WPL 2026 Auction Updates : મહિલા પ્રીમિયર લીગ 2026ની હરાજી યોજાઇ હતી. જેમાં અત્યાર સુધીમાં કુલ 9 ખેલાડી કરોડપતિ બન્યા છે. આ વખતે સૌથી મોંઘી પ્લેયર ભારતની ઓલરાઉન્ડર દિપ્તી શર્મા બની હતી. તેને 3.20 કરોડ રૂપિયામાં યૂપી વોરિયર્સે ખરીદી હતી.
દીપ્તિ શર્માને 3.20 કરોડ રુપિયામાં યૂપી વોરિયર્સે ખરીદી
ઘણી ટીમોએ દીપ્તિ શર્મા માટે બોલી લગાવી હતી. દિલ્હીએ શરૂઆતમાં તેના માટે 3.20 કરોડ રુપિયાની બોલી લગાવી હતી. જોકે યૂપી વોરિયર્સે તેને ટીમમાં ઉમેરવા માટે RTM વિકલ્પનો ઉપયોગ કર્યો હતો. તેને પાછલી સિઝનમાં 2.6 કરોડમાં ખરીદવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડની એમેલિયા કેરને મુંબઈ ઇન્ડિયન્સે 3 કરોડ રૂપિયામાં ખરીદી છે. સોફી ડિવાઇનને 2 કરોડ રૂપિયામાં ગુજરાત જાયન્ટ્સે ખરીદી હતી.
મહિલા પ્રીમિયર લીગ હરાજી 2026માં સૌથી મોંઘા પ્લેયર્સ
- દિપ્તી શર્મા – 3.20 કરોડ રૂપિયા (યૂપી વોરિયર્સ)
- એમેલિયા કેર – 3 કરોડ રુપિયા (મુંબઈ ઇન્ડિયન્સ)
- શીખા પાંડે – 2.40 કરોડ રુપિયા (યૂપી વોરિયર્સ)
- સોફી ડિવાઇન – 2 કરોડ રુપિયા (ગુજરાત જાયન્ટ્સ)
- મેગ લેનિંગ – 1.90 કરોડ રુપિયા (યૂપી વોરિયર્સ)
- શ્રી ચરણી – 1.30 કરોડ રુપિયા (દિલ્હી કેપિટલ્સ)
- ચિનેલ હેનરી – 1.30 કરોડ રુપિયા (દિલ્હી કેપિટલ્સ)
- ફિબી લિચફિલ્ડ – 1.20 કરોડ રુપિયા (યૂપી વોરિયર્સ)
- લૌરા વોલવાર્ટ – 1.10 કરોડ રુપિયા (દિલ્હી કેપિટલ્સ)
આ પણ વાંચો – વિમેન્સ પ્રીમિયર લીગ 2026 હરાજી લાઇવ અપડેટ્સ
સ્મૃતિ મંધાના સૌથી મોંઘી ખેલાડી
આ સાથે દિપ્તી શર્મા મહિલા પ્રીમિયર લીગમાં ઇતિહાસમાં બીજી સૌથી મોંઘી ખેલાડી બની છે. મહિલા પ્રીમિયર લીગના ઇતિહાસમાં સૌથી મોંઘી ખેલાડી સ્મૃતિ મંધાના છે. તેને 2023 માં RCB એ 3.40 કરોડ રૂપિયામાં ખરીદી હતી.
- સ્મૃતિ મંધાના – 3.40 કરોડ રૂપિયા, 2023
- દિપ્તી શર્મા – 3.20 કરોડ રૂપિયા, 2025
- અમેલિયા કેર – 3 કરોડ રૂપિયા, 2025
- શીખા પાંડે – 2.40 કરોડ રુપિયા, 2025
- જેમિમા રોડ્રિગ્સ – 2.20 કરોડ રૂપિયા, 2023





