/indian-express-gujarati/media/media_files/2026/01/13/wpl-2026-rcb-vs-upw-live-score-2026-01-13-18-32-06.jpg)
Women's Premier League 2026 MI vs GG LIVE Score : મહિલા પ્રીમિયર લીગ 2026, મુંબઈ વિ ગુજરાત મેચ અપડેટ્સ
WPL 2026 Mumbai Indians vs Gujarat Giants Match Updates : હરમનપ્રીત કૌરના અણનમ 71 રનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે મહિલા પ્રીમિયર લીગ 2026માં ગુજરાત જાયન્ટ્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં 5 વિકેટે 192 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 19.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. ગુજરાતનો આ સિઝનમાં પ્રથમ પરાજય થયો છે. હરમનપીત કૌરે 43 બોલમાં 7 ફોર અને 2 સિક્સર સાથે અણનમ 71 રન બનાવ્યા હતા.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ગુજરાત જાયન્ટ્સ : સોફી ડિવાઇન, બેથ મૂની, આયુષી સોની, એશ્લે ગાર્ડનર (કેપ્ટન), જ્યોર્જિયા વેરહામ, ભારતી ફુલમાલી, કનિકા આહુજા, કાશ્વી ગૌતમ, તનુજા કંવર, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા સિંહ ઠાકુર.
મુંબઈ ઈન્ડિયન્સ : જી કમલિની, હેલી મેથ્યુસ, એમેલિયા કેર, હમરનપ્રીત કૌર (કેપ્ટન), અમનજોત કૌર, નિકોલા કેરી, સંજીવન સજના, પૂનમ ખેમનાર, શબનીમ ઈસ્માઈલ, સંસ્કૃતિ ગુપ્તા, ત્રિવેણી વશિષ્ઠા.
- Jan 13, 2026 23:12 IST
WPL 2026 MI vs GG LIVE : મુંબઈ ઇન્ડિયન્સનો 7 વિકેટે વિજય
હરમનપ્રીત કૌરના અણનમ 71 રનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે મહિલા પ્રીમિયર લીગ 2026માં ગુજરાત જાયન્ટ્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં 5 વિકેટે 192 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 19.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. મુંબઈએ બીજો વિજય મેળવ્યો છે. જ્યારે ગુજરાતનો પ્રથમ પરાજય થયો છે. હરમનપીત કૌરે 43 બોલમાં 7 ફોર અને 2 સિક્સર સાથે અણનમ 71 રન બનાવ્યા હતા.
- Jan 13, 2026 22:23 IST
WPL 2026 MI vs GG LIVE : મુંબઈના 100 રન
મુંબઈ ઇન્ડિયન્સે 12 ઓવરમાં 2 વિકેટે 109 રન બનાવી લીધા છે. હરમનપ્રીત કૌર 33 અને અમનજોત કૌર 40 રને રમતમાં છે. મુંબઈએ 11.2 ઓવરમાં 100 રન પુરા કર્યા હતા.
- Jan 13, 2026 21:59 IST
WPL 2026 MI vs GG LIVE : હેલી મેથ્યુસ 22 રને આઉટ
જી કમલિની 12 બોલમાં 2 ફોર સાથે 13 રને રેણુકા સિંહનો શિકાર બની. હેલી મેથ્યુસ 12 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 22 રને કાશ્વી ગૌતમનો શિકાર બની. મુંબઈએ 37 રને બીજી વિકેટ ગુમાવી.
- Jan 13, 2026 21:26 IST
WPL 2026 MI vs GG LIVE : મુંબઈ ઇન્ડિયન્સને જીતવા માટે 193 રનનો પડકાર
મહિલા પ્રીમિયર લીગ 2026 ની છઠ્ઠી મેચમાં ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં 5 વિકેટે 192 રન બનાવી લીધા છે. મુંબઈ ઇન્ડિયન્સને જીતવા માટે 193 રનનો પડકાર મળ્યો છે. જ્યોર્જિયા વેરહામના 33 બોલમાં 4 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 43 રન. જ્યારે ભારતી ફુલમાલીના 15 બોલમાં 3 ફોર અને 3 સિક્સર સાથે અણનમ 36 રન.
- Jan 13, 2026 20:52 IST
WPL 2026 MI vs GG LIVE : આયુષ સોની રિટાયર્ડ આઉટ
આયુષ સોની 14 બોલમાં 11 રન બનાવી રિટાયર્ડ આઉટ થઇ. ગુજરાતે 136 રને પાંચમી વિકેટ ગુમાવી.
- Jan 13, 2026 20:25 IST
WPL 2026 MI vs GG LIVE : કનિકા આહુજા 35 રને આઉટ
અશ્લે ગાર્ડનર 11 બોલમાં 4 ફોર સાથે 20 રને નિકોલા કેરીનો શિકાર બની. જ્યારે કનિકા આહુજા 18 બોલમાં 4 ફોર અને 2 સિક્સર સાથે 35 રને મેથ્યુસનો શિકાર બની.
- Jan 13, 2026 20:12 IST
WPL 2026 MI vs GG LIVE : બેથ મૂની આઉટ
બેથ મૂની 26 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 33 રન બનાવી એમેલિયા કેરની ઓવરમાં કેચ આઉટ થઇ. ગુજરાતે 64 રને બીજી વિકેટ ગુમાવી.
- Jan 13, 2026 19:57 IST
WPL 2026 MI vs GG LIVE : સોફી ડિવાઇન 8 રને આઉટ
સોફી ડિવાઇન 4 બોલમાં 2 ફોર સાથે 8 રન બનાવી ઇસ્માઇલની ઓવરમાં કેચ આઉટ થઇ. ગુજરાતે 22 રને પ્રથમ વિકેટ ગુમાવી. ટીમે 5 ઓવરમાં 50 રન પુરા કર્યા.
- Jan 13, 2026 19:12 IST
WPL 2026 MI vs GG LIVE : ગુજરાત જાયન્ટ્સ પ્લેઇંગ ઇલેવન
સોફી ડિવાઇન, બેથ મૂની, આયુષી સોની, એશ્લે ગાર્ડનર (કેપ્ટન), જ્યોર્જિયા વેરહામ, ભારતી ફુલમાલી, કનિકા આહુજા, કાશ્વી ગૌતમ, તનુજા કંવર, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા સિંહ ઠાકુર.
- Jan 13, 2026 19:11 IST
WPL 2026 MI vs GG LIVE : મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઇંગ ઇલેવન
જી કમલિની, હેલી મેથ્યુસ, એમેલિયા કેર, હમરનપ્રીત કૌર (કેપ્ટન), અમનજોત કૌર, નિકોલા કેરી, સંજીવન સજના, પૂનમ ખેમનાર, શબનીમ ઈસ્માઈલ, સંસ્કૃતિ ગુપ્તા, ત્રિવેણી વશિષ્ઠા.
- Jan 13, 2026 19:07 IST
WPL 2026 MI vs GG LIVE : મુંબઈએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
મહિલા પ્રીમિયર લીગ 2026 ની છઠ્ઠી મેચમાં ગુજરાત જાયન્ટ્સ સામે મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમ પર રમાઇ રહી છે.
- Jan 13, 2026 18:36 IST
WPL 2026 MI vs GG LIVE : આજે મુંબઈ વિ ગુજરાત મેચ
મહિલા પ્રીમિયર લીગ 2026 ની છઠ્ઠી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમ પર રમાશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us