Wrestlers Protest: કુસ્તી ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહ સામે સાત મહિલાઓએ જાતીય સતામણી કરવાના આરોપસર એફઆઈઆર નોંધાવી છે. પોલીસ પાસે જતાં પહેલાં બધાએ રમત મંત્રાલયની ઓવરસાઈટ કમિટિ સામે પણ પોતાનું દર્દ નોંધાવી ચુકી છે.
આમાંથી ત્રણ મહિલાઓએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે તપાસ દરમિયાન સમિતિના સભ્યોનું વલણ ખૂબ જ અસંવેદનશીલ હતું. 23 એપ્રિલથી દેશની ટોચની કુસ્તીબાજો મહિલા ખેલાડીઓ જાતીય શોષણના વિરોધમાં જંતર-મંતર ખાતે ધરણા પર બેઠા છે. તેઓ કમિટીથી પણ નારાજ છે. ઓલિમ્પિક પદક વિજેતા બોક્સર એમસી મેરીકોમ, પહેલવાન યોગેશ્વર દત્ત, પૂર્વ બેડમિન્ટન ખેલાડી તૃપ્તિ મુરગુંડે, ટોપ્સના પૂર્વ સીઈઓ રાજગોપાલન અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એસએઆઈ)ના પૂર્વ કાર્યકારી નિર્દેશક (ટીમ) રાધિકા શ્રીમન આ નિરીક્ષણ સમિતિમાં સામેલ છે.
જાતીય સતામણીના પુરાવા માંગવામાં આવ્યા
ફરિયાદ કરનારી એક મહિલા રેસલરે કહ્યું કે શરૂઆતમાં બધા પાસેથી અલગ અલગ નિવેદનો લેવામાં આવ્યા હતા પરંતુ બધા સહજ ન હતા. આ પછી બધા સાથે મળીને નિવેદન આપવા ગયા. સમિતિએ તેમને જાતીય સતામણીના વીડિયો અને ઓડિઓ પુરાવા માંગ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ કોઈ પુરાવા વિના કશું કરી શકતા નથી. પહેલવાનોએ જવાબ આપ્યો કે કઇ મહિલા આવા સમયે ઓડિયો કે વીડિયો રેકોર્ડ કરવા માટે માનસિક સ્થિતિમાં હોય છે. તે સમયે શ્વાસ પણ લઈ શકાતો નથી.
આ પણ વાંચો – શ્વાસ પેર્ટન તપાસવાના બહાને બ્રિજ ભૂષણે સ્તન, અને પેડ પર સ્પર્ષ કર્યો, બે કુસ્તીબાજોએ પોલીસને કહ્યું
મહિલા કુસ્તીબાજો સહજ ન હતી
ફરિયાદ કરનાર એક કુસ્તીબાજે એમ પણ કહ્યું હતું કે તેમણે એવી માગણી કરી હતી કે તે માત્ર મહિલા સભ્યોની સામે જ બોલવા માગે છે પરંતુ આ માંગણી સ્વીકારવામાં આવી નથી. જ્યારે તે નિવેદન આપવા ગઈ તો ઓફિસની બહાર મોટી સંખ્યામાં બ્રિજભૂષણ શરણ સિંહના લોકો હાજર હતા. સમિતિના સભ્યોએ પણ તેમની વાત આરામથી સાંભળી ન હતી. તે ઉતાવળમાં હતા. નિવેદન આપનારને એવું લાગતું હતું કે તેઓ એક કાનેથી સાંભળી રહ્યા છે અને બીજા કાનમાંથી કાઢી નાખે છે. ખેલાડીઓ તેમની સાથે વાત કરવામાં જરા પણ સહજ ન હતા.
વારંવાર એક જ સવાલ પૂછવામાં આવતો હતો
ઓવરસાઇટ કમિટીના એક સભ્યએ ઝૂમ વીડિયો કોલ દ્વારા નિવેદનો સાંભળ્યા હતા. આ અંગેનું કારણ પૂછતાં નિવેદન આપવા આવેલા કુસ્તીબાજોને જણાવવામાં આવ્યું હતું કે તે સભ્યો જીમમાં છે એટલે તેઓ આવી શકે તેમ નથી. નિવેદનો લેતી વખતે વીડિયો કેમેરા ઘણી વખત બંધ કરવામાં આવ્યો હતો. ખેલાડીઓને વારંવાર પૂછવામાં આવતું હતું કે જાતીય શોષણ કેવી રીતે થયું. લગભગ 12 લોકો સમિતિ સમક્ષ હાજર થયા હતા.