WPL 2026 Auction UP Warriorz squad full list : યુપી વોરિયર્સે વિમેન્સ પ્રીમિયર લીગ 2026 મેગા હરાજીમાં 17 ખેલાડીઓ ખરીદ્યા હતા. ફ્રેન્ચાઇઝી 14.50 કરોડ રૂપિયા સાથે મેગા હરાજીમાં ઉતરી હતી. તેમણે 14.35 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. ફ્રેન્ચાઇઝીએ માત્ર શ્વેતા સેહરાવતને જ રિટેન કરી હતી.
ટીમે દીપ્તિ શર્માને 3.20 કરોડ રુપિયામાં ખરીદી હતી. આ માટે તેમણે આરટીએમનો ઉપયોગ કર્યો હતો. તે અગાઉ પણ યુપી વોરિયર્સનો ભાગ હતી. આ સિવાય તેમણે શિખા પાંડેને 40 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ કરતા 6 ગણી ચૂકવીને પણ 2.40 કરોડમાં ટીમ સાથે જોડી હતી.
યુપી વોરિયર્સે આ ખેલાડીઓને ખરીદ્યા
- દીપ્તિ શર્મા (3.20 કરોડ), સોફી એક્લેસ્ટોન (85 લાખ), મેગ લેનિંગ (1.90 કરોડ), ફોબી લિચફિલ્ડ (1.20 કરોડ)
- કિરણ નવગીરે (60 લાખ), હરલીન દેઓલ (50 લાખ), ક્રાંતિ ગૌડ (50 લાખ), આશા શોભના (1.10 કરોડ), ડિએડ્રા ડોટિન (80 લાખ), શિખા પાંડે (2.40 કરોડ)
- શિપ્રા ગિરી (10 લાખ), સિમરન શેખ (10 લાખ), તારા નોરિસ (10 લાખ), ક્લો ટ્રાયોન (30 લાખ) સુમન મીણા (10 લાખ), ગોંગડી ત્રિશા (10 લાખ રૂપિયા), પ્રતિકા રાવલ (50 લાખ રૂપિયા).
આ પણ વાંચો – અમેલિયા કેરને 3 કરોડમાં ખરીદી, આવી છે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ
યૂપી વોરિયર્સ રિટેન પ્લેયર્સ
શ્વેતા સહરાવત.
યૂપી વોરિયર્સ ટીમ
શ્વેતા સહરાવત, દીપ્તિ શર્મા, સોફી એક્લેસ્ટોન, મેગ લેનિંગ, ફોબી લિચફિલ્ડ, કિરણ નવગીરે, હરલીન દેઓલ, ક્રાંતિ ગૌડ, આશા સોભના, ડિએંડ્રા ડોટિન, શિખા પાંડે, શિપ્રા ગિરી, સિમરન શેખ, તારા નોરિસ, ક્લો ટ્રાયોન, સુમન મીણા, ગોંગડી ત્રિશા, પ્રતિકા રાવલ.





