WPL 2024 RCB Champion: આરસીબી ચેમ્પિયન બનતાં વિરાટ કોહલી સહિતે પાઠવી શુભેચ્છા

WPL 2024 Champion RCB: વુમન પ્રીમિયર લીગ 2024 ફાઇનલ મેચમાં દિલ્હીને હરાવી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) પ્રથમ વખત ચેમ્પિયન બનતાં અભિનંદનનો વરસાદ થઇ રહ્યો છે.

WPL 2024 Champion RCB: વુમન પ્રીમિયર લીગ 2024 ફાઇનલ મેચમાં દિલ્હીને હરાવી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) પ્રથમ વખત ચેમ્પિયન બનતાં અભિનંદનનો વરસાદ થઇ રહ્યો છે.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
WPL 2024 Final | RCB Champion | RCB vs DC

WPL 2024 RCB Champion: વિમેન પ્રીમિયર લીગ 2024 રોયલ ચેલેન્જર્સ બેંગલોર બન્યું ચેમ્પિયન (ફોટો ક્રેડિટ wplt20)

WPL 2024 RCB Champion: વુમન પ્રીમિયર લીગ 2024 ફાઇનલમાં દિલ્હીને હરાવી આરસીબી ચેમ્પિયન બનતાં વિરાટ કોહલી સહિત દિગ્ગજ ખેલાડીઓએ કેપ્ટન સ્મૃતિ મંધાના સહિત ટીમને શુભેચ્છાઓ પાઠવી છે. આઇપીએલ ઇતિહાસમાં આરસીબી પ્રથમ વખત ટુર્નામેન્ટ જીતી ચેમ્પિયન બન્યું છે. પુરુષની ટીમ હજુ એકેય ટાઇટલ જીતી શકી નથી.

Advertisment

મહિલા પ્રીમિયર લીગ 2024 ફાઇનલ રવિવારે સાંજે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ફાઇનલ મેચ યોજાઇ હતી. જેમાં આરસીબીએ ભારે રોમાંચક સાથે દિલ્હીને એના જ હોમ ગ્રાઉન્ડમાં પરાજય આપી ચેમ્પિયન ટ્રોફી પોતાને નામ કરી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર મેનેજમેન્ટ અને ફેન્સ માટે આ ક્ષણ હર્ષોલ્લાસની બની હતી. આઇપીએલના ઇતિહાસમાં આ એમનું પ્રથમ ચેમ્પિયન ટાઇટલ બન્યું છે. પુરુષ ટીમ હજુ સુધી એકેય વાર ચેમ્પિયન બન્યું નથી જ્યારે મહિલા ટીમે આઇપીએલની બીજી સિઝનમાં આ ઇતિહાસ સર્જી બતાવ્યો છે.

Advertisment

આરસીબીએ દિલ્હીને હરાવી ચેમ્પિયન ટ્રોફી પોતાને નામ કરતાં આરસીબી પુરુષ ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી પણ ખુશીથી ઝુમી ઉઠ્યો હતો. તેણે વીડિયો કોલ કરી મહિલા ટીમના કેપ્ટન સ્મૃતિ મંદાનાને અભિનંદન પાઠવ્યા હતા.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર ચેમ્પિયન બનતાં ચારે બાજુથી અભિનંદનનો વરસાદ થઇ રહ્યો છે. આરસીબી ફેન્સે ઉત્સાહભેર ઉજવણી કરી હતી. ફેન્સ મોડી રાત સુધી વિજયોલ્લાસ કરતા જોવા મળ્યા હતા. વિરાટ ઉપરાંત સચિન તેડુંલકર, રોબિન ઉથપ્પા, ઇયાન બિશપ, બદ્રીનાથ, દિનેશ કાર્તિક, મિતાલી રાજ, યુજવેન્દ્ર ચહલ, ઝુલન ગોસ્વામી અને ગ્લેન મેક્સવેલ સહિત ખેલાડીઓએ શુભેચ્છા પાઠવી હતી.

WPL 2024 અંગે વધુ સ્ટોરી વાંચો

અહીં નોંધનિય છે કે, આઇપીએલના ઇતિહાસમાં આરસીબીની પહેલી ટ્રોફી છે. મેન્સ આઇપીએલ 16 સિઝનમાં હજુ ટીમ એકેય વાર ચેમ્પિયન બની શકી નથી. દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતાં 18.3 ઓવરમાં 113 રન કર્યા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગલોરના બોલિંગ એટેક સામે દિલ્હી વધુ રન બનાવી શક્યું ન હતું અને ઓલ આઉટ થયું હતું. આરસીબીએ 19.3 ઓવરમાં 115 રન કરી ચેમ્પિયન બન્યું હતું.

વિમેન્સ પ્રીમિયર લીગ IPL Virat Kohli