/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/wrestlers-protest-1.jpg)
કુસ્તીબાજ બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ. (Express Photo by Amit Mehra)
wrestlers protest : રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહની ધરપકડને લઈને ચાલી રહેલા આંદોલનમાંથી રેસલર્સ સાક્ષી મલિકે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે તેવા સમાચારો અલગ-અલગ મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યા હતા. જોકે સાક્ષી મલિકે ટ્વિટ કરીને કહ્યું છે કે આ એક અફવા છે અને તેણે આંદોલનમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું નથી. સાક્ષીએ ટ્વિટ કરીને લખ્યું છે કે આ સમાચાર એકદમ ખોટા છે. ન્યાયની લડતમાં અમારામાંથી કોઈએ પણ પીછેહઠ કરી નથી. સત્યાગ્રહની સાથે સાથે હું રેલવેમાં મારી જવાબદારી નિભાવી રહી છું. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. મહેરબાની કરીને કોઈ ખોટા સમાચાર ન ફેલાવો.
સાથી રેસલર્સ બજરંગ પુનિયાએ પણ આ અહેવાલોને ખોટા ગણાવ્યા હતા અને ટ્વિટર પર લખ્યું હતું કે આંદોલન પાછું ખેંચવાના સમાચાર માત્ર એક અફવા છે. આ સમાચારો આપણને નુકસાન પહોંચાડવા માટે ફેલાવવામાં આવી રહ્યા છે. અમે ન તો પીછેહઠ કરી છે કે ન તો અમે આંદોલન પાછું ખેંચ્યું છે. મહિલા રેસલર્સે એફઆઈઆર પાછી ખેંચી લીધી તે સમાચાર પણ ખોટા છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે.
ये खबर बिलकुल ग़लत है। इंसाफ़ की लड़ाई में ना हम में से कोई पीछे हटा है, ना हटेगा। सत्याग्रह के साथ साथ रेलवे में अपनी ज़िम्मेदारी को साथ निभा रही हूँ। इंसाफ़ मिलने तक हमारी लड़ाई जारी है। कृपया कोई ग़लत खबर ना चलाई जाए। pic.twitter.com/FWYhnqlinC
— Sakshee Malikkh (@SakshiMalik) June 5, 2023
કુસ્તીબાજ અને સાક્ષી મલિકના પતિ સત્યવ્રત કાદિયાને પણ ન્યૂઝ એજન્સી એએનઆઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે આ ફેક ન્યૂઝ છે. અમે વિરોધથી પાછળ હટ્યા નથી. અમારો વિરોધ ચાલુ રહેશે.
જોકે સાક્ષી મલિક અને બજરંગ પુનિયા રેલવેની નોકરીમાં જોડાઈ ગયા છે. આ બંને રેલવેમાં ઓએસડી (સ્પોર્ટ્સ) તરીકે કાર્યરત છે.
आंदोलन वापस लेने की खबरें कोरी अफ़वाह हैं. ये खबरें हमें नुक़सान पहुँचाने के लिए फैलाई जा रही हैं.
हम न पीछे हटे हैं और न ही हमने आंदोलन वापस लिया है. महिला पहलवानों की एफ़आईआर उठाने की खबर भी झूठी है.
इंसाफ़ मिलने तक लड़ाई जारी रहेगी 🙏🏼 #WrestlerProtestpic.twitter.com/utShj583VZ— Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) June 5, 2023
ભારતના ટોચના રેસલર્સ રાષ્ટ્રીય રાજધાનીમાં એક મહિનાથી વધુ સમયથી ડબલ્યુએફઆઈના વડા બ્રિજ ભૂષણ સિંહ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેમના રાજીનામાની માગ કરી રહ્યા છે. તેઓએ તેમની સામે જાતીય સતામણીના આરોપો પણ લગાવ્યા છે. આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને અધિકારીઓએ જણાવ્યું હતું કે દિલ્હી પોલીસ ટૂંક સમયમાં આ મામલે ચાર્જશીટ દાખલ કરે તેવી સંભાવના છે.
આ પણ વાંચો - રેસલર્સના સમર્થનમાં આવી કપિલ દેવની 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમ, કહ્યું – મેડલ્સને લઇને ઉતાવળમાં કોઇ નિર્ણય ના કરે
વિરોધ કરી રહેલા કુસ્તીબાજો અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે છેલ્લી ઉચ્ચ સ્તરીય બેઠક 27 મેના રોજ નવી સંસદના ઉદ્ઘાટનની પૂર્વસંધ્યાએ યોજાઈ હતી. વાટાઘાટો અનિર્ણિત હોવાથી કુસ્તીબાજોએ તેમના સમર્થકો સાથે મળીને નવી સંસદ તરફ કૂચ કરવાની તેમની યોજના સાથે આગળ વધ્યા હતા. તેમને રસ્તામાં રોકીને દિલ્હી પોલીસે તેમની સાથે મારપીટ કરી અટકાયત કરી હતી. પોલીસે તેમની સામે રમખાણો સહિતની અનેક કલમો હેઠળ એફઆઈઆર પણ દાખલ કરી હતી.
#WATCH | "It's fake news, we have not stepped back from protest. Our protest will continue," says Satyawart Kadian, Wrestler and husband of Sakshee Malikkh pic.twitter.com/Yn6jMa0cFi
— ANI (@ANI) June 5, 2023
કુસ્તીબાજોએ ગયા મંગળવારે ગંગામાં તેમના મેડલ્સને વિસર્જન કરવાનો નિર્ણય લીધો હતો. તેઓ હરિદ્વાર ગયા હતા, પરંતુ છેલ્લી ઘડીએ પુનઃવિચાર કર્યો હતો. ભાજપના એક નેતાનો ફોન આવ્યો હતો, જેમણે થોડો સમય માંગ્યો હતો, અને તેમના પરિવારોના દબાણ પછી મેડલ્સ વિસર્જન નહીં કરવાનો નિર્ણય કર્યો હતો.
ભારતીય કિસાન યુનિયન (BKU) ના પ્રમુખ નરેશ ટિકૈત પણ હરિદ્વાર પહોંચ્યા હતા. તેમણે કુસ્તીબાજોને તેમના નિર્ણયને પાંચ દિવસ સુધી ટાળવા કહ્યું હતું. ટિકૈતે ખાપ પંચાયતમાં કહ્યું હતું કે સરકારને બ્રિજભૂષણ સિંહ સામે પગલાં લેવા માટે 7 થી 10 દિવસ આપવામાં આવે.
Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us