WPL Auction : WPLની હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સે રિક્ષા ડ્રાઈવરની દીકરીને ખરીદી, દિનેશ કાર્તિકે જાહેર કરી આખી કુંડળી

WPL Auction : વુમન્સ પ્રીમિયર લીગની (WPL) હરાજીમાં તમિલનાડુની કીર્તના બાલાકૃષણનને મુંબઇ ઇન્ડિયન્સે તેની બેઝ પ્રાઇઝ (10 લાખ રૂપિયા)માં ખરીદી

Written by Ashish Goyal
December 10, 2023 16:39 IST
WPL Auction : WPLની હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સે રિક્ષા ડ્રાઈવરની દીકરીને ખરીદી, દિનેશ કાર્તિકે જાહેર કરી આખી કુંડળી
દિનેશ કાર્તિક અને કીર્તના બાલાકૃષ્ણન (તસવીર - ઇન્સ્ટાગ્રામ)

WPL Auction : વુમન્સ પ્રીમિયર લીગની (WPL) હરાજીમાં તમિલનાડુની કીર્તના બાલાકૃષણનને મુંબઇ ઇન્ડિયન્સે તેની બેઝ પ્રાઇઝ (10 લાખ રૂપિયા)માં ખરીદી છે. આ ટૂર્નામેન્ટમાં રમનાર તે પોતાના રાજ્યની પહેલી ક્રિકેટર બની જશે. ભારતીય વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે કીર્તનાની આખી કુંડળી કાઢી છે. કાર્તિકે ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા કીર્તન વિશે બધું જ જણાવ્યું છે. કાર્તિકે કહ્યું છે કે તેને ગર્વ છે કે તે ડબ્લ્યુપીએલમાં આવનાર તમિલનાડુની પ્રથમ ક્રિકેટર બનશે.

અભિનવ મુકુંદના પિતા પાસેથી લીધી છે ટ્રેનિંગ

દિનેશ કાર્તિકે કહ્યું હતું કે ઓક્શનમાં કિર્તનાનું વેચાવું પોતાનામાં જ એક મોટી વાત છે, કારણ કે ક્રિકેટ જગતમાં ઘણા હીરો છે, પરંતુ દરેકને કેપ પહેરવાની તક મળતી નથી. કાર્તિકે કહ્યું કે કીર્તના વિશે દરેકને ખબર નથી. તેણે ભારતીય ક્રિકેટર અભિનવ મુકુંદના પિતા ટીએસ મુકુંદની એકેડમીમાંથી ટ્રેનિંગ લીધી છે. ટીએસ મુકુંદ આર્થિક રૂપથી નબળા યુવા ક્રિકેટરોને પૈસા વગર તાલીમ આપે છે અને કીર્તનાએ પણ આવી જ તાલીમ મેળવી છે. કિર્તના રાઇડ હેન્ડેડ બેટર અને લેગ સ્પિનર છે. તે લો ઓર્ડરમાં બેટીંગ કરે છે.

આ પણ વાંચો – 20 વર્ષની ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર પર ગુજરાત જાયન્ટ્સે લગાવ્યો કરોડોનો દાવ, જાણો કોણ છે

કીર્તનાનું બેકગ્રાઉન્ડ

દિનેશ કાર્તિકે કહ્યું કે કીર્તનાનું બેકગ્રાઉન્ડ એકદમ સિમ્પલ છે. તેના પિતા ટેક્સી ડ્રાઇવર છે, પરંતુ ડબલ્યુપીએલમાં એક સફળ ટીમમાં સિલેક્ટ થયા બાદ તેના ઘરની આર્થિક સ્થિતિ પણ સારી થશે. 23 વર્ષીય ખેલાડી હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમશે અને તેની નજર ટૂર્નામેન્ટમાં પોતાની આગવી ઓળખ ઉભી કરવા પર રહેશે. મુંબઈ ઈન્ડિયન્સે કિર્તના ઉપરાંત ઓલરાઉન્ડર અમનદીપ કૌર, એસ સજના, ફાતિમા જાફર અને સાઉથ આફ્રિકાની ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શબનીમ ઇસ્માઈલને ટીમમાં સામેલ કરી છે.

કીર્તનાનું પ્રદર્શન

કીર્તના ડોમેસ્ટિક ક્રિકેટમાં તમિલનાડુ વુમન, ઇન્ડિયન ગ્રીન વુમન, સાઉથ ઝોન વુમન અને ઓરેન્જ ડ્રેગન્સ વુમન તરફથી રમી ચુકેલી કીર્તના ભારતીય ક્રિકેટ ટીમનું મોટું નામ બનના જઇ રહી છે. તેણે 2021-22માં ફ્રીયર કપની અંદર 34ની એવરેજ અને 86ના સ્ટ્રાઇક રેટથી 102 રન બનાવ્યા હતા અને 4 વિકેટ પણ લીધી હતી. આ વન-ડે ટૂર્નામેન્ટમાં તામિલનાડુ તરફથી રમતાં તેણે ત્રણ વખત ત્રણ વિકેટ ઝડપી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ