WPL 2026 RCB vs UPW Score : મહિલા પ્રીમિયર લીગ 2026, આરસીબીનો સતત બીજો વિજય, ગ્રેસ હેરિસ અને સ્મૃતિ મંધાના ઝળક્યા

Royal Challengers Bengaluru vs UP Warriorz Match Updates : ગ્રેસ હેરિસના 85 અને સ્મૃતિ મંધાનાના અણનમ 47 રનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મહિલા પ્રીમિયર લીગ 2026માં યુપી વોરિયર્સ સામે 9 વિકેટે વિજય મેળવ્યો

Royal Challengers Bengaluru vs UP Warriorz Match Updates : ગ્રેસ હેરિસના 85 અને સ્મૃતિ મંધાનાના અણનમ 47 રનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મહિલા પ્રીમિયર લીગ 2026માં યુપી વોરિયર્સ સામે 9 વિકેટે વિજય મેળવ્યો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
WPL 2026 Royal Challengers Bengaluru vs UP Warriorz Live Scorecard in Gujarati

Women's Premier League 2026 Royal Challengers Bengaluru vs UP Warriorz LIVE Score : મહિલા પ્રીમિયર લીગ 2026 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ યુપી વોરિયર્સ મેચ અપડ્ટિસ

Royal Challengers Bengaluru vs UP Warriorz Match Updates : બોલરોના શાનદાર પ્રદર્શન બાદ ગ્રેસ હેરિસના 85 અને સ્મૃતિ મંધાનાના અણનમ 47 રનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મહિલા પ્રીમિયર લીગ 2026માં યુપી વોરિયર્સ સામે 9 વિકેટે વિજય મેળવ્યો હતો. યુપી વોરિયર્સે 20 ઓવરમાં 5 વિકેટે 143 રન બનાવ્યા હતા. જવાબમાં આરસીબીએ 12.1 ઓવરમાં 1 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
 

Advertisment

બન્ને ટીમો આ પ્રમાણે છે

યુપી વોરિયર્સ : કિરણ નવગીરે, મેગ લેનિંગ (કેપ્ટન), ફોબી લિચફિલ્ડ, હરલીન દેઓલ, શ્વેતા સેહરાવત, ડિઆન્ડ્રા ડોટિન, દીપ્તિ શર્મા, સોફી એક્લેસ્ટોન, આશા શોભના, શિખા પાંડે, ક્રાંતિ ગૌડ.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : ગ્રેસ હેરિસ, સ્મૃતિ મંધાના (કેપ્ટન), ડી હેમલથા, રિચા ઘોષ, ગૌતમી નાઈક, રાધા યાદવ, નદીન ડી ક્લાર્ક, અરુંધતી રેડ્ડી, શ્રેયંકા પાટિલ, લિન્સે સ્મિથ, લોરેન બેલ.

  • Jan 12, 2026 23:19 IST

    WPL 2026 RCB vs UPW LIVE : ગ્રેસ હેરીસ પ્લેયર ઓફ ધ મેચ



  • Jan 12, 2026 22:27 IST

    WPL 2026 RCB vs UPW LIVE : આરસીબીનો 9 વિકેટે વિજય

    બોલરોના શાનદાર પ્રદર્શન બાદ ગ્રેસ હેરિસના 85 અને સ્મૃતિ મંધાનાના અણનમ 47 રનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મહિલા પ્રીમિયર લીગ 2026માં યુપી વોરિયર્સ સામે 9 વિકેટે વિજય મેળવ્યો હતો. યુપી વોરિયર્સે 20 ઓવરમાં 5 વિકેટે 143 રન બનાવ્યા હતા. જવાબમાં આરસીબીએ 12.1 ઓવરમાં 1 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.



  • Advertisment
  • Jan 12, 2026 22:26 IST

    WPL 2026 RCB vs UPW LIVE : ગ્રેસ હેરિસ 85 રને આઉટ

    ગ્રેસ હેરિસ 40 બોલમાં 10 ફોર અને 5 સિક્સર સાથે 85 રન બનાવી શીખા પાંડેની ઓવરમાં કેચ આઉટ થઇ. આરસીબીએ 137 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • Jan 12, 2026 22:02 IST

    WPL 2026 RCB vs UPW LIVE : ગ્રેસ હેરિસના 22 બોલમાં અડધી સદી

    ગ્રેસ હેરિસે 22 બોલમાં 7 ફોર અને 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.  ડિઆન્ડ્રા ડોટિનની એક ઓવરમાં 32 રન ફટકાર્યા. આરસીબીએ 6 ઓવરમાં વિના વિકેટે 78 રન બનાવી લીધા છે. 



  • Jan 12, 2026 21:51 IST

    WPL 2026 RCB vs UPW LIVE : આરસીબીની શાનદાર શરૂઆત

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 5 ઓવરમાં વિના વિકેટે 46 રન બનાવી લીધા છે. સ્મૃતિ મંધાના 19 અને ગેસ હેરિસ 15 રને રમતમાં છે.



  • Jan 12, 2026 21:19 IST

    WPL 2026 RCB vs UPW LIVE : આરસીબીને 144 રનનો પડકાર

    મહિલા પ્રીમિયર લીગ 2026ની પાંચમી મેચમાં યુપી વોરિયર્સે 20 ઓવરમાં 5 વિકેટે 143 રન બનાવી લીધા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 144 રનનો પડકાર મળ્યો છે.



  • Jan 12, 2026 21:18 IST

    WPL 2026 RCB vs UPW LIVE : ડિઆન્ડ્રા અને દીપ્તિ શર્મા વચ્ચે 93 રનની ભાગીદારી

    ડિઆન્ડ્રા ડોટિનના 37 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 40 રન અને દીપ્તિ શર્માના 35 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 45 રન. બન્નેએ છઠ્ઠી વિકેટ માટે 93 રનની ભાગીદારી નોંધાવી.



  • Jan 12, 2026 20:53 IST

    WPL 2026 RCB vs UPW LIVE : યુપીના 15 ઓવરમાં 91 રન

    યુપી વોરિયર્સે 15 ઓવરમાં 5 વિકેટે 91 રન પુરા કર્યા. ડિઆન્ડ્રા ડોટિન 22 અને દીપ્તિ શર્મા 14 રને રમતમાં છે.



  • Jan 12, 2026 20:22 IST

    WPL 2026 RCB vs UPW LIVE : યુપી વોરિયર્સે 50 રનમાં 5 વિકેટ ગુમાવી

    મેગ લેનિંગ 21 બોલમાં 14, ફોબી લિચફિલ્ડ 11 બોલમાં 20, કિરણ નવગીરે 3 બોલમાં 5 અને શ્વેતા સેહરાવત પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના આઉટ થઇ. યુપી વોરિયર્સે 50 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી છે.



  • Jan 12, 2026 19:57 IST

    WPL 2026 RCB vs UPW LIVE : હરલીન દેઓલ આઉટ

    હરલીન દેઓલ 14 બોલમાં 2 ફોર સાથે 11 રન બનાવી લોરેન બેલનો શિકાર બનીય યુપી વોરિયર્સે 21 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • Jan 12, 2026 19:10 IST

    WPL 2026 RCB vs UPW LIVE : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઇંગ ઇલેવન

    ગ્રેસ હેરિસ, સ્મૃતિ મંધાના (કેપ્ટન), ડી હેમલથા, રિચા ઘોષ, ગૌતમી નાઈક, રાધા યાદવ, નદીન ડી ક્લાર્ક, અરુંધતી રેડ્ડી, શ્રેયંકા પાટિલ, લિન્સે સ્મિથ, લોરેન બેલ.



  • Jan 12, 2026 19:10 IST

    WPL 2026 RCB vs UPW LIVE : યુપી વોરિયર્સ પ્લેઇંગ ઇલેવન

    કિરણ નવગીરે, મેગ લેનિંગ (કેપ્ટન), ફોબી લિચફિલ્ડ, હરલીન દેઓલ, શ્વેતા સેહરાવત, ડિઆન્ડ્રા ડોટિન, દીપ્તિ શર્મા, સોફી એક્લેસ્ટોન, આશા શોભના, શિખા પાંડે, ક્રાંતિ ગૌડ.



  • Jan 12, 2026 19:07 IST

    WPL 2026 RCB vs UPW LIVE : આરસીબીએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય

    મહિલા પ્રીમિયર લીગ 2026ની પાંચમી મેચમાં યુપી વોરિયર્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.



  • Jan 12, 2026 19:06 IST

    WPL 2026 RCB vs UPW LIVE : આરસીબી અને યુપી વચ્ચે મેચ

    મહિલા પ્રીમિયર લીગ 2026 ની પાંચમી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને યુપી વોરિયર્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ નવી મુંબઈના DY પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી ગ્રાઉન્ડ પર રમાશે.



સ્પોર્ટ્સ ક્રિકેટ વિમેન્સ પ્રીમિયર લીગ