વિનેશ ફોગાટે યોગેશ્વર દત્તને ગણાવ્યો કુશ્તીનો જયચંદ, બ્રિજ ભૂષણ સિંહના તળિયા ચાટવાનો આરોપ લગાવ્યો

Wrestlers Protest: આંદોલન કરનારા છ કુસ્તીબાજોને ગુરુવારે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની ટ્રાયલ્સની દેખરેખ રાખતી એડ-હોક કમિટિએ ડબલ્યુએફઆઇના ટ્રાયલ્સમાંથી મુક્તિ આપી હતી. આ પછી ભૂતપૂર્વ ભારતીય ઓલિમ્પિક મેડાલિસ્ટ કુસ્તીબાજ યોગેશ્વર દત્ત આ સમિતિના આ નિર્ણય પર ગુસ્સે ભરાયો છે અને આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા

Wrestlers Protest: આંદોલન કરનારા છ કુસ્તીબાજોને ગુરુવારે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની ટ્રાયલ્સની દેખરેખ રાખતી એડ-હોક કમિટિએ ડબલ્યુએફઆઇના ટ્રાયલ્સમાંથી મુક્તિ આપી હતી. આ પછી ભૂતપૂર્વ ભારતીય ઓલિમ્પિક મેડાલિસ્ટ કુસ્તીબાજ યોગેશ્વર દત્ત આ સમિતિના આ નિર્ણય પર ગુસ્સે ભરાયો છે અને આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
wrestlers protest, vinesh phogat

રેસલર્સ બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકે બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે ધરણા કર્યા હતા (Express photo by Praveen Khanna)

Wrestlers Protest: રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ડબ્લ્યુએફઆઇ)ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે આંદોલન કરનારા છ કુસ્તીબાજોને ગુરુવારે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની ટ્રાયલ્સની દેખરેખ રાખતી એડ-હોક કમિટિએ ડબલ્યુએફઆઇના ટ્રાયલ્સમાંથી મુક્તિ આપી હતી. આ પછી ભૂતપૂર્વ ભારતીય ઓલિમ્પિક મેડાલિસ્ટ કુસ્તીબાજ યોગેશ્વર દત્ત આ સમિતિના આ નિર્ણય પર ગુસ્સે ભરાયો છે અને આ નિર્ણય પર સવાલ ઉઠાવતા એક વીડિયો રિલિઝ કરીને આ નિર્ણય પર સવાલ કર્યો છે. યોગેશ્વર દત્તનો વીડિયો સામે આવ્યા બાદ આંદોલનકારી મહિલા રેસલર વિનેશ ફોગાટે તેની આકરી ઝાટકણી કાઢી હતી અને તેના પર બ્રિજ ભૂષણ સિંહના તળિયા ચાટવાનો આરોપ લગાવ્યો હતો.

Advertisment

વિનેશ ફોગાટે ટ્વિટ કરીને એક લાંબી પોસ્ટકરી હતી અને કહ્યું હતું કે યોગેશ્વર દત્તને આ મામલાની તપાસ કરી રહેલી બંને સમિતિઓનો ભાગ બનાવવામાં આવ્યો હતો. મહિલા રેસલર જ્યારે બધાની સામે પોતાની વાત કહી રહી હતી ત્યારે યોગેશ્વર તેની વાત સાંભળીને હસી પડતો હતો. તેમાંથી જ્યારે બે મહિલા પહેલવાન પાણી પીવા માટે બહાર આવી તો યોગેશ્વરે તેમને કહ્યું કે બ્રિજ ભૂષણ સિંહનું કંઈ થવાનું નથી જઇને તમારી પ્રેક્ટિસ કરો.

આ પણ વાંચો - બબીતા ફોગાટે સાક્ષી મલિકને જવાબ આપ્યો, કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડા ઉપર પણ પ્રહાર કર્યો

Advertisment

વિનેશ ફોગાટે યોગેશ્વર દત્ત પર આરોપ લગાવ્યો છે કે તેણે મહિલા કુસ્તીબાજોના નામ મીડિયા અને બ્રિજ ભૂષણ સિંહ સાથે લીક કર્યા છે. તેણે ઘણી મહિલા કુસ્તીબાજોના ઘરે ફોન કર્યો અને તેમના પરિવારોને તેમની પુત્રીને મનાવવા કહ્યું હતું. તે રેસલર્સ અને કોચને આ આંદોલનમાં સમેલ થવાથી રોકતા રહ્યો હતો.

,

વિનેશ ફોગાટે કહ્યું કે બ્રિજ ભૂષણ સિંહના તળિયા ચાટવા માટે આખી કુસ્તીની દુનિયા તમને યાદ રાખશે. મહિલા કુસ્તીબાજોને તોડવા પર એટલો ભાર ન લગવો કારણ કે તેમના ઇરાદા ખૂબ જ મક્કમ છે. ધ્યાન રખજો વધારે જોર લગાવવાથી કમર તૂટી ન જાય. કરોડરજ્જુ તો તમે પહેલાથી જ બ્રિજ ભૂષણના પગમાં મુકી દીધી છે. તમે ખૂબ જ અસંવેદનશીલ વ્યક્તિ છો અને જુલમ કરનારની તરફેણમાં ઉભા છો અને તેની ખુશામત કરી રહ્યા છો.

ટ્રેન્ડિંગ ન્યૂઝ સ્પોર્ટ્સ