/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/babita-phogat-2.jpg)
બબીતા ફોગાટ, સાક્ષી મલિક, સત્યવ્રત કાદિયાન (File)
Wrestlers Protest : ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિક અને ભાજપ નેતા અને પહેલવાન બબીતા ફોગાટ આમને-સામને છે. બંને ટ્વિટર પર એકબીજાને નિશાન બનાવી રહ્યા છે. તેની શરૂઆત ગયા અઠવાડિયે સાક્ષી મલિક અને તેના પતિ સત્યવ્રત કાદિયાનના એક વીડિયોથી થઈ હતી. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહના જંતર-મંતર ખાતેના ધરણાના વિરોધ પ્રદર્શનને ભાજપના બે નેતાઓએ મંજૂરી આપી હતી. તેમણે કહ્યું હતું કે તીર્થ રાણા અને બબીતા ફોગાટે ધરણા કરવા માટે પોલીસ પાસેથી પરવાનગી લીધી હતી.
ત્યારબાદ બબીતા ફોગાટે સાક્ષીને લાંબી પોસ્ટ લખીને જવાબ આપ્યો અને તેને કોંગ્રેસની કઠપૂતળી ગણાવી. આ પછી સાક્ષીએ વળતો જવાબ આપતા કહ્યું હતું કે વીડિયોમાં તીર્થ રાણા અને બબીતા ફોગાટ પર કટાક્ષ કરવામાં આવ્યો હતો. આના જવાબમાં હવે બબીતા ફોગાટે એક વીડિયો જાહેર કર્યો છે. તેણે સાક્ષીને સવાલ કર્યો છે કે શું તે પહેલવાનોની વાત કરી રહી છે કે પછી કોંગ્રેસ પ્રવક્તા બનીને જવાબ આપી રહી છે. આ ઉપરાંત તેણે કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડ્ડા પર પણ નિશાન સાધ્યું છે.
બબીતા ફોગાટે ટ્વિટ કર્યો વીડિયો
બબીતા ફોગાટે મંગળવારે રાત્રે 3 મિનિટ 45 સેકન્ડનો વીડિયો ટ્વિટ કર્યો હતો. સાથે શેર લખીને સાક્ષી મલિક પર પણ નિશાન સાધ્યું છે. તેણે લખ્યું કે જુઠા હૈ જુઠ બાત યે બોલેગા આઈના. આવો હમારે સામને સચ બતાએંગે. હું કોઈ પર કટાક્ષ કરવામાં વિશ્વાસ કરતી નથી, મને ગર્વ છે કે મારા પર, હું જૂઠાણાં દાવ ચાલતી નથી.
આ પણ વાંચો - રેસલર્સે કર્યો ખુલાસો – આંદોલનમાં ન હતો કોંગ્રેસનો કોઇ હાથ, ભાજપના લીડરે લીધી હતી આંદોલનની પરમિશન
આંખે જોયેલી અને કાને સાંભળેલી વાત પર વિશ્વાસ ન કરવો જોઈએ
બબીતા ફોગાટે વીડિયોમાં કહ્યું કે બધા દેશવાસીઓ અને રમતપ્રેમીઓને મારા રામ-રામ. સૌથી પહેલા તો મારી મિત્ર સાક્ષી મલિકે મારા પર જે પાયાવિહોણા આરોપ લગાવ્યા છે તો હું કહેવા માંગીશ કે એક કહેવત છે કે આંખે જોયેલી અને કાને સાંભળેલી વાત પર વિશ્વાસ ન કરવો જોઈએ. આ કહેવત સાક્ષી બહેનના શબ્દો પર આધારિત છે. તમે જોયું હશે કે સાક્ષી બહેને બતાવેલા પરમિશન લેટરમાં ક્યાંય મારી સહી નથી અને ક્યાંય પણ આવા કોઈ સીધા પુરાવા નથી.
झूठा है झूठ बात ये बोलेगा आईना
आओ हमारे सामने हम सच बताएँगे#Theorginaltruth
मैं किसी पर तंज कसने मैं विश्वास नहीं करती,
मुझे ग़ुरूर है खुद पर मैं झूठ के दांव नहीं चलती!#Standwithtruthpic.twitter.com/aZKOv1jC3H— Babita Phogat (@BabitaPhogat) June 20, 2023
રેસલર્સના તરફેણમાં બોલી રહી છે કે કોંગ્રેસના પ્રવક્તા તરીકે
બબીતા ફોગાટે વધુમાં સાક્ષી પર નિશાન સાધતા કહ્યું કે સાક્ષી બહેન જો તમારે રાજકારણ કરવું હોય તો ખુલીને આવો, કોઈની લાગણી અને સંવેદનાઓ સાથે ન રમો. જેમ કે બહેન વીડિયોમાં કહી રહી છે કે અમે રાજકીય આરોપોનો સામનો કરી રહ્યા છીએ અને દીપેન્દ્ર હુડ્ડાનું નામ લઈને અમારા પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે. આજ સુધી સાક્ષી બહેને ન તો તેમના પર નિવેદન આપ્યું છે કે ન તો કોંગ્રેસ પાર્ટીના કોઈ નેતાએ પોતાના બચાવમાં નિવેદન આપ્યું છે. મને સમજાતું નથી કે તમે કુસ્તીબાજોના પક્ષમાં વાત કરી રહ્યા છો કે કોંગ્રેસના પ્રવક્તા તરીકે તમે નિવેદનો આપી રહ્યા છો.
બબીતા ફોગાટે દીપેન્દ્ર હુડા પર પ્રહાર કર્યો
બબીતા ફોગાટે દીપેન્દ્ર હુડા પર પ્રહાર કરતા કહ્યું કે દીપેન્દ્ર હુડા જી જેવી રીતે તમે સિસ્ટમમાં બેઠેલા લોકો પર સવાલ ઉઠાવી રહ્યા છો. તો તમે ત્યારે ક્યાં હતા જ્યારે તમે 2012થી સતત 10 વર્ષ સુધી હરિયાણા રેસલિંગ એસોસિએશનના પ્રમુખ તરીકે બેઠા હતા. શું તમે ક્યારેય મહિલા કુસ્તીબાજોને સંભાળ લીધી છે? શું તમે ક્યારેય તેમના દુખ, દર્દ અને તકલીફને જાણવાનો પ્રયાસ કર્યો છે? શું તમે આ બાબતોનું સંજ્ઞાન લેવાનો પ્રયત્ન કર્યો છે? "
કુસ્તીબાજોના ખભા પર રાખી બંદૂક ચલાવવામાં આવી
બબીતા ફોગાટે વધુમાં જણાવ્યું હતું કે સાક્ષી બહેન જે આ વિરોધનું નેતૃત્વ કરી રહી હતી તે કોંગ્રેસની કઠપૂતળીની જેમ કામ કરી રહી હતી. ધરણામાં બેઠેલા લોકો પર તેમનો સંપૂર્ણ કાબૂ હતો. એક રૂઢિપ્રયોગ અને એક વાર્તા જે મને યાદ છે તે એ છે કે જ્યારે કોઈ મીઠાઈ જમીન પર પડે છે ત્યારે દરમાંથી ઘણાં બધાં જંતુઓ બહાર આવે છે. એવું જ થયું, બધાએ જોયું. દરેક લોકોએ કુસ્તીબાજોના ખભા પર રાખી પોતાની બંદૂકો ચલાવવાનું શરૂ કરી દીધું હતું.
બબીતા ફોગાટે એમ પણ કહ્યું હતું કે એક ભારતીય હોવાને કારણે, એક કુસ્તીબાજ હોવાને કારણે, મારું લોહી પણ ઉકળી રહ્યું હતું. પરંતુ સાક્ષી વીડિયોમાં બને તેટલી બાલિશ વાતો કરી રહી હતી. તે કેટલી નાદાન બનવાનો પ્રયત્ન કરી રહી હતી. હવે તે બીજાના ખભા પર બધો ભાર મુકીને પોતાની જાતને ચોખ્ખી રાખવા માંગે છે. સાક્ષી બહેન તમારું મગજ કેટલું શાતિર છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us