wrestlers protest: સરકારે 15 જૂન સુધીનો સમય માંગ્યો, રેસલર્સ સામે નોંધાયેલી બધી એફઆઈઆર પાછી ખેંચાશે

Anurag Thakur : સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુરે કહ્યું - રેસલર્સ 15 જૂન સુધી ધરણાને રોકવા માટે સંમત થયા, WFIની ચૂંટણી 30 જૂન સુધીમાં થશે

Anurag Thakur : સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુરે કહ્યું - રેસલર્સ 15 જૂન સુધી ધરણાને રોકવા માટે સંમત થયા, WFIની ચૂંટણી 30 જૂન સુધીમાં થશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
wrestlers protest, Anurag Thakur

પહેલવાનોની ફાઇલ તસવીર (Express/File)

wrestlers protest : સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુર સાથે રેસલર્સની મિટિંગ પુરી થઈ ગઈ છે. છ કલાકની મેરેથોન બેઠક દરમિયાન સરકારે જણાવ્યું હતું કે પોલીસ કાર્યવાહી 15 જૂન સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવે અને ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. તેમજ 28 મે ના રોજ કુસ્તીબાજો સામે નોંધાયેલી એફઆઈઆર પણ પાછી ખેંચી લેવામાં આવશે. રેસલર્સે પણ 15 જૂન સુધી ધરણા સ્થગિત કરી દીધા છે. બજરંગ પુનિયાએ આ જાણકારી આપી હતી. આ સાથે જ સ્પોર્ટ્સ મિનિસ્ટરે જાણકારી આપી કે ફેડરેશનની ચૂંટણી 30 જૂન સુધીમાં થઇ જશે.

Advertisment

બજરંગ પુનિયાએ શું કહ્યું?

બેઠક બાદ બજરંગ પુનિયાએ મીડિયાને જણાવ્યું હતું કે સરકારે કહ્યું છે કે પોલીસની કાર્યવાહી 15 જૂન સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. અમે આ બેઠકમાં ભાગ લેનારી મહિલા અને પુરુષ ખેલાડીઓની સુરક્ષાની પણ વાત કરી છે અને 28 મેની રાત્રે અમારી સામે નોંધાયેલા તમામ કેસ પાછા ખેંચવાની પણ વાત કરી છે. તેમણે 15 જૂન સુધી ધરણા સ્થગિત રાખવાની જાણકારી આપતા કહ્યું કે અમારા પ્રદર્શન ખતમ થયા નથી. અમારા પ્રદર્શન યથાવત્ રહેશે.

,

આ પણ વાંચો - CWG ગોલ્ડ મેડાલિસ્ટે રેસલર્સના સમર્થનમાં ગવાહી આપી, કહ્યું – બ્રિજ ભૂષણ સિંહે યુવતીને રૂમમાં બોલાવી સેક્સુઅલ ફેવર માંગી

Advertisment

અનુરાગ ઠાકુરે શું કહ્યું?

રમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે મેં કુસ્તીબાજો સાથે 6 કલાક લાંબી ચર્ચા કરી. અમે કુસ્તીબાજોને ખાતરી આપી છે કે 15 જુન સુધીમાં તપાસ પુરી કરીને ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવશે. ડબ્લ્યુએફઆઈની ચૂંટણી 30 જૂન સુધીમાં યોજાશે. કુસ્તી ફેડરેશનની એક આંતરિક ફરિયાદ સમિતિની રચના કરવામાં આવશે, જેનું નેતૃત્વ એક મહિલા કરશે. રેસલર્સ સામેની તમામ એફઆઈઆર પાછી ખેંચી લેવામાં આવશે. કુસ્તીબાજોએ એવી પણ વિનંતી કરી હતી કે ત્રણ ટર્મ પુરા કરી ચુકેલા બ્રિજ ભૂષણ સિંહ અને તેના સાથીઓને ફરી ચૂંટી કાઢવામાં ન આવે. કુસ્તીબાજો 15 જૂન પહેલા કોઈ ધરણા પ્રદર્શન કરશે નહીં.

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહની ધરપકડની માંગણી સાથે રેસલર્સે 23 એપ્રિલે જંતર-મંતર ખાતે ધરણાની શરૂઆત કરી હતી. બ્રિજ ભૂષણ પર જાતીય સતામણી અને ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો હતો.

ટ્રેન્ડિંગ ન્યૂઝ સ્પોર્ટ્સ