/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/Brij-Bhushan-1.jpg)
બ્રિજ ભૂષણ શરણ સિંહ (Express file photo by Vishal Srivastav)
Wrestlers Protest : દિલ્હી પોલીસે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI)ના પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર લાગેલા યૌન ઉત્પીડનના આરોપોના સંબંધમાં ગુરુવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં 1000થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં બ્રિજ ભૂષણ વિરુદ્ધ 2 એફઆઈઆર નોંધવામાં આવી છે. તેમાંથી એક પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલ છે.
દિલ્હી પોલીસે પોક્સો કેસમાં બ્રિજ ભૂષણ શરણ સિંહને ક્લિનચીટ આપી છે. સગીરા મામલામાં પોલીસે પટિયાલા હાઉસ કોર્ટમાં 550થી વધુ પાનાનો કૈંસિલેશન રિપોર્ટ દાખલ કર્યો હતો. દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ સામે સગીરા રેસલર્સ દ્વારા દાખલ કરેલા કેસને રદ કરવાની ભલામણ કરતાં કોર્ટને જણાવ્યું હતુ કે કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. સગીરા રેસલર્સ અને તેના પિતાના નિવેદનો ટાંકવામાં આવ્યા છે.
દિલ્હી પોલીસે કોર્ટમાં શું કહ્યું?
ધ ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે દિલ્હી પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે તે રેસલર્સ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરની તપાસ બાદ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે આઈપીસીની કલમ 354, 354 એ, 354 ડી અને વિનોદ તોમર સામે આઈપીસીની કલમ 109, 354, 354 એ, 506 હેઠળ ચાર્જશીટ દાખલ કરી રહી છે. વિનોદ તોમર ડબ્લ્યુએફઆઈના આઉટગોઇંગ વાઇસ પ્રેસિડેન્ટ છે.
આ પણ વાંચો - ઇન્ટરનેશનલ રેફરીએ કહ્યું, ‘મેં બ્રિજ ભૂષણને તેની બાજુમાં ઊભેલા જોયા, ત્યારે મહિલાએ અસ્વસ્થ હતી
બ્રિજ ભૂષણને ધરપકડમાંથી તાત્કાલિક રાહત મળી
માનવામાં આવી રહ્યું છે કે દિલ્હી પોલીસની આ અરજી બાદ બ્રિજ ભૂષણને ધરપકડમાંથી તાત્કાલિક રાહત મળી છે. આ મામલાની સુનાવણી 4 જુલાઈએ થશે. તમને જણાવી દઈએ કે ડબ્લ્યુએફઆઈની ચૂંટણી 6 જુલાઈએ યોજાવાની છે. દિલ્હી પોલીસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ હવે બ્રિજ ભૂષણ સામે મોરચો માંડનારા કુસ્તીબાજોનું હવે પછીનું પગલું કેવું રહેશે તે જોવું રસપ્રદ બની રહેશે?
રેસલર્સ બ્રિજ ભૂષણ સિંહની ધરપકડની માંગ કરી રહ્યા છે
કુસ્તીબાજો સતત ભાજપના સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરી રહ્યા છે. એક સપ્તાહ પહેલા આ પહેલવાનોએ રમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે આ મામલે બેઠક કરી હતી. સરકાર તરફથી 15 જૂન સુધીમાં બ્રિજ ભૂષણ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવાની ખાતરી આપવામાં આવી હતી. આ પછી રેસલર્સ ધરણાં પ્રદર્શન સ્થગિત કરી દીધા હતા. તે દિલ્હી પોલીસના પગલા અનુસાર આગળની રણનીતિ નક્કી કરશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us