/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Brij-Bhushan-Sharan-Sing.jpg)
બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી છે
ખદીજા ખાન : દિલ્હી પોલીસે ગુરુવારે જણાવ્યું કે કુસ્તી ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ અને ભાજપા સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી છે. આરોપ પત્ર, ભારતીય દંડ સંહિતાની કલમ 354, 354A અને 354D દાખલ કરવામાં આવી છે. આ અપરાધિક કલમ અનુક્રમે કોઇ મહિલાની ગરીમાને ઠેસ પહોંચાડવી, યૌન ઉત્પીડન કરવું અને પીછો કરવાના કેસમાં લગાવવામાં આવે છે.
બ્રિજભૂષણ સિંહના સહાયક સચિવ વિનોદ તોમર ઉપર પણ યૌન ઉત્પીડન અને મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવા સિવાય આઈપીસીની કલમ 109 અને 506 અંતર્ગત અપરાધને પ્રોત્સાહન આપવા અને ધમકી આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ચાર્જશીટમાં બ્રિજ ભૂષણ શરણ સિંહ અને તેમના સચિવ વિનોદ તોમર બન્ને પર મહિલાઓ સામે અપરાધનો આરોપ લાગ્યો છે. બન્ને પર કલમ 354 અને 354-A અંતર્ગત કેસ ચાલશે.
કલમ 354 શું છે?
કલમ 354 અંતર્ગત ઓછામાં ઓછું એક વર્ષ અને વધારેમાં વધારે 5 વર્ષની જેલ, દંડ કે બન્નેની જોગવાઇ છે. આ કલમ અંતર્ગત પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકે છે. સાથે આ બિનજામીન પાત્ર ગુનો છે. એટલે કે જામીન આરોપીનો અધિકાર નહીં હોય. જજના વિવેક પર નિર્ભર કરશે.
આ પણ વાંચો - વિનેશ ફોગાટે યોગેશ્વર દત્તને ગણાવ્યો કુશ્તીનો જયચંદ, બ્રિજ ભૂષણ સિંહના તળિયા ચાટવાનો આરોપ લગાવ્યો
શું છે મહિલા ગરિમાને ઠેસ પહોંચાડવી?
આઈપીસી ક્યાંય પણ એ વ્યાખ્યાયિત કરતું નથી કે સ્ત્રીની ગરિમાનું અપમાન શું છે. જોકે સુપ્રીમ કોર્ટે 2007માં 'રામકૃપાલ વિરુદ્ધ મધ્યપ્રદેશ રાજ્ય' મામલામાં ઉદાહરણથી જણાવ્યું હતું કે કઈ ઘટનાઓને મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવી માનવામાં આવશે. કોર્ટે કહ્યું હતું કે કોઈ મહિલાને ધક્કો મારવો, તેની સાડી હટાવવી અથવા યૌન સંબંધ માટે વિનંતી કરવી આ કલમ હેઠળ આવવા માટે પૂરતું છે.
કલમ 354A : કાયદો શું કહે છે?
બ્રિજભૂષણ સિંહ અને તોમર પર આઈપીસીની કલમ 354A હેઠળ મહિલા રેસલર્સની જાતીય સતામણીનો પણ આરોપ લાગ્યો છે, જેમાં શારીરિક સંપર્ક અને અયોગ્ય સ્પર્શ, યૌન સંબંધ માટે વિનંતી કરવી કે યૌન સંબંધની માંગ કરવી અથવા મહિલાની ઇચ્છા વિરુદ્ધ અશ્લીલ સાહિત્ય બતાવવું અથવા અશ્લીલ ટિપ્પણીઓ કરવી સામેલ છે.
વર્ષ 2013માં આ કલમમાં એ કહેતા સંશોધન કરવામાં આવ્યું હતું કે જે કોઇપણ અનિચ્છનીય ફિઝિકલ કોન્ટેક્ટ, યૌન સંબંધની માંગણી અથવા અશ્લિલ સાહિત્ય બતાવીને કોઇ મહિલાનું યૌન શોષણ કરે છે તો તેને ત્રણ વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંનેનો સામનો કરવો પડી શકે છે. મહિલાઓ વિરુદ્ધ યૌન ટિપ્પણી કરનારા પર આ કલમ હેઠળ એક વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંનેની સજા થઈ શકે છે.
કલમ 354એ હેઠળના ગુનાઓ કોગ્નિઝેબલ છે પરંતુ જામીનપાત્ર છે. આ ઉપરાંત સિંહ પર આઈપીસીની કલમ 354ડી હેઠળ પીછો કરવાનો અલગથી આરોપ મુકવામાં આવ્યો છે, જ્યારે તોમર પર કલમ 506 અને 109 હેઠળ ગુનાહિત ધાકધમકી અને ગુનામાં ઉશ્કેરણી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us