WPL 2026 RCB vs UPW : મહિલા પ્રીમિયર લીગ 2026, આરસીબીનો ફાઇનલમાં પ્રવેશ

RCB vs UPW Score Updates, WPL 2026 : બોલરોના શાનદાર પ્રદર્શન બાદ ગ્રેસ હેરિસના 75 અને સ્મૃતિ મંધાનાના અણનમ 54 રનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મહિલા પ્રીમિયર લીગ 2026માં યુપી વોરિયર્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો

RCB vs UPW Score Updates, WPL 2026 : બોલરોના શાનદાર પ્રદર્શન બાદ ગ્રેસ હેરિસના 75 અને સ્મૃતિ મંધાનાના અણનમ 54 રનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મહિલા પ્રીમિયર લીગ 2026માં યુપી વોરિયર્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
UPW vs RCB live cricket score

Women's Premier League 2026 Royal Challengers Bengaluru vs UP Warriorz LIVE Score : મહિલા પ્રીમિયર લીગ 2026, આરસીબી વિ યુપી વોરિયર્સ મેચ અપડેટ્સ

Royal Challengers Bengaluru vs UP Warriorz Match Updates :બોલરોના શાનદાર પ્રદર્શન બાદ ગ્રેસ હેરિસના 75 અને સ્મૃતિ મંધાનાના અણનમ 54 રનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મહિલા પ્રીમિયર લીગ 2026માં યુપી વોરિયર્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. યુપી વોરિયર્સે 20 ઓવરમાં 8 વિકેટે 143 રન બનાવ્યા હતા. જવાબમાં આરસીબીએ 13.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે આરસીબીએ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. 

Advertisment

બન્ને ટીમો આ પ્રમાણે છે

યુપી વોરિયર્સ : મેગ લેનિંગ (કેપ્ટન), સિમરન શેખ, એમી જોન્સ, હરલીન દેઓલ, ચાલોએ ટ્રાયોન, શ્વેતા સેહરાવત, દીપ્તિ શર્મા, સોફી એક્લેસ્ટોન, આશા શોભના, શિખા પાંડે, ક્રાંતિ ગૌડ.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : ગ્રેસ હેરિસ, સ્મૃતિ મંધાના (કેપ્ટન), જ્યોર્જિયા વોલ, પૂજા વસ્ત્રાકર, રિચા ઘોષ, રાધા યાદવ, નદીન ડી ક્લાર્ક, સયાલી સાતઘરે, અરુંધતિ રેડ્ડી, શ્રેયંકા પાટિલ, લોરેન બેલ.

  • Jan 29, 2026 23:13 IST

    WPL 2026 RCB vs UPW LIVE : આરસીબીનો ફાઇનલમાં પ્રવેશ

    બોલરોના શાનદાર પ્રદર્શન બાદ ગ્રેસ હેરિસના 75 અને સ્મૃતિ મંધાનાના અણનમ 54 રનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મહિલા પ્રીમિયર લીગ 2026માં યુપી વોરિયર્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. યુપી વોરિયર્સે 20 ઓવરમાં 8 વિકેટે 143 રન બનાવ્યા હતા. જવાબમાં આરસીબીએ 13.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે આરસીબીએ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. 



  • Jan 29, 2026 22:27 IST

    WPL 2026 RCB vs UPW LIVE : સ્મૃતિ મંધાનાની અડધી સદી

    ગ્રેસ હેરીસ 37 બોલમાં 13 ફોર અને 2 સિક્સર સાથે 75 રને શીખા પાંડેની ઓવરમાં બોલ્ડ થઇ. સ્મૃતિ મંધાનાએ 26 બોલમાં 7 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.



  • Advertisment
  • Jan 29, 2026 22:04 IST

    WPL 2026 RCB vs UPW LIVE : ગ્રેસ હેરીસના 28 બોલમાં અડધી સદી

    ગ્રેસ હેરીસે 28 બોલમાં 9 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી. આરસીબીએ 4.1 ઓવરમાં 50 રન પુરા કર્યા હતા.



  • Jan 29, 2026 21:15 IST

    WPL 2026 RCB vs UPW LIVE : આરસીબીને 144 રનનો પડકાર

    મહિલા પ્રીમિયર લીગ 2026 ની 18મી મેચમાં યુપી વોરિયર્સે 20 ઓવરમાં 8 વિકેટે 143 રન બનાવી લીધા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીતવા માટે 144 રનનો પડકાર મળ્યો છે.



  • Jan 29, 2026 21:02 IST

    WPL 2026 RCB vs UPW LIVE : દિપ્તી શર્મા 55 રને આઉટ

    દિપ્તી શર્માએ 43 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે 55 રને શ્રેયંકા પાટીલની ઓવરમાં કેચ આઉટ થઇ. તેણે 40 બોલમાં અડધી સદી ફટકારી હતી. 



  • Jan 29, 2026 20:31 IST

    WPL 2026 RCB vs UPW LIVE : મેગ લેનિંગ 42 રને આઉટ

    મેગ લેનિંગ 30 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે 42 રન બનાવી નદીન ડી ક્લાર્કનો શિકાર બની. એમી જોન્સ 2 બોલમાં 1 રને અને હરલીન દેઓલ 14 બોલમાં 2 ફોર સાથે 14 રને આઉટ થઇ. યુપી વોરિયર્સે 95 રને ત્રીજી વિકેટ ગુમાવી.



  • Jan 29, 2026 19:54 IST

    WPL 2026 RCB vs UPW LIVE : યુપી વોરિયર્સના 5 ઓવરમાં 36 રન

    યુપી વોરિયર્સ તરફથી મેગ લેનિંગ અને દિપ્તી શર્મા ઓપનિંગમાં ઉતર્ચા. ટીમે 5 ઓવરમાં વિના વિકેટે 36 રન બનાવી લીધા છે.



  • Jan 29, 2026 19:12 IST

    WPL 2026 RCB vs UPW LIVE : યુપી વોરિયર્સ પ્લેઇંગ ઇલેવન

    મેગ લેનિંગ (કેપ્ટન), સિમરન શેખ, એમી જોન્સ, હરલીન દેઓલ, ચાલોએ ટ્રાયોન, શ્વેતા સેહરાવત, દીપ્તિ શર્મા, સોફી એક્લેસ્ટોન, આશા શોભના, શિખા પાંડે, ક્રાંતિ ગૌડ.



  • Jan 29, 2026 19:11 IST

    WPL 2026 RCB vs UPW LIVE : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઇંગ ઇલેવન

     ગ્રેસ હેરિસ, સ્મૃતિ મંધાના (કેપ્ટન), જ્યોર્જિયા વોલ, પૂજા વસ્ત્રાકર, રિચા ઘોષ, રાધા યાદવ, નદીન ડી ક્લાર્ક, સયાલી સાતઘરે, અરુંધતિ રેડ્ડી, શ્રેયંકા પાટિલ, લોરેન બેલ.



  • Jan 29, 2026 19:03 IST

    WPL 2026 RCB vs UPW LIVE : આરસીબીએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    મહિલા પ્રીમિયર લીગ 2026 ની 18મી મેચમાં યુપી વોરિયર્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ વડોદરાના BCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે.



  • Jan 29, 2026 17:34 IST

    WPL 2026 RCB vs UPW LIVE : યુપી માટે કરો યા મરોનો મુકાબલો

    યુપી વોરિયર્સ માટે આ મેચમાં જીત મેળવવી જરુરી છે. જો તે જીતશે તો પ્લેઓફની આશા જીવંત રાખશે. પરાજય થશે તો અભિયાનનો અંત આવશે. બીજી તરફ આરસીબી આ મેચ જીતીને ફાઇનલમાં સ્થાન નિશ્ચિત બનાવી લેશે. યુવી હાલ 6 મેચમાં 4 પોઇન્ટ સાથે સૌથી નીચે છે.



  • Jan 29, 2026 17:32 IST

    WPL 2026 RCB vs UPW LIVE : આરસીબી વિ યુપી વોરિયર્સ વચ્ચે મેચ

    મહિલા પ્રીમિયર લીગ 2026 ની 18મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને યુપી વોરિયર્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ વડોદરાના BCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.



વિમેન્સ પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પોર્ટ્સ