શું દિલ્હી ફરી એકવાર WPL ફાઇનલ હારશે? એલિમિનેટર સાથે છે આ ખાસ કનેકશન

મહિલા આઈપીએલ 2025 ચેમ્પિયન બનવા દિલ્હી ફરી એકવાર 3જી વખત ફાઇનલ મુકાબલા માટે સીધું પ્રવશ્યું છે. પરંતુ વુમન પ્રીમિયર લીગ ટુર્નામેન્ટમાં એલિમિનેટર, ફાઇનલ અને દિલ્હી વચ્ચે ખાસ કનેકશન છે. અગાઉની બંને સિઝનમાં એલિમિનેટર મેચ જીતી ફાઇનલમાં પ્રવેશનાર ટીમે ચેમ્પિયન બની છે અને દિલ્હી જોતું રહી ગયું છે.

મહિલા આઈપીએલ 2025 ચેમ્પિયન બનવા દિલ્હી ફરી એકવાર 3જી વખત ફાઇનલ મુકાબલા માટે સીધું પ્રવશ્યું છે. પરંતુ વુમન પ્રીમિયર લીગ ટુર્નામેન્ટમાં એલિમિનેટર, ફાઇનલ અને દિલ્હી વચ્ચે ખાસ કનેકશન છે. અગાઉની બંને સિઝનમાં એલિમિનેટર મેચ જીતી ફાઇનલમાં પ્રવેશનાર ટીમે ચેમ્પિયન બની છે અને દિલ્હી જોતું રહી ગયું છે.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
મહિલા આઈપીએલ એલિમિનેટર ફાઇનલ અને દિલ્હી વચ્ચે છે ખાસ કનેકશન - WPL Eliminator Champion Delhi Capitals Fixtures

WPL 2025 દિલ્હી કેપિટલ્સ ફરી એકવાર સીધું ફાઇનલમાં પ્રવેશ્યું છે (ફોટો ક્રેડિટ wplt20 સોશિયલ)

મહિલા આઈપીએલ 2025 (WPL 2025) વુમન પ્રીમિયર લીગની 3જી સિઝન છે. વર્ષ 2023 થી ડબલ્યૂપીએલ શરુ કરવામાં આવી હતી. દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, યુપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સ પાંચ ટીમો વચ્ચે ટી20 (T20) ફોર્મેટની આ આઈપીએલ લીગ છે.

Advertisment

વુમન પ્રીમિયર લીગ 2025 અંતિમ ચરણમાં છે. આ વખતે પણ પોઇન્ટ ટેબલ પર ટોચ પર રહી દિલ્હી કેપિટલ્સ સીધું ફાઇનલ જંગમાં પ્રવેશ્યું છે. બીજા અને ત્રીજા ક્રમે રહેલ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે 13 માર્ચે એલિમિનેટર જંગ ખેલાશે. આ મેચ જે જીતશે એ ટીમ દિલ્હી સામે ફાઇનલમાં ટકરાશે.

ડબલ્યૂપીએલ ત્રણ સિઝન આંકડા ચકાસીએ તો એલિમિનેટર અને ફાઇનલ મેચ વચ્ચે રસપ્રદ તારણ જાણી શકાય છે. દિલ્હી ફાઇનલ સુધી આવે છે પરંતુ ક્યારેય ચેમ્પિયન બની શક્યું નથી. મહિલા આઈપીએલ 2023 અને 2024 મુકાબલામાં એલિમિનેટર જીતનારી ટીમ ચેમ્પિયન બની છે.

દિલ્હી કેપિટલ્સ ચેમ્પિયન બનતું નથી

મહિલા આઈપીએલ 2025 તેમજ અગાઉની બે સિઝનના આંકડા જોઇએ તો દિલ્હી કેપિટલ્સ માટે ચેમ્પિયન બનવાનું સપનું દર વખતે અધુરુ રહી જાય છે. ત્રણે સિઝનમાં દિલ્હી કેપિટલ્સ લીગ મેચમાં જોરદાર દેખાવ કરી પોઇન્ટ ટેબલમાં ટોપ પર રહે છે. સીધું ફાઇનલમાં પ્રવેશે છે પરંતુ ફાઇનલ મેચમાં એલિમિનેટર મેચ જીતનારી ટીમ સામે હારી જાય છે. રસપ્રદ વાત તો એ છે કે ફાઇનલમાં દિલ્હી ટોસ પણ જીતી છે પરંતુ મેચ જીતી શકતું નથી.

Advertisment

મહિલા આઈપીએલ 2023 એલિમિનેટર

મુંબઈ સ્થિત ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે 24 માર્ચ 2023 ના રોજ મુંબઈ ઈન્ડિયન્સ વિ યુપી વોરિયર્સ વચ્ચે એલિમિનેટર મેચ રમાઇ હતી. યુપી વોરિયર્સ ટોસ જીતી પહેલા ફિલ્ડીંગ પસંદ કરી હતી. મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 182 રન બનાવ્યા હતા. જેના જવાબમાં યુપી વોરિયર્સ 17.4 ઓવરમાં 110 રનમાં ઓલ આઉટ થઇ હતી. મુંબઈ ઈન્ડિયન્સ ટીમ 72 રને જીતી ફાઇનલમાં પ્રવેશી હતી.

મહિલા આઈપીએલ 2024 એલિમિનેટર

WPL 2024 પોઇન્ટ ટેબલ પર 2જા સ્થાને રહેલ મુંબઈ ઇન્ડિયન્સ અને 3જા સ્થાને રહેલ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે 15 માર્ચ 2024 ના રોજ નવી દિલ્હી સ્થિત અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે એલિમિનેટર મેચ રમાઇ હતી. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટોસ જીતી હતી અને પહેલા બેટીંગ કરી હતી.

RCB એ 20 ઓવરમાં 6 વિકેટ પર 135 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ ઇન્ડિયન્સ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી માત્ર 130 રન બનાવી શકી હતી. 5 રનના ઓછા માર્જિનથી એલિમિનેટર જીતી ફાઇનલમાં પ્રવેશ કરનાર આરસીબી ડીસીને હરાવી ચેમ્પિયન બની હતી.

મહિલા આઈપીએલ 2025 એલિમિનેટર

વુમન પ્રીમિયર લીગ 2025 એલિમિનેટર મુકાબલો 13 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ વિ ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે. જે ટીમ જીતશે એ 15 માર્ચે દિલ્હી સામે ફાઇનલ મેચમાં ટકરાશે. અહીં નોંધનિય છે કે, WPL 2025 પોઇન્ટ ટેબલ પર સતત ત્રીજી વખત દિલ્હી કેપિટલ્સ ટોચ પર છે.

સતત ત્રીજી વખત દિલ્હી કેપિટલ્સ સીધું ફાઇનલમાં પ્રવેશ્યું છે પરંતુ ચેમ્પિયન બની શક્યું નથી. હવે જોવાનું એ છે કે આ વખતે દિલ્હી ચેમ્પિયન બની હારની હેટ્રિક થતી રોકી શકશે કે કેમ? કે ફરી એકવાર એલિમિનેટર જીતનાર ટીમ ચેમ્પિયન બનશે!

વિમેન્સ પ્રીમિયર લીગ મુંબઈ ઈન્ડિયન્સ દિલ્હી કેપિટલ્સ ક્રિકેટ