WPL 2026 Players Auction LIVE Updates : વિમેન્સ પ્રીમિયર લીગ 2026 માટે મેગા હરાજી નવી દિલ્હીમાં યોજાઈ રહી છે. મહિલા પ્રીમિયર લીગ માટે આ મેગા હરાજીમાં 277 ખેલાડીઓ બોલી માટે ઉપલબ્ધ છે. શોર્ટલિસ્ટ કરાયેલા 277 ખેલાડીઓમાંથી 194 ભારતીય અને 93 વિદેશી (4 એસોસિયેટ દેશોના ખેલાડીઓ સહિત) સામેલ છે. હરાજીમાં સામેલ 155 પ્લેયર્સ અનકેપ્ડ છે.







