WPL Auction 2026 Gujarat Giants Squad List: ગુરુવારે દિલ્હીમાં યોજાયેલી મહિલા પ્રીમિયર લીગ (WPL) 2026 ની હરાજીમાં અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીની ગુજરાત જાયન્ટ્સે એક મજબૂત ટીમ બનાવી છે. ગુજરાત જાયન્ટ્સે તેમની હરાજીની શરૂઆત મોટી ખરીદી સાથે કરી, જેમાં ન્યૂઝીલેન્ડની દિગ્ગજ ખેલાડી સોફી ડિવાઈનને 2 કરોડ રુપિયામાં ખરીદી હતી. આ સિવાય ભારતને ICC વર્લ્ડ કપ જીતાડવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર રેણુકા સિંહને 60 લાખ રુપિયામાં ખરીદી હતી.
ગુજરાત જાયન્ટ્સે કિમ ગર્થને 50 લાખ રુપિયામાં ખરીદી હતી. જ્યારે વડોદરામાં જન્મેલી યાસ્તિકા ભાટિયાને 50 લાખ રુપિયામાં ખરીદી હતી. સ્થાનિક પ્રતિભાઓ અનુષ્કા શર્મા (₹45 લાખ), હેપ્પી કુમારી (₹10 લાખ) અને શિવાની સિંહ (₹10 લાખ) સાથે પોતાની ટીમને વધુ મજબૂત બનાવી હતી.
હરાજીના અંતે ગુજરાત જાયન્ટ્સે અનુભવી ખેલાડીઓ ડેનિયલ વ્યાટ-હોજને ₹50 લાખમાં અને રાજેશ્વરી ગાયકવાડને ₹40 લાખમાં અને આયુષી સોનીને ₹30 લાખમાં ખરીદી હતી.
અમારી ટીમમાં ઘણા અનુભવી ખેલાડીઓ છે
નવી ટીમ વિશે વાત કરતાં અદાણી સ્પોર્ટ્સલાઇનના ચીફ બિઝનેસ ઓફિસર સંજય આદેશરાએ કહ્યું કે હરાજીમાં અમારા માટે જે રીતે બધું થયું તેનાથી અમે ખૂબ જ ખુશ છીએ. હવે અમારી ટીમમાં ઘણા અનુભવી ખેલાડીઓ છે, જે ટીમને માર્ગદર્શન આપી શકે છે અને અમારા પ્લેઇંગ કોમ્બિનેશન બનાવવામાં અમને વધુ સુગમતા આપી શકે છે. અમારે RTM વિકલ્પનો ઉપયોગ કરવામાં સક્ષમ બનવું પણ એટલું જ મહત્વપૂર્ણ હતું, કારણ કે તે અમને એક યુવા, ઉર્જાવાન કોરને જાળવી રાખે છે. જે અમારા મૂલ્યો અને રમતની શૈલીને સમજે છે. અમે નવી સિઝન અને અમારું શહેર વડોદરામાં પાછા રમવાની રાહ જોઈ રહ્યા છીએ.
આ પણ વાંચો – અમેલિયા કેરને 3 કરોડમાં ખરીદી, આવી છે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ
કોચ માઈકલ ક્લિંગરે કહ્યું – આ સિઝનમાં અમે ખૂબ જ સારું પ્રદર્શન કરીશું
ગુજરાત જાયન્ટ્સના મુખ્ય કોચ માઈકલ ક્લિંગરે જણાવ્યું હતું કે હરાજી કજે રીતે થઈ તેનાથી અમે ખૂબ ખુશ છીએ. અમે ઇચ્છતા ખેલાડીઓ પસંદ કર્યા અને હવે અનુભવી લીડર્સની અને યુવા ખેલાડીઓ સાથે ગતિશીલ ટીમ ગઈ છે. કોચ તરીકે, આ સંતુલન અમને ખૂબ જ સુગમતા આપે છે. ભૂતકાળના કેટલાક ખેલાડીઓને વિદાય આપવી હંમેશા દુઃખદ હોય છે, પરંતુ અમે આ નવી સિઝન માટે ઉત્સાહિત છીએ. અમારા મુખ્ય મૂલ્યો એ જ છે કે આક્રમક અને નીડર માનસિકતા. મને વિશ્વાસ છે કે આ સિઝનમાં અમે ખૂબ જ સારું પ્રદર્શન કરીશું.
WPL 2026 માટે ગુજરાત જાયન્ટ્સની સંપૂર્ણ ટીમ
- એશ્લે ગાર્ડનર – ઓલરાઉન્ડર – 3.50 કરોડ રૂપિયા
- બેથ મૂની – વિકેટકિપર-બેટર – 2.50 કરોડ રૂપિયા
- સોફી ડિવાઇન – ઓલરાઉન્ડર – 2 કરોડ રૂપિયા
- રેણુકા સિંહ ઠાકુર – બોલર – 60 લાખ રૂપિયા
- ભારતી ફુલમાલી – બેટર – 70 લાખ રૂપિયા (RTM)
- ટાઇટસ સાધુ – બેટર – 30 લાખ રૂપિયા
- કાશ્વી ગૌતમ – ઓલરાઉન્ડર – 65 લાખ રૂપિયા (RTM)
- કનિકા આહુજા – ઓલરાઉન્ડર – 30 લાખ રૂપિયા
- તનુજા કંવર – ઓલરાઉન્ડર – 45 લાખ રૂપિયા
- જ્યોર્જિયા વેરહેમ – ઓલરાઉન્ડર – 1 કરોડ રૂપિયા
- અનુષ્કા શર્મા – ઓલરાઉન્ડર – 45 લાખ રૂપિયા
- હેપ્પી કુમારી – બોલર – 10 લાખ રૂપિયા
- કિમ ગાર્થ – ઓલરાઉન્ડર – 50 લાખ રૂપિયા
- યસ્તિકા ભાટિયા – વિકેટકીપર-બેટર – 50 લાખ રૂપિયા
- શિવાની સિંહ – વિકેટકીપર-બેટર – 10 લાખ રૂપિયા
- ડેનિયલ વ્યાટ-હોજ – બેટર – 50 લાખ રૂપિયા
- રાજેશ્વરી ગાયકવાડ – બોલર – 40 લાખ રૂપિયા
- આયુષી સોની – ઓલરાઉન્ડર – 30 લાખ રૂપિયા





