WPL 2026 RCB vs GG Score : મહિલા પ્રીમિયર લીગ 2026, આરસીબીની વિજયની હેટ્રિક

RCB vs GG Score Updates, WPL 2026 : મહિલા પ્રીમિયર લીગ 2026,  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો 32 રને વિજય. રાધા યાદવના 66 રન. શ્રેયંકા પાટીલની 5 વિકેટ

RCB vs GG Score Updates, WPL 2026 : મહિલા પ્રીમિયર લીગ 2026,  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો 32 રને વિજય. રાધા યાદવના 66 રન. શ્રેયંકા પાટીલની 5 વિકેટ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
WPL 2026 RCB vs GG LIVE Score

Women's Premier League 2026 RCB vs GG LIVE Score : મહિલા પ્રીમિયર લીગ 2026, આરસીબી વિ ગુજરાત મેચ લાઇવ અપડેટ્સ

WPL 2026 Royal Challengers Bengaluru vs Gujarat Giants Match Updates :રાધા યાદવની અડધી સદી (66) બાદ શ્રેયંકા પાટીલની 5 વિકેટની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મહિલા પ્રીમિયર લીગ 2026માં ગુજરાત જાયન્ટ્સ સામે 32 રને વિજય મેળવ્યો છે. આરસીબીએ 20 ઓવરમાં 7 વિકેટે 182 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત 18.5 ઓવરમાં 150 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ સિઝનમાં આરસીબીએ સતત ત્રીજો વિજય મેળવ્યો છે.

Advertisment

બન્ને ટીમો આ પ્રમાણે છે

ગુજરાત જાયન્ટ્સ મહિલા : સોફી ડિવાઇન, બેથ મૂની, શિવાની સિંહ, એશ્લે ગાર્ડનર (કેપ્ટન), જ્યોર્જિયા વેરહામ, ભારતી ફુલમાલી, કનિકા આહુજા, કાશ્વી ગૌતમ, તનુજા કંવર, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા સિંહ ઠાકુર.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મહિલા : ગ્રેસ હેરિસ, સ્મૃતિ મંધાના (કેપ્ટન), ડી હેમલથા, રિચા ઘોષ, ગૌતમી નાઈક, રાધા યાદવ, નદીન ડી ક્લાર્ક, અરુંધતી રેડ્ડી, શ્રેયંકા પાટિલ, લિન્સે સ્મિથ, લોરેન બેલ.

  • Jan 16, 2026 23:13 IST

    WPL 2026 RCB vs GG LIVE : આરસીબીનો 32 રને વિજય

    રાધા યાદવની અડધી સદી (66) બાદ શ્રેયંકા પાટીલની 5 વિકેટની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મહિલા પ્રીમિયર લીગ 2026માં ગુજરાત જાયન્ટ્સ સામે 32 રને વિજય મેળવ્યો છે. આરસીબીએ 20 ઓવરમાં 7 વિકેટે 182 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત 18.5 ઓવરમાં 150 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ સિઝનમાં આરસીબીએ સતત ત્રીજો વિજય મેળવ્યો છે.



  • Jan 16, 2026 22:29 IST

    WPL 2026 RCB vs GG LIVE : કનિકા આહુજા આઉટ

    કનિકા આહુજા 14 બોલમાં 2 ફોર સાથે 16 રને પાટીલની શિકાર બની. જ્યારે વેરહામ 13 બોલમાં 1 ફોર સાથે 13 રને ક્લાર્કની ઓવરમાં કેચ આઉટ થઇ. ગુજરાતે 70 રને પાંચમી વિકેટ ગુમાવી.



  • Advertisment
  • Jan 16, 2026 22:10 IST

    WPL 2026 RCB vs GG LIVE : એશ્લે ગાર્ડનર 3 રને આઉટ

    સોફી ડિવાઇન 12 બોલમાં 1 ફોર સાથે 8 રને અરુંધતી રેડ્ડીનો શિકાર બની. બેથ મૂની 14 બોલમાં 4 ફોર અને 1 સિક્સર સાથે 27 રને કેચ આઉટ થઇ. એશ્લે ગાર્ડનર પણ ખાસ કમાલ ન કરી શકતા 6 બોલમાં 3 રને લોરેન બેલનો શિકાર બની હતી. ગુજરાતે 46 રને ત્રીજી વિકેટ ગુમાવી.



  • Jan 16, 2026 21:30 IST

    WPL 2026 RCB vs GG LIVE : ગુજરાત જાયન્ટ્સને 183 રનનો પડકાર

    મહિલા પ્રીમિયર લીગ 2026ની નવમી મેચમાં  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 7 વિકેટે 182 રન બનાવી લીધા છે. ગુજરાત જાયન્ટ્સને 183 રનનો પડકાર મળ્યો છે.  



  • Jan 16, 2026 21:29 IST

    WPL 2026 RCB vs GG LIVE : રાધા યાદવના 66 રન

    રિચા ઘોષ 28 બોલમાં 4 ફોર અને 2 સિક્સર સાથે 44 રને વેરહામની ઓવરમાં કેચ આઉટ થઇ. નદીન ડી ક્લાર્ક 12 બોલમાં 2 ફોર અને 2 સિક્સર સાથે 26 રને આઉટ થઇ. રાધા યાદવ 47 બોલમાં 6 ફોર અને 3 સિક્સર સાથે 66 રને નદીનનો શિકાર બની.



  • Jan 16, 2026 20:48 IST

    WPL 2026 RCB vs GG LIVE : રાધા યાદવની અડધી સદી

    રાધા યાદવે 36 બોલમાં 4 ફોર અને 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી બાજી સંભાળી. ગૌતમી નાઇક 6 બોલમાં 2 ફોર સાથે 9 રન બનાવી એલબી આઉટ થઇ.



  • Jan 16, 2026 19:58 IST

    WPL 2026 RCB vs GG LIVE : સ્મૃતિ મંધાના આઉટ

    સ્મૃતિ મંધાના 8 બોલમાં 5 રન બનાવી રેણુકા સિંહની ઓવરમાં કેચ આઉટ થઇ. આરસીબીએ 39 રને ત્રીજી વિકેટ ગુમાવી.



  • Jan 16, 2026 19:55 IST

    WPL 2026 RCB vs GG LIVE : હેમલથા 4 રને આઉટ

    ગ્રેસ હેરીસ 8 બોલમાં 4 ફોર સાથે 17 રને અને હેમલથા 8 બોલમાં 4 રને કાશ્વી ગૌતમનો શિકાર બન્યા. આરસીબીએ 33 રને બીજી વિકેટ ગુમાવી.



  • Jan 16, 2026 19:14 IST

    WPL 2026 RCB vs GG LIVE : ગુજરાત જાયન્ટ્સ પ્લેઇંગ ઇલેવન

     સોફી ડિવાઇન, બેથ મૂની, શિવાની સિંહ, એશ્લે ગાર્ડનર (કેપ્ટન), જ્યોર્જિયા વેરહામ, ભારતી ફુલમાલી, કનિકા આહુજા, કાશ્વી ગૌતમ, તનુજા કંવર, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા સિંહ ઠાકુર.



  • Jan 16, 2026 19:13 IST

    WPL 2026 RCB vs GG LIVE : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઇંગ ઇલેવન

    ગ્રેસ હેરિસ, સ્મૃતિ મંધાના (કેપ્ટન), ડી હેમલથા, રિચા ઘોષ, ગૌતમી નાઈક, રાધા યાદવ, નદીન ડી ક્લાર્ક, અરુંધતી રેડ્ડી, શ્રેયંકા પાટિલ, લિન્સે સ્મિથ, લોરેન બેલ.



  • Jan 16, 2026 19:03 IST

    WPL 2026 RCB vs GG LIVE : ગુજરાતે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    મહિલા પ્રીમિયર લીગ 2026ની નવમી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ગુજરાત જાયન્ટ્સની કેપ્ટન એશ્લે ગાર્ડનરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમ પર રમાઇ રહી છે.



  • Jan 16, 2026 18:04 IST

    WPL 2026 RCB vs GG LIVE : આરસીબીનું શાનદાર પ્રદર્શન

    સ્મૃતિ મંધાનાની કેપ્ટન્સી હેઠળની આરસીબીનો દેખાવ અત્યાર સુધી ખૂબ જ સારો રહ્યો છે અને આ ટીમ અત્યાર સુધી રમાયેલી બંને મેચ જીતી ચૂકી છે. ગુજરાતની વાત કરીએ તો આ ટીમ અત્યાર સુધી 3 મેચ રમી ચૂકી છે, જેમાં તે 2 મેચ જીતી છે અને એક મેચ હારી ચૂકી છે. 



  • Jan 16, 2026 18:03 IST

    WPL 2026 RCB vs GG LIVE : આરસીબી વિ ગુજરાત મેચ

     મહિલા પ્રીમિયર લીગ 2026ની નવમી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમ પર રમાશે.



રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિમેન્સ પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પોર્ટ્સ