/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/Sakshi-Malik-and-Satyawart-Kadian-.jpg)
રેસલર્સ સાક્ષી મલિક અને તેના પતિ સત્યવ્રત કાદિયાને એક વીડિયો રિલીઝ કર્યો (તસવીર - સાક્ષી મલિક ટ્વિટર વીડિયો સ્ક્રિનગ્રેબ)
Wrestler Protest : રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે આંદોલન કરી રહેલા રેસલર્સમાં સામેલ સાક્ષી મલિક અને તેના પતિ સત્યવ્રત કાદિયાને એક વીડિયો રિલીઝ કર્યો છે અને આ આંદોલનની બધી હકિકત અને દરેક પાસા વિશે જણાવ્યું છે. સત્યવ્રત કાદિયાને કહ્યું કે અમારા પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે આ આંદોલન કોંગ્રેસ પાર્ટીના નેતા દીપેન્દ્ર હુડ્ડાના કહેવાથી કરવામાં આવ્યું હતું. પરંતુ આ વાત સાચી નથી. આ આંદોલનની શરૂઆત જાન્યુઆરી 2022માં થઇ હતી ત્યારે તેની પરમિશન ભાજપના નેતા બબીતા ફોગાટ અને તીર્થ રાણાએ લીધી હતી. આ પછી તેમણે વીડિયોમાં પરમિશનની એક કોપી પણ બતાવી હતી.
સત્યવ્રતે કહ્યું કે 28 મે ના રોજ મહિલા મહાપંચાયત યોજવાનો નિર્ણય ખાપ પંચાયતે લીધો હતો. અમને તો ખબર પણ ન હતી કે નવી સંસદનું ઉદ્ઘાટન થવાનું છે. અમે હરિદ્વાર ગયા અને અમારા મેડલ્સ અમારા પરિવાર અને કોચને પરત કર્યા હતા. અમને ખબર નથી કે ત્યાં શું થઈ રહ્યું હતું. અમે આંદોલનકારી નથી, અમને કોઈ અનુભવ નથી. અમને સમજાતું ન હતું કે કોણ અમારી સાથે છે અને કોણ અમારી વિરુદ્ધ છે.
સત્યવ્રતે કહ્યું કે મહિલા કુસ્તીબાજો સાથે જે રીતે વર્તન કરવામાં આવી રહ્યું છે તેની સામે બધા અવાજ ઉઠાવવા માગતા હતા, પરંતુ અમારી પાસે એકતાનો અભાવ હતો. અમે અગાઉ પણ તેની સામે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો પણ આ વાત કુસ્તી ફેડરેશનના પ્રમુખ સુધી પહોંચી જતી હતી અને ખેલાડીની કારકિર્દીને બરબાદ કરવાનો પ્રયાસ થતો હતો. અમે વારંવાર કહ્યું છે કે અમારી લડત સરકાર સામે નથી. અમારી લડાઈ ફક્ત બ્રિજ ભૂષણ સિંહ સામે છે કારણ કે તેમણે અધ્યક્ષ પદે રહેતા ઘણા ખોટા કામો કર્યા છે.
આ પણ વાંચો - બ્રિજ ભૂષણ સિંહને પોક્સો મામલામાં દિલ્હી પોલીસે ક્લિનચીટ આપી, 1000 પાનાની ચાર્જશીટ દાખલ કરી
સાક્ષી મલિકે વીડિયોમાં કહ્યું કે અમારા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યો હતો કે અમે આટલા લાંબા સમય સુધી કેમ ચૂપ રહ્યા. સાક્ષી મલિકે કહ્યું કે સૌ પ્રથમ રેસલર્સમાં એકતાનો અભાવ હતો અને અમે એકસાથે ભેગા થઈ શક્યા નહીં. આનું બીજું કારણ એ હતું કે સગીર છોકરી જેણે 161 અને પછી 164 ના નિવેદનો આપ્યા હતા. ઘણા દિવસો પછી તેણીએ તેના નિવેદનો બદલ્યા હતા કારણ કે તેના પરિવારને ડરાવવામાં આવ્યો હતો અને ધમકી આપવામાં આવી હતી. તો પછી અમે એક-એક કેવી રીતે અવાજ ઉઠાવી શક્યા હોત.
The Truth.#WrestlersProtestpic.twitter.com/eWHRpOSwD9
— Sakshee Malikkh (@SakshiMalik) June 17, 2023
તેણે કહ્યું કે કુસ્તીમાં આવતા મોટાભાગના ખેલાડીઓ ગરીબ પરિવારના હોય છે અને તેમનામાં હિંમતનો અભાવ હોય છે. તેમની તાકાત નથી કે તે આટલી મોટી વ્યવસ્થા અને આટલા શક્તિશાળી માણસ સામે અવાજ ઉઠાવી શકે. જ્યારે ભારતના ટોચના કુસ્તીબાજોએ તેની સામે અવાજ ઉઠાવ્યો છતા તેમને કેવી-કેવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડયું.
સાક્ષી મલિક અને સત્યવ્રત કાદિયાને ખાપ પંચાયતો સામેની નારાજગીને અફવા ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે જો ખાપ પંચાયતને તેમની કોઇ વાત ખરાબ લાગી તો તે માફી માંગે છે અને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરે છે. સાથે જ સાક્ષી મલિકે આ વીડિયોમાં કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે આગળના મુશ્કેલ સમયમાં પણ તમે અમારો સાથ આપો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us