ્રમાણે છે
દિલ્હી કેપિટલ્સ મહિલા : શેફાલી વર્મા, લિઝેલ લી, લૌરા વોલ્વાર્ડ, જેમિમાહ રોડ્રિગ્સ (કેપ્ટન), મેરિઝાન કેપ્પ, નિકી પ્રસાદ, ચિનેલ હેનરી, સ્નેહ રાણા, મિન્નુ મણિ, એન શ્રી ચારાણી, નંદીની શર્મા.
મુંબઈ ઈન્ડિયન્સ મહિલા : એમેલિયા કેર, જી કમલિની, નેટ સાયવર-બ્રન્ટ, હમરનપ્રીત કૌર (કેપ્ટન), અમનજોત કૌર, નિકોલા કેરી, એસ સજના, પૂનમ ખેમનાર, શબનીમ ઈસ્માઈલ, સંસ્કૃતિ ગુપ્તા, ત્રિવેણી વશિષ્ઠા.
- Jan 10, 2026 22:49 IST
WPL 2026 MI vs DC LIVE : મુંબઈ ઇન્ડિયન્સનો 50 રને વિજય
નેટ સાયવર-બ્રન્ટ અને હમરનપ્રીત કૌરની અડધી સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી મહિલા પ્રીમિયર લીગ 2026માં મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ સામે 50 રને વિજય મેળવ્યો હતો. મુંબઈએ પ્રથમ જીત નોંધાવી છે. મુંબઈએ 20 ઓવરમાં 4 વિકેટે 195 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી 19 ઓવરમાં 145 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. મુંબઈ તરફથી એમેલિયા કેર અને નિકોલા કેરીએ સૌથી વધારે 3-3 વિકેટ ઝડપી હતી.
- Jan 10, 2026 22:45 IST
WPL 2026 MI vs DC LIVE : ચિનેલ હેનરી 56 રને આઉટ
નિક્કી પ્રસાદના 12 રન અને સ્નેહ રાણાના 11 બોલમાં 11 રન. ચિનેલ હેનરી 33 બોલમાં 5 ફોર અને 3 સિક્સર સાથે 56 રને કેચ આઉટ થઇ.
- Jan 10, 2026 22:11 IST
WPL 2026 MI vs DC LIVE : દિલ્હીએ 46 રનમાં 5 વિકેટ ગુમાવી
જેમિમાહ રોડ્રીગ્સ 3 બોલમાં 1 રને ઇસ્માઇલનો શિકાર બની. જ્યારે મેરિઝોન કેપ 6 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 10 રને આઉટ થઇ. દિલ્હીએ 46 રનમાં 5 વિકેટ ગુમાવી.
- Jan 10, 2026 21:41 IST
WPL 2026 MI vs DC LIVE : દિલ્હીએ 33 રને ત્રીજી વિકેટ ગુમાવી
લિઝેલ લી 10 બોલમાં 2 ફોર સાથે 10 રન બનાવી નેટ સાયવર બ્રન્ટની ઓવરમાં કેચ આઉટ થઇ. શેફાલી વર્મા 13 બોલમાં 1 ફોર સાથે 8 રને અને લૌરા વોલ્ડાર્ટ 5 બોલમાં 2 ફોર સાથે 9 રને નિકોલા કેરીનો શિકાર બની. દિલ્હીએ 33 રને ત્રીજી વિકેટ ગુમાવી.
- Jan 10, 2026 21:04 IST
WPL 2026 MI vs DC LIVE : દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 196 રનનો પડકાર
મહિલા પ્રીમિયર લીગ 2026ની ત્રીજી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 4 વિકેટે 195 રન બનાવી લીધા છે. દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 196 રનનો પડકાર મળ્યો છે. હરમનપ્રીત કૌર 42 બોલમાં 8 ફોર અને 3 સિક્સર સાથે 74 રને અણનમ રહી.
- Jan 10, 2026 21:00 IST
WPL 2026 MI vs DC LIVE : હરમનપ્રીત કૌરની અડધી સદી
હરમનપ્રીત કૌરે 34 બોલમાં 4 ફોર અને 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી. નેટ બ્રન્ટ 46 બોલમાં 13 ફોર સાથે 70 રન બનાવી કેચ આઉટ થઇ. નિકોલા કેરી 12 બોલમાં 4 ફોર સાથે 21 રન બનાવી નંદની શર્માની ઓવકમાં આઉટ થઇ.
- Jan 10, 2026 20:31 IST
WPL 2026 MI vs DC LIVE : નેટ સાયવર-બ્રન્ટની અડધી સદી
નેટ સાયવર-બ્રન્ટે 32 બોલમાં 10 ફોર સાથે અડધી સદી ફટકારી. કમલિની 19 બોલમાં 3 ફોર સાથે 16 રન બનાવી આઉટ થઇ. મુંબઈએ 51 રને બીજી વિકેટ ગુમાવી. મુંબઈએ 13 ઓવરમાં 100 રન પુરા કર્યા.
- Jan 10, 2026 19:52 IST
WPL 2026 MI vs DC LIVE : એમેલિયા કેર પ્રથમ બોલે આઉટ
એમેલિયા કેર પ્રથમ બોલમાં ખાતું ખોલાયા વિના ચિનેલ હેનરીની ઓવરમાં કેચ આઉટ થઇ. મુંબઈએ 2 રને પ્રથમ વિકેટ ગુમાવી હતી. મુંબઈ ઇન્ડિયન્સે 5 ઓવરમાં 1 વિકેટે 33 રન બનાવી લીધા છે. જી કમલિની 7 અને નેટ સાયવર-બ્રન્ટ 23 રને રમતમાં છે.
- Jan 10, 2026 19:17 IST
WPL 2026 MI vs DC LIVE : મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઇંગ ઇલેવન
એમેલિયા કેર, જી કમલિની, નેટ સાયવર-બ્રન્ટ, હમરનપ્રીત કૌર (કેપ્ટન), અમનજોત કૌર, નિકોલા કેરી, એસ સજના, પૂનમ ખેમનાર, શબનીમ ઈસ્માઈલ, સંસ્કૃતિ ગુપ્તા, ત્રિવેણી વશિષ્ઠા.
- Jan 10, 2026 19:17 IST
WPL 2026 MI vs DC LIVE : દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઇલેવન
શેફાલી વર્મા, લિઝેલ લી, લૌરા વોલ્વાર્ડ, 4 જેમિમાહ રોડ્રિગ્સ (કેપ્ટન), મેરિઝાન કેપ્પ, નિકી પ્રસાદ, ચિનેલ હેનરી, સ્નેહ રાણા, મિન્નુ મણિ, એન શ્રી ચારાણી, નંદીની શર્મા.
- Jan 10, 2026 19:07 IST
WPL 2026 MI vs DC LIVE : દિલ્હીએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
મહિલા પ્રીમિયર લીગ 2026ની ત્રીજી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે દિલ્હી કેપિટલ્સની કેપ્ટન જેમિમા રોડ્રિગ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ નવી મુંબઈના DY પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે.
- Jan 10, 2026 18:24 IST
WPL 2026 MI vs DC LIVE : મુંબઈ પ્રથમ જીત મેળવવા પ્રયત્ન કરશે
મુંબઈ આ મેચ કોઈપણ કિંમતે જીતવા માટે પ્રયત્નશીલ રહેશે, કારણ કે હરમનપ્રીત કૌરની ટીમ શરૂઆતની મેચમાં RCB સામે હારી ગઈ હતી. બીજી તરફ દિલ્હીની નવી કેપ્ટન જેમીમા રોડ્રિગ્સ તેની કેપ્ટનશીપ હેઠળની પોતાની પહેલી મેચ જીત સાથે શરૂ કરવા માંગશે. મુંબઈ અને દિલ્હી બંને ટીમો મજબૂત દેખાઈ રહી છેય મુંબઈ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, જ્યારે દિલ્હી ત્રણ વખત ફાઇનલમાં પહોંચી છે પરંતુ ક્યારેય જીતી શકી નથી.
- Jan 10, 2026 18:23 IST
WPL 2026 MI vs DC LIVE : મહિલા પ્રીમિયર લીગ 2026, મુંબઇ વિ દિલ્હી મુકાબલો
મુંબઈ ઈન્ડિયન્સ મહિલા ક્રિકેટ ટીમ વિમેન્સ પ્રીમિયર લીગ 2026 ના ત્રીજા લીગ મેચમાં દિલ્હી કેપિટલ્સ મહિલા ક્રિકેટ ટીમનો સામનો કરશે. આ મેચ આજે સાંજે 7:30 વાગ્યે રમાશે. આ મેચ નવી મુંબઈના DY પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી ગ્રાઉન્ડ પર રમાશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us